કોઈપણ મહિલાઓ માટે એક નવા જીવનનો અહેસાસ ખૂબ જ સુખદ અને અદભુત હોય છે, અને જ્યારે તે તમારી અંદર રહેલા બાળકથી જોડાયેલું હોય તો પછી કહેવું જ શું? તમારા ગર્ભમાંથી એક નવા જીવનની ઉત્પત્તિની ભાવના ખૂબ જ અવિશ્વસનીય હોય છે, અને ખાસ કરીને ત્યારે જ્યારે તમને ખબર પડે છે કે તમે માતા બનવાના છો. અને તે અહેસાસ કોઈની પણ સાથે શેર કરી શકાતો નથી ઘણી બધી મહિલાઓ ગર્ભવતી હોય ત્યારે ઘરે જ ટેસ્ટ કરવાનું પસંદ કરે છે તો અમુક મહિલાઓ લેબમાં બ્લડ સ્ટેટની સાથે મુખ્ય પુરાવા હોવા જોઈએ તેવું માને છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે સચોટ પરિણામ મેળવવા માટે પ્રેગનેન્સી ટેસ્ટ કેટલો જલ્દી કરવો જોઈએ. આવો જાણીએ કે તમારે કેટલો જલ્દી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવવો જોઈએ.
ક્યારે કરાવો જોઈએ પ્રેગનેન્સી ટેસ્ટ
તમારે ક્યારે અને કેટલો જલ્દી પ્રેગનેન્સી ટેસ્ટ કરાવવો જોઈએ આ તે વાત પર નિર્ભર કરે છે કે તમે કેવો પ્રેગનેન્સી ટેસ્ટ કરી રહ્યા છો, અથવા તો કરાવી રહ્યા છો. દરેક પ્રકારના પ્રેગનેન્સી ટેસ્ટ શરીરમાં માનવ કોરીયોનિક ગોનાડોટ્રોપિન ની માત્રાની તપાસ સ્વરૂપે પરિણામ બતાવવા માટે કરે છે. ઘરે કરવામાં આવેલ પ્રેગ્નન્સી ટેસ્ટમાં તમે પેશાબમાં ઉપસ્થિત લેવલથી માહિતી લગાવી શકો છો, જ્યારે લેબમાં બ્લડ ટેસ્ટમાં તમારા બ્લડમાં એચસીજીના લેવલની માહિતી દ્વારા જાણ કરી શકાય છે.
શું દરેક ટેસ્ટ હોય છે એક જેવા?
અમુક ટેસ્ટ બીજા ટેસ્ટની તુલનામાં ખૂબ જ સંવેદનશીલ જોવા મળે છે. જે ટેસ્ટ વધુ સંવેદનશીલ હોય છે તે એચપીજીના લો લેવલની માહિતી લગાવવા માટે મદદ કરી શકે છે, અને આ ટેસ્ટમાં તમારા પિરિયડની ડેટ ના ચાર દિવસ ઉપર થઈ જાય અથવા તો ગર્ભધારણના સાત દિવસ પછી તમને પરિણામ જોવા મળે છે.
પ્રેગ્નન્સી ટેસ્ટની સંવેદનશીલતાને mIU/ml તરીકે માપવામાં આવે છે. ગર્ભાવસ્થા પરિક્ષણની સંવેદનશીલતા 10mIU/ml થી 40 mIU/ml સુધીની હોય છે. આંકડો જેટલો ઓછો હશે તેટલો ટેસ્ટ વધુ સંવેદનશીલ છે અને તેટલી વહેલી તકે શોધી શકાય છે.
ક્યારેક ક્યારેક ખૂબ જલ્દી ટેસ્ટ કરવાથી પણ ટેસ્ટ વધુ સંવેદનશીલ થઈ જાય છે અને તે તમારા પેશાબમાં એચએસસીજી ની માત્રા ની માહિતી લગાવી શકતું નથી તેથી જ એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારે કેટલું જલદી ટેસ્ટ કરાવવું જોઈએ.
ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ
લગભગ ઘરોમાં વપરાશમાં લેવામાં આવેલ પ્રેગ્નન્સી ટેસ્ટ ની કીટ તમને ખૂબ જ સટીક પરિણામ આપી શકે છે. કારણ કે તમે તમારા પિરિયડ્સ ની ડેટ ઉપર વધુ દિવસ થઈ જવાના કારણે તમે ચેક કરો છો, અને ક્યારેક ક્યારેક આ ટેસ્ટનું પરિણામ ખોટું પણ આવી શકે છે. ખરેખર તે એટલા માટે થાય છે કારણ કે તમે થોડા સમય પછી ઓવ્યુલેટ કર્યું હશે અને તમારી પ્રેગનેન્સીમાં એટલી વાર થઈ નથી જેટલી તમે વિચારી રહ્યા છો.
જો તમને નેગેટીવ રીઝલ્ટ જોવા મળે છે અને તમે પિરિયડ્સમાં પણ નથી બેઠા તો ત્રણ દિવસ પછી ફરીથી ટેસ્ટ કરવો જોઈએ.
બ્લડ ટેસ્ટ
એક સાધારણ બ્લડ ટેસ્ટ થી પણ તમારા શરીરમાં એચસીજીના લેવલ ની માહિતી લગાવવા માટે મદદ કરી શકે છે. પેશાબ ટેસ્ટની તુલનામાં બ્લડ ટેસ્ટ વધુ સંવેદનશીલ હોય છે અને ઓબ્યુલેશન નાખવાથી આઠ દિવસ પછી ગર્ભાવસ્થાની માહિતી મેળવી શકાય છે. પરંતુ હોઈ શકે કે તમને ત્યારે ટેસ્ટની સલાહ ન આપવામાં આવે જ્યાં સુધી તમારા પિરિયડ આવવાના ન હોય.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team