વરસાદની ઋતુમાં બીમારીઓથી બચવા માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓથી અંતર જાળવી રાખવું જોઈએ

વરસાદની ઋતુ દરમિયાન સ્વાસ્થ્યની સંભાળ રાખવી ખૂબ મહત્વપૂર્ણ હોય છે જ્યારે covid 19 સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. તો ચાલો જાણીએ વરસાદની ઋતુમાં શું ખાવું જોઈએ અને કઈ વસ્તુઓથી અંતર જાળવી રાખવું જોઈએ ?

ચોમાસુ આપણને ઉનાળાની આકરી ગરમીથી રાહત આપે છે. વરસાદની ઋતુ આવતા જ આપણે બધા તાજગી અને આનંદ અનુભવીએ છીએ. પરંતુ વરસાદ ખુશાલી લાવવાની સાથે ઘણી બીમારીઓ પણ સાથે લાવે છે. ખોરાકથી થતાં ચેપથી લઇને મચ્છરથી થતી બીમારીઓ સુધી, વરસાદની ઋતુ ઘણા પ્રકારની બીમારીઓનું કારણ બને છે. આ ઋતુમાં સ્વસ્થ રેહવાની સાથે તમારા ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂતી આપવી જોઈએ. તેના માટે સંતુલિત આહાર મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

મસાલેદાર અને ઑયલી ફૂડ ખાવાથી બચો –

વરસાદની ઋતુમાં આપણને દરેકને પકોડા અને સમોસા ખાવામાં મજા આવે છે, પરંતુ આ ઋતુમાં વધારે મસાલેદાર અથવા ઑયલી ખોરાક ખાવાથી પેટમાં બ્લોટિંગ થઈ શકે છે. વરસાદની ઋતુમાં પેટ સાથે જોડાયેલ બીમારીઓ સફળતાથી થવા લાગે છે, કારણકે ભેજ આપણા મેટાબોલિઝ્મને ધીમું કરે છે.

માત્ર તાજો અને રાંધેલો ખોરાક ખાઓ –

આમ તો સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ ચોમાસામાં કાચા શાકભાજી ખાવા એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ તકલીફોને આમંત્રણ આપવાનું કામ કરે છે. કેટલીક શાકભાજીઓના કારણે ખૂબ વધારે માત્રામાં રોગ થાય છે, જેનાથી જઠરાંત સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ઉતમ રહેશે કે રાંધેલું ભોજન અને તાજુ ભોજન જ ખાઓ. સી ફૂડ ખાવાથી બચો.

લીલા પાનવાળી શાકભાજી ખાશો નહિ –

લીલા પાનવાળી શાકભાજીઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી તેને દરરોજ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ વરસાદની ઋતુમાં, સારું રહેશે કે તેને ભોજનમાં સમાવેશ કરવામાં આવે નહિ. આ ઋતુમાં ભેજ વધવાને કારણે લીલા પાનવાળી શાકભાજીઓ ઝડપથી ખરાબ થઈ જાય છે. આ ઉપરાંત વરસાદની ઋતુની ભેજના કારણે છોડ કીટાણુઓ માટે એક આદર્શ પ્રજનન સ્થળ બને છે. તેથી આ ઋતુમાં પાલક, કોબી અને ફ્લાવર જેવી શાકભાજીઓ ખાવી જોઈએ નહીં.

મસાલા ચા પીવો –

ચોમાસામાં થતા ભેજ અને પરસેવાને કારણે આપણા શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે. તેને પૂરું કરવા માટે પાણી અને તરલ પદાર્થ સેવન વધારવું જોઈએ. સાથેજ તમે મસાલા ચાનો આનંદ પણ લઈ શકો છો. મસાલા ચામાં તજ, તુલસી, આદુ અને એલચી જેવી વસ્તુઓનો ઉપયોગ જરૂર કરો, જેથી ચેપથી બચી રહેશો.

ચોખ્ખું પાણી પીવું –

ઘણા લોકો રસોડાના નળ અથવા બોરમાંથી સીધું પાણી પી લે છે. તેને તે વાતનો અનુભવ હોતો નથી કે વરસાદની ઋતુમાં પાણી કીટાણુઓથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ દૂષિત પાણી પીવાથી પેટ સાથે જોડાયેલ ઇન્ફેક્શન, ઝાડા અથવા ટાઇફોઇડ થવાનું જોખમ રહે છે.

મસાલાનો ઉપયોગ કરો –

મસાલા એન્ટી સેપ્ટિક અને એન્ટી ઇફ્લેમેન્ટરી ગુણોથી ભરપૂર હોય છે. તમારા ભોજનમાં હળદર, મરી અને લવિંગ જેવા મસાલાનો સમાવેશ કરવાથી તમે ચેપથી બચી રહેશો. સાથેજ શરદી અને ઉધરસનું જોખમ પણ ઓછું થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment