ડીસેમ્બર મહિનામાં ઈશા અંબાણી અને આનંદ પરિમલના લગ્ન રચાયા. તેમાં શાહી ઠાઠ અને ભવ્યતાથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલીવૂડ, બીઝનેસ અને રાજનીતિ એમ દરેક ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓએ લગ્નમાં હાજરી આપી હતી. એથી વધુમાં યુએસની પૂર્વ ફર્સ્ટ લેડી હિલરી ક્લિન્ટ પણ અંબાણી પરિવારની મહેમાન બની હતી.
ઈશા અંબાણીના લગ્નએ તો ૧૯૮૫ની સાલની ફરીથી યાદ આપવી દીધી. મુકેશ અંબાણીના લગ્નની ઝલક તેની દીકરી ઈશા અંબાણીના લગ્નમાં જોવા મળી હતી. જૂની યાદોને તાજા કરીએ તો મુકેશ અને નીતાના લગ્ન આજથી ૩૩ વર્ષ પહેલા મુંબઈમાં ૮ માર્ચ ૧૯૮૫માં થયા હતા. એ દિવસે લગ્નના બંધનથી જોડાયેલા મુકેશ અને નીતા આજે તો આખા ભારતમાં પ્રખ્યાત જોડી છે. ધનાઢ્ય પરિવારના વ્યક્તિઓ હોય તો બાકી રહે કંઈ ખરૂ!!
દુલ્હન બનેલી ઈશા બિલકુલ તેની ‘માં’ નીતા જેવી જ દેખાતી હતી. ઈશાનો બ્રાઈડલ લુક નીતા સાથે બરાબર રીતે કોપી કરેલ હોય તેવો લાગતો હતો. લગ્નમાં એક વસ્તુ સ્પેશિયલ હતી કે, ઈશાના એક બ્રાઈડલ લુકમાં નીતા અંબાણીની એક સાડી છે, જે ૩૫ વર્ષ જૂની હતી તેમાં તેને ફોટો શૂટ પણ કરાવેલ હતું. માતા નીતાની આ સાડી ઈશાએ તેના લગ્નમાં લહેંગા સાથે પહેરી હતી. જેમાં તે ફિલ્મી અભિનેત્રી જેવી દેખાતી હતી.
નીતા અંબાણીએ તેના લગ્નમાં લાલ રંગની સાડી પહેરી હતી. જે ગુજરાતી સ્ત્રીઓનો પરિધાન પારંપરિક રીતે ગણવામાં આવે છે. એ સમયે તો જમાનો વધુ ફોરવર્ડ ન હતો અને ફેશનની વ્યવસ્થામાં કોઈ અટવાતા ન હતા ત્યારે નીતા બ્રાઈડલ લુકમાં સાદગી ભરેલી દેખાતી હતી.
મુકેશ અને નીતાના લગ્ન થયા એ વખતે નીતાએ વધુ જ્વેલરી પણ પહેરી ન હતી. માત્ર હાથમાં પહેરેલી બંગડી અને નાકની નથ તેને વધારે શોભા આપતી હતી. એમ, ઈશા અંબાણીએ પણ બિલકુલ તેની મમ્મીની સ્ટાઈલ અપનાવી હતી. ઈશાએ થોડી જ્વેલરી પહેરી હતી અને માથા પર ટીકો લગાવ્યો અને નાની નથ પહેરી હતી.
નીતા અને મુકેશના લગ્ન થયા એ વખતે નીતા માત્ર ૨૦ વર્ષની હતી અને મધ્યમ વર્ગના ઘરમાં મોટી થઇ હતી. એ વખતે પણ ‘અંબાણી’ પરિવાર મોટા ઉદ્યોગપતિના રૂપમાં જાણીતો હતો. છતાં એમાં નીતાએ-મુકેશ સાથે લગ્નની ‘હા’ કરતા બંને લગ્નના તાંતણે બંધાયા હતા. ખાસ કરીને મુકેશના પિતા ધીરૂભાઈ અંબાણીની ઈચ્છા એવી હતી કે, મુકેશના લગ્ન નીતા સાથે થાય અને તેની ગૃહસ્થી સારી રીતે ચાલે.
નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મુકેશની સાદગી અને વિનમ્રતા જોઇને તે ઈમ્પ્રેસ થતી હતી. સાથે એ બંને એકબીજાને ડેટ કરતા હતા ત્યારે નીતાએ મુકેશને મર્સીડીજ છોડીને બસમાં ટ્રાવેલ કરવા માટે પણ કહ્યું હતું. મુકેશે સમયે વિના સંકોચે બસમાં પણ ટ્રાવેલ કરેલું. એટલે તો નીતા અને મુકેશ તેના છોકરાઓ માટે પણ એક જીવંત ઉદાહરણ છે. નીતાએ આજ સુધી મુકેશને કોઈ ફરિયાદ કરી નથી. એમ, સામે મુકેશ એક પણ મોકો તેની પત્નીને ફરિયાદ કરવાનો આપ્યો નથી.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel