રાતનું ડિનર કેટલા વાગ્યા સુધી કરવું યોગ્ય હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે, એક્સપર્ટ પાસેથી જાણો

ડિનર ને લઈને ઘણા બધા એક્સપર્ટના અલગ અલગ વિચારો હોય છે, અને આ વિચારો અને રૂલ્સ ડાયટને પ્રતિ સજાગ લોકોને ખૂબ જ ભ્રમિત કરે છે. રાતનું ભોજન બાકી ભોજન જેટલું જ જરૂરી હોય છે, અને કોઈ પણ ભોજનને અવગણવાથી ક્યારેય કંઈ જ સારું થતું નથી. તો આપણે પણ આપણું ભોજન યોગ્ય સમય ઉપર કરીએ છીએ તો તેનાથી આપણું ચયાપચય યોગ્ય રીતે કામ કરે છે, અને આપણા ભોજનના સમયને શરીરની પ્રાકૃતિક ઘડિયાળના નજીક રાખવો સ્વાસ્થ્ય માટે હંમેશા ફાયદાકારક સાબિત થાય છે.

1 યોગ્ય સમયે કરો રાતનું ભોજન

રાતનું ભોજન સુવા જવાના ઓછામાં ઓછા બે ત્રણ કલાક પહેલા સમાપ્ત થઈ જવું ખૂબ જ જરૂરી છે, જલ્દી ખાઈ લેવાથી પાચન પ્રક્રિયા ને સંપૂર્ણ સમય મળે છે. અને તેમ કરવાથી તેને એસીડીટીની સમસ્યા હોય છે તે થતી નથી, જો તમે રાતનું ભોજન ખાધા બાદ સામાન્ય ચાલી રહ્યા છો તો સમજો કે તમને આજે ખૂબ જ સારી ઊંઘ આવશે, કારણ કે હરવા ફરવાથી ઊંઘની ગુણવત્તા ખૂબ જ સારી થાય છે. વ્યસ્ત જીવનશૈલીમાં દિવસભરનો થાક લાગ્યા બાદ રાતનું ભોજન યોગ્ય રીતે કરશો જેમાં સંપૂર્ણ થાળી હશે, પરંતુ તમે રાત્રે ન બરાબર જ ભોજન કરો નહીં તો ગ્લુકોઝ અને ચરબી અને પચવામાં ખૂબ જ તકલીફ થઈ શકે છે.

2 ભોજનને અલગ-અલગ ભાગમાં જ પીરસો

રાત્રિભોજનના ભાગને યોગ્ય રાખવાની સાચી રીત છે, ભોજનને ક્વાર્ટર પ્લેટમાં સર્વ કરો. પ્લેટ નો ¼ ભાગ માં કાર્બ મૂકો, બીજા ભાગમાં ¼ દિન પ્રોટીન હોય અને બીજી અડધી પ્લેટ શાકભાજી થી ભરેલી હોય, તો દરરોજ રાતના ભોજન માં આટલો ભાગ ખાશો તો તમે સ્વસ્થ રહી શકશો, ત્યાં જ દિવસમાં યાદ રાખો કે તમારે આઠથી દસ ગ્લાસ પાણી ચોક્કસ પીવું જોઈએ. આ બધાથી જો તમે પોતાને ઉર્જાવાન અનુભવશો.

3 જો તમે ડાયાબિટીક છો તો

ઇન્સ્યુલિન કાર્યોને બનાવી રાખવા અને સુગર લેવલમાં અચાનક જ ઘટાડો તથા ઉછાળો રોકવા માટે હંમેશા નિર્ધારિત ભોજન સમય ઉપર કરવું ખૂબ જ જરૂરી છે.

4 જો તમે ગર્ભવતી છો તો

દરેક વ્યક્તિ માટે રાતના ભોજનનો નિયમ છે કે પોતાના શરીરને ઘડિયાળ સમજો, ગર્ભાવસ્થામાં પહેલેથી જ પ્રોજેસ્ટેરોન હોર્મોનના પ્રભાવને કારણે પાચન ધીમું થઇ જાય છે, અને થનાર માતા રાતનું ભોજન યોગ્ય સમય પર સમાપ્ત કરી લે તો તેમને ખૂબ જ ફાયદા થાય છે. વિશેષરૂપે છેલ્લા મહિનામાં, કારણ કે તે એસિડિટીને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

Leave a Comment