હાર્ટ એટેક જ્યારે કોઈને આવી રહ્યો હોય ત્યારે તમારે શું કરવું જોઈએ….વાંચો જાણવા જેવી માહિતી.

Image Source

જીવનમાં ઘણી વખત એવો સમય પણ આવી જતો હોય છે. કે જેના વીશે આપણે કલ્પના પણ ન કરી હોય. આજે અમે તમને હાર્ટ એટેક વીશે વાત કરવાના છે. મોટા ભાગના કેસમાં એવું થતું હોય છે કે જ્યારે કોઈને હાર્ટ એટેક આવી રહ્યો હોય ત્યારે પરિસ્થિતી ગંભીર થઈ જાય છે. આસપાસના લોકો ગભરાઈ જતા હોય છે. પરંતુ આવા સમયે આપણે હિંમત રાખવી જરૂરી છે. કારણકે તમે તે સમયે દર્દીની મદદ કરશો તો તેનો જીવ બચી શકે છે.

શ્વાસ લેવામાં સમસ્યા, છાતીમાં દુખાવો, બેભાન થઈ જવું, થાક લાગવો, ઉલ્ટી થવી આ બધા હાર્ટ એટેકના લક્ષણો છે. પરંતુ અમુક સમય સુધી જો દર્દીને આપણે સંભાળી લઈએ તો તેનો જીવ આપણે બચાવી શકીએ છે. જેના વીશે આજે અમે તમને માહિતી આપીશું

Image Source

  • જો તમે કોઈ વ્યક્તિમાં બેચેની જોવા મળે તેને પરસેવો અને ગભરામણ થતી હોય તો તમારે રાહ જોયા વગર મેડિકલ સેવાને ફોન કરવો જોઈએ
  • મેડિકલ સેવા આવામાં થોડીક મીનીટોનો સમય લાગી શકો છે. જેથી તેવા સમયે તમારે થોડીક તૈયારીઓ દાખવવી જોઈએ
  • જો સ્થળ પર બે વ્યક્તિ હાજર હોય તો એક વ્યક્તિએ કાર્ડિયોપલ્મોનરી રેસ્યૂસિએશન શરૂ કરી દેવું જોઈએ અને બીજા વ્યક્તિએ મદદ કરવી જોઈએ
  • જો શક્ય બને તો ઓટોમેટેડ એક્સટર્નલ ડેફિબ્રિલેટરનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ.
  • ઓટોમેટેડ એક્સટર્નલ ડેફિબ્રિલેટર આપણા દેશમાં ઉપલ્બ્ધ નથી. પરંતુ સાર્વજનીક સ્થાનો પર તેની ઉપલબ્ધતા વીશે જોર આપવામાં આવી રહ્યું છે
  • આપણા ત્યા એવી માન્યતા છે કે દર્દીના શરીર પર મોઢા દ્વારા તેને શ્વાસ આપવામાં આવે છે. પરંતુ આ વસ્તુ કરવું મુશ્કેલ છે કારણકે આને ખોટી રીતે કરવાથી નુકશાન પણ થઈ શકે છે.

આ બધી વાતોને ધ્યાનમાં રાખતા ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ હવે હોસ્પિટલની બહાર સામાન્ય લોકોને કપ્રેશન ઓલી લાઈફ સપોર્ટની સલાહ આપે છે. હાર્ટ એટેક સમયે દર્દીની છાતી પર ભાર આપીને તેને જલ્દીથી જલ્દી હોસ્પિટલ પહોચાડવો જરૂરી છે. આ વસ્તુ પરિવારના સભ્યો પણ કરી શકે છે.

હાર્ટ ફરીથી કામ કરે તેના માટે ચેસ્ટ ક્પ્રેશન ઘણું જરૂરી છે. બંને બાથ વડે દર્દીની છાતી પર 30 વખત ચેસ્ટ કંપ્રેશનનાં પાંચ રાઉન્ડ આપવામાં આવે છે. ચેસ્ટ કંપ્રેશન અસરદાર હોવું જોઈએ . જ્યા સુધી તેની અસર જોવા ન મળે ત્યા સુધી તેને કરવું જોઈએ

  • મદદ કરવા વાળો વ્યક્તિ સામે હોવો જોઈએ દર્દીના બિલકુલ સામે તેમા ખભા થપથપાવીને જોરથી તેને પુછવું જોઈએ કે શું તમે ઠીક છો. એવી ભાષા વાપરવી જોઈએ કે જે દર્દી સમજી શકે
  • દર્દીને હલાનો ન જોઈએ, સાથેજ તેને ગળાના ભાગે પણ ઝટકો ન આપવો, કારણકે આવી પરિસ્થિતીમાં દર્દીને વધારે નુકશાન થઈ શકે છે.
  • જો દર્દી જવાબ નથી આપી રહ્યો તો મદદ કરવા વાળાએ દર્દી શ્વાસ લઈ શકે તેવો રસ્તો શોધવો જોઈએ.
  • બંને હાથ વડે તેના ચેસ્ટ પર 30 વખત ચેસ્ટ કંપ્રેશનના પાંચ રાઉન્ડ કરવા જોઈએ.
  • ચેસ્ટ કંપ્રેશનના દરેક રાઉન્ડ બાદ મોઢા વડે દર્દીને શ્વાસ આપવો જોઈએ
  • જો દર્દી પ્રતિક્રીયા આપે પછી ચેસ્ટ કંપ્રેશન તમારે ન કરવું જોઈએ. આવા દર્દી પર તમારે ધ્યાન આપીને તેને જલ્દીથી હોસ્પિટલ પહોચાડવો જોઈએ

જો દર્દી કોઈ પ્રતિક્રિયા નથી આપી રહ્યો તો દર્દીને કાર્ડિયોપ્લોનરી એરેસ્ટ થઈ શકે છે. જેથી તેને જલ્દીથી મદદની જરૂર છે. પરંતુ એમ્બ્યુલન્સ ન આવે ત્યા સુધી તમારે  ચેસ્ટ કંપ્રેશન કરતા રહેવું જોઈએ. જેથી તેના શરીર પર તે અસર કરી શકે

ઉલ્લેખનીય છે કે હાર્ટએટેક શરૂઆતમાં તમને ખ્યાલ આવી જાય તો ચેસ્ટ કંપ્રેશન તમારે શરૂ કરી દેવું જોઈએ. દર્દી જલ્દીથી હોસ્પિટલ પહોચે તે પહેલા જરૂરી છે. કારણકે આવું કરવાથી દર્દીનો જીવ બચી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment