Wow!! વોટ્સએપમાં આવ્યું કંઈક બધાથી નવું – આટલી સુવિધાઓ વોટ્સએપ આપે છે સાવ મફત

વિશ્વની પોપ્લ્યુલર મેસેજિંગ એપ્લીકેશન વોટ્સએપે ફરી એકવાર તેના યુઝર્સને રાજી કર્યા છે. વોટ્સએપનો યુઝ કરતા લોકો માટે નવા ખુશીના સમાચાર છે. વોટ્સએપ લાવી રહ્યું છે નવા ફીચર્સ. જેને કારણે વોટ્સએપના યુઝને એકદમ આસાન બનાવી શકાશે. ઉપરાંત આ નવા ફીચરને બીટા વર્ઝનમાં પણ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે, જેને કારણે કોઈ બગ કે એપમાં પ્રોબ્લેમ થતો હોય તો ખબર પડી જાય. પરંતુ આ પ્લેટફોર્મ પર ટેસ્ટ સક્સેસફૂલ રહ્યા હતા.

એ સાથે તમને વોટ્સએપની મસ્તમજાની વાત જણાવી દઈએ તો – દુનિયાભરના ૧.૩ અરબથી વધુ લોકો આ એપ્લીકેશનનો યુઝ કરે છે. એટલા માટે અમુક એવા ફીચર્સ છે, જેનો લોકો લાંબા સમયથી ઇંતેજાર કરી રહ્યા હતા. પણ એપ્લીકેશનના ડેવલોપર્સ સુધારા કરી રહ્યા છે, જેને હિસાબે લોકોને સારી સુવિધા મળી રહે છે. એ સાથે એ જાણી લઈએ વોટ્સએપમાં ક્યાં ફીચર્સ આવ્યા છે નવા….

  • વોટ્સએપ ગ્રુપ ઇન્વીટેશન

આ ફીચર્સને બીટા પ્લેટફોર્મ પર રન કરવામાં આવ્યું હતું અને એન્દ્રોઇડમાં પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. જેમાં યુઝર્સ ખુદ નક્કી કરી શકશે કે, તેને કોઈ ગ્રુપમાં સામેલ થવું કે નહીં. આ ફીચર્સથી યુઝરની પરમીશન વગર કોઈને ગ્રુપમાં એડ કરી શકાશે નહીં. જેમાં પણ અવનવા સેટિંગ્સ આવી રહ્યા છે, જેની મદદથી વોટ્સએપનો યુઝ પહેલા કરતા આસાન કરી શકાશે.

  • વોટ્સએપ એડવાન્સ સર્ચ

આ ફીચર્સથી વોટ્સએપમાં વધુ એડવાન્સ સર્ચની ફેસેલીટી મળશે. વોટ્સએપ યુઝર ફોટો, ડોકયુમેન્ટ કે લીંકસને એડવાન્સ સર્ચ ઓપ્શનની મદદથી ઝડપથી શોધી શકશે. સાથે સમ્રગ વોટ્સએપના ડેટાબેઝમાંથી કોઇપણ માહિતી શોધવા માટે કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. સર્ચ રીઝલ્ટનું પ્રિવ્યુ પણ બહુ જ સરસ બનાવવામાં આવ્યું છે.

  • વોટ્સએપ ડાર્ક મોડ

વોટ્સએપ પોતાની એપ્લીકેશનમાં ‘ડાર્ક મોડ’ અપડેટ કરવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું હતું. આ ઓપ્શનની મદદથી વોટ્સએપનું બેકગ્રાઉન્ડ ડાર્ક થઇ જશે. ગૂગલે પહેલા જ જણાવ્યું હતું કે, ડાર્ક મોડમાં મોબાઇલની બેટરીનો ૪૩% હિસ્સો ઓછો વપરાય છે. એટલે તો આ ફીચર્સ વોટ્સએપમાં પસંદગીને પાત્ર બનશે. એથી વિશેષ નાઈટ મોડમાં વોટ્સએપને યુઝ કરવાની પણ મજા આવશે. એક વિશેષ માહિતી એ પણ છે કે, ડાર્ક મોડને ટાઈમ મુજબ સેટ પણ કરી શકાશે જેથી એ સમયમાં ઓટોમેટીક ડાર્ક મોડમાં વોટ્સએપ ચાલવા લાગશે.

  • વોટ્સએપ સ્ટેટ્સ ફીડ

આ ઓપ્શનની મદદથી યુઝર એવા લોકોના સ્ટેટ્સ પહેલા જોઈ શકશે જેની સાથે તે સૌથી વધુ વાત કરતા હોય. આ ઓપ્શન પણ આવનારા સમયમાં લોકપ્રિય બને એવું લાગે છે. કારણ કે, અત્યારે સ્ટેટ્સની માર્કેટ બહુ ગરમ છે તો આ ઓપ્શન યુઝ કરવાની લોકોને વધુ મજા આવશે.

તો આ છે વોટ્સએપના નવા ફીચર્સ. ભલે કદાચ તમે વોટ્સએપને રાત-દિવસ યુઝ કરતા હશો પણ ઘણા લોકોને આ નવા આવનાર અને આવેલા ફીચર્સ વિશે જાણ ન હતી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment