શરદી ઉધરસ માં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? આ ૭ વસ્તુઓ એવી છે કે જેનાથી તમે શરદી ઉધરસ થી છુટકારો મેળવી શકો છો, તો જાણીએ તેના વિશે

શિયાળામાં સૌથી સામાન્ય સમસ્યા છે શરદી ઉધરસ. ઘણા લોકો એ જાણતા નથી કે શરદી ઉધરસ માં શું ખાવુ જોઈએ અને શું ન ખાવું જોઈએ? આ કારણે જ શરદી ઉધરસ ની સમસ્યા જલ્દી સારી થતી નથી પરંતુ વધી જાય છે. જે લોકો આ વાત થી જાગરૂત નથી તે સૌથી પહેલા શરદી ઉધરસ ની દવા શોધે છે. ઉધરસ માં શું ન ખાવું જોઈએ? જો એ ખબર હોય તો તેનાથી ઘણી હદ સુધી બચી શકાય છે. આ સાથે સૌથી મહત્વની વાત એ કે તમને એ ખબર હોવી જોઇએ કે ઉધરસ માં શું ખાવું જોઈએ? શરદી ઉધરસ એક સામાન્ય વાત છે. ઋતુઓ ખૂબ જ જડપથી બદલાય છે. આપણું શરીર એકદમ બદલતી ઋતુમાં અનુકુળ નથી સાધી શકતું તેથી આપણને શરદી ઉધરસ જેવી સમસ્યા થઈ શકે છે. ઉધરસ વિશે કહેવાય છે કે તે પોતાની જાતમાં કોઈ રોગ નથી, પરંતુ બીજા રોગનું લક્ષણ હોય છે. ઉધરસ થી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાયો છે.

ઉધરસનો ઉપાય જો સમય સાથે ન કરવામાં આવે તો ન્યૂમોનિયા, ટીબી, દમ, એલર્જી, અસ્થમા જેવી ઘણી બીમારીઓને જન્મ આપે છે. ઘણા લોકો શરદી ઉધરસ ના ઘરેલુ ઉપાયો અપનાવે છે, તો કેટલાક શરદી ઉધરસ ની દવા લે છે. મોટાભાગે શિયાળામાં શરદી ઉધરસ થાય ત્યારે ગરમ વસ્તુ ખાવાની સલાહ આપે છે. પરંતુ ઘણી વસ્તુઓ ટાળી શકાય છે. અહી જેમ  કે શરદી ઉધરસ માં તમારે ક્યો ખોરાક ખાવો જોઈએ અને ક્યો ન ખાવો જોઈએ?

જો તમે શરદી ઉધરસની સમસ્યામાં ખાણીપીણી પર ધ્યાન ન આપો તો તે લાંબા સમય સુધી ચાલી શકે છે. એવામાં દિવસ અને રાતની શાંતિ છીનવાઈ જાય છે. અહી જાણો કે શરદી ઉધરસ ની સમસ્યા માં શું ખાવું અને શું નહીં?

શરદી ઉધરસ માં આ વસ્તુઓની સેવન ફાયદાકરક છે.

Image by Steve Buissinne from Pixabay

મધ

શરદી ઉધરસ ની સમસ્યા ને દૂર કરવા માટે તમે મધનું સેવન કરી શકો છો. ચા કે ગરમ લીંબુ પાણીમાં મધ નાખીને પીવાથી ઘણી હદ સુધી રાહત મળે છે. મધ ગળામાં ખરાશ ને સરખું કરવા માટે સારું માનવામાં આવે છે. મધમાં રોગાણુવીરોધી ગુણ હોય છે, જે ગળામાં બળતરા અને સોજા થી છુટકારો આપી શકે છે.

ગોળ

આ ઉપાય પણ શરદી ઉધરસ ની સમસ્યા માં રાહત મેળવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. શરદી ઉધરસ માં ગોળ ખાવું એ ખુબજ ફાયદાકરક માનવામાં આવે છે. આ દરમિયાન ખાવામાં પણ ખાંડ ની જગ્યાએ ગોળનું સેવન કરવું. શરદી ઉધરસ થી છુટકારો મેળવવા માટે ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવું જોઈએ.

Image Source

તજ

ઉધરસમાં તજનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના માટે મધ અને તજનો પાવડર બનાવી લો અને પછી પાણીના ભેળવીને પી લો. તેનાથી પણ ઉધરસ ખૂબ જલ્દી સારી થઈ જાય છે. સાથે તમે મધ સાથે પીસેલા તજનું પણ સેવન કરી શકો છો.

કાચું લસણ

લસણ માં ઘણા એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઈમ્ફલામેટરી ગુણ હોય છે. લસણ માં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાના ગુણ પણ હોય છે. તમે નિયમિત રીતે કાચા લસણ નું સેવન કરીને શરદી ઉધરસ ને સારી કરી શકો છો. ઉધરસ માટે લસણ એક શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય મનાઈ છે.

Image by Security from Pixabay

અનાનસ

ઉધરસ થી છુટકારો મેળવવા માટે અનાનસ નું સેવન શ્રેષ્ઠ ગણાય છે. અનાનસ માં સ્વાભાવિક રૂપે મળી આવતા ઉત્સેચકો નું મિશ્રણ જે ઉધરસ અને લાળને દૂર કરવાના મદદ કરી શકે છે. જો તમે ઉધરસથી જલ્દી છુટકારો મેળવવા માંગો છો તો અનાનસ નું સેવન કરવું.

Image by abuyotam from Pixabay

લવિંગ

આ ઔષધીય જડીબુટ્ટી ઉધરસ જેવી સમસ્યા ને દૂર કરી શકે છે. લવિંગનો ઉપયોગ સદીઓ થી જડીબુટ્ટી રૂપે કરવામાં આવી રહ્યો છે. તેમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઈમ્ફલામેટરી, એન્ટી સેપ્ટિક જેવા ગુણ હોય છે. જે ઉધરસ થી રાહત અપાવવામાં મદદ કરે છે.

શરદી ઉધરસ માં આ ખોરાક ખાવાનું ટાળો.

૧.દૂધ

એક અભ્યાસ મુજબ ફક્ત અમુક જ લોકોને શરદી ઉધરસ માં દૂધ પીવાથી કફની પરેશાની થાય છે. ફક્ત દૂધ જ નહિ પરંતુ ડેરી પ્રોડક્ટસ થી પણ કફ થાય છે. તેથી દૂધ પીને જાતે કોશિશ કરીને જુઓ જો તમે પણ એમાંના છો જેને દૂધ પીવાથી આરામ નહિ પરંતુ કફ વધે છે તો તેને અવગણના કરવી. શરદી ઉધરસ સારી થાય પછી જ તેને પીવું.

૨.તળેલો ખોરાક અને મેંદો

શરદી ઉધરસ માં તળેલો ખોરાક જેવો કે તળેલા બટાકા, પકોડા, પરોઠા, રોલ્સ વગેરેની અવગણના કરો. આ સાથે મેંદાની બનેલી વસ્તુઓ બ્રેડ, પાસ્તા, મેગી, ભટુરે, કુલચે આ બધાને પણ શરદી ઉધરસ સારી થાય તે પહેલાં ન ખાવી. આ તમારી સમસ્યાને ઉશ્કેરી શકે છે.

૩. તૈલીય ખોરાક

તળેલા ખાદ્ય પદાર્થો તમારી ઉધરસનો વધારી શકે છે. ડોક્ટર પણ ઉધરસ માં તળેલો ખોરાક ન ખાવાની સલાહ આપે છે. તેને ખાવાથી તમને ભારેપણા નો અનુભવ થશે. ઉધરસ માં ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાય અને જંક ફૂડ થી દૂર રહો

૪. જ્યુસ

શરદી ઉધરસ ની સમસ્યામાં બંધ ડબ્બા નું જ્યુસ ન પીવું. તેમાં શુગરની માત્રા વધુ હોય છે, જે રોગો સામે લડવા માટે શ્વેત રક્તકણો ની ક્ષમતાને વધુ ઓછી કરી શકે છે. જ્યુસમાં રહેલું એસિડ ઉધરસમાં તમારા ગળાની ખારાશ ને વધારી શકે છે.

૫. ઠંડી વસ્તુઓ ન ખાવી

ઠંડી વસ્તુઓ શરદી ઉધરસ ની સમસ્યાઓને ઉશ્કેરી શકે છે. ઉધરસ થી પીડાતા લોકોને સંપૂર્ણ રીતે સાજા થાય ત્યાં સુધી આ વસ્તુઓથી બચવાની સલાહ આપે છે. ખરેખર, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થ શ્વાસ બહાર સુકપણા નું કારણ બને છે.

૬. માખણ ન ખાવું

શરદી ઉધરસ થી પરેશાન થતાં લોકોએ આ સારું ન થાય ત્યાં સુધી માખણ ન ખાવું જોઈએ. માખણ માં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી તે ઉધરસ ને વધારે છે. તેથી ઉધરસમાં તેનું સેવન ન કરવું એ જ શ્રેષ્ઠ છે.

Image by Steve Buissinne from Pixabay

૭.કેળા

ઘણા લોકો શરદી ઉધરસ માં કેળા ખાવાનું બંધ કરી દે છે. તેને લાગે છે કે તેનાથી શરીરમાં કફ વધે છે જેનાથી ઉધરસ લાંબા સમય પછી સારી થાય છે. તેથી બને તો શરદી ઉધરસ માં કેળા ખાવાનું બંધ કરવું કેમ કે કેળાં એક ઠંડુ ફળ ગણી શકાઈ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

3 thoughts on “શરદી ઉધરસ માં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? આ ૭ વસ્તુઓ એવી છે કે જેનાથી તમે શરદી ઉધરસ થી છુટકારો મેળવી શકો છો, તો જાણીએ તેના વિશે”

Leave a Comment