મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર સૂર્ય દેવતાની પૂજા નું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ સૂર્ય દેવતાની પૂજા અવશ્ય કરવી જોઈએ એમાં પણ જો તમે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરો છો તો તેનું ફળ વિશેષ ફાયદાકારક હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષ શાસ્ત્ર ની અંદર બધા ગ્રહ ના અધિપતિ તરીકે સૂર્યની ગણવામાં આવે છે સૂર્યની પૂજા કરવાથી જીવનમાં આવી પડેલા દરેક સંકટો માંથી છુટકારો મળે છે. સૂર્ય ભગવાનને એવા દેવ માનવામાં આવે છે. જેને વ્યક્તિ પ્રત્યક્ષ રીતે જોઈ શકે છે.
સુર્યદેવની નિયમિત રીતે પૂજા અર્ચના કરવાથી જીવનની અશુભ અસરો દૂર થઇ જાય છે, આજે અમે તમને એવા કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને સૂર્ય ભગવાન તમારી ઉપર પ્રસન્ન થશે અને જીવનની મોટામાં મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે, તમારા જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ સરળ થઈ શકે છે.
લોટાના પાણીમાં આ વસ્તુ મૂકીને સૂર્યદેવને કરો અર્પણ
જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી રીતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેની મદદથી વ્યક્તિ સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો છે, તો તે વખતે તે વ્યક્તિએ દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવવું જોઈએ, પરંતુ ઘણા લોકો એવા છે, જે દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે છે પરંતુ તેમને લાભ મળતો નથી, આવી સ્થિતિમાં તમે ગભરાશો નહીં, જો તમે યોગ્ય નિયમ સાથે સૂર્ય ભગવાનને જળ ચડાવશો તો તેનાથી તમને ફળ જરૂર પ્રાપ્ત થશે.
તમે રવિવારે વહેલી સવારે ઉઠીને તમારા બધા કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી લો, ત્યાર પછી એક તાંબાનાં લોટામાં શુધ્ધ પાણી ભરી લો અને તે પાણીમાં તમે ગંગાજળ, ફૂલ અને ચોખાના દાણા નાખી લો, ત્યાર પછી તમારે સૂર્યદેવને વંદન કર્યા પછી લોટાનું જળ ચડાવવાનું છે.
જળ ચડાવતી વખતે, તમારે “ઓમ સૂર્યાય નમઃ ” મંત્રનો જાપ જરૂર કરો, જળ ચડાવ્યા પછી તમે સૂર્ય ભગવાનને તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવા અને શત્રુઓથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરો, એમ કરવાથી તમારા શત્રુ પણ તમારા મિત્રો બની જશે અને તમને તમારા કામમાં સફળતા પ્રાપ્ત થશે, જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે, બધી બીમારીઓનો નાશ થશે.
આ રીતોથી પણ સૂર્યદેવ થશે પ્રસન્ન
સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે તમે રવિવારના દિવસે વડના પાન ઉપર હળદરથી સ્વસ્તિકનું નિશાન બનાવીને ઘરમાં રાખી શકો છો.
રવિવારના દિવસે તમે ગરીબ લોકો, નિઃસહાય અને દર્દીઓની મદદ જરૂર કરો.
તમે રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ કરો, તેનાથી સૂર્ય ભગવાનના આશીર્વાદ મળશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team