પૂરતી ઉંઘ ન લેવાથી શરીરને ક્યાં પ્રકારના નુકસાન પહોંચી શકે છે!!! વાંચો તેના વિશે

આજકાલ લોકો ઊંઘને ભૂલીને પોતાના કાર્યોમાં વ્યસ્ત રહે છે કે પછી સ્માર્ટ ફોન મા વ્યસ્ત રહે છે. પોષક તત્વો, ખાદ્ય પદાર્થો અને પાણીની જેમ જ સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. જો પૂરતી ઉંઘ ન લેવામાં આવે, તો ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ફક્ત ગુજરાતીના આ લેખમાં અમે વિસ્તારમાં પૂરતી ઉંઘ ન લેવાના નુકસાન વિશે જણાવી રહ્યા છીએ. અહીં ઓછી ઊંઘ લેવાના નુકસાનની સાથે, એક દિવસમાં કેટલી ઊંઘ લેવી જોઈએ તેની જાણકારી પણ આપવામાં આવી છે.

લેખની શરૂઆત કરીએ પૂરતી ઉંઘ ન લેવાથી થતા નુકશાનની જાણકારી વિશે.

પૂરતી ઉંઘ ન લેવાના નુકસાન

અપૂરતી ઊંઘ કે પછી એમ કહીએ કે પૂરતી ઊંઘ ન લેવાના નુકસાન માનસિક અને શારીરિક રૂપે જોવા મળે છે. અહી અમે પૂરતી ઉંઘ ન લેવાના નુકસાન વિશે જણાવી રહ્યા છીએ.

1. નબળી રોગપ્રતિકારક શક્તિ

માનવામાં આવે છે કે પૂરતી ઉંઘ ન લેવાના કારણે રોગપ્રતિકારક શક્તિ જ નહીં પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઈ શકે છે. એનસીબીઆઈ ની વેબસાઇટ અનુસાર, ઊંઘની ઇમ્યુનોલોજીકલ પ્રોસેસ એટલે કે રોગ પ્રતિકારક શક્તિની પ્રક્રિયા સાથે એક મજબૂત સંબંધ છે. તે કારણે કહેવામાં આવે છે કે જો કોઈ લાંબા સમય સુધી પૂરતી ઉંઘ ન લે તો તેને ઇમ્યુનો ડેફિશિયંસી થઈ શકે છે.

સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ઊંઘ પૂર્ણ ન થવી કે પછી રાત્રે યોગ્ય રીતે ઊંઘ ન આવવી એ તણાવની સ્થિતિ દર્શાવે છે. આવી સ્થિતિમાં ઓછી ઊંઘ અને તણાવ બંને મળીને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડવાનું અને સામાન્ય સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પાડી શકે છે. અભ્યાસો સતત તે દર્શાવે છે કે ઊંઘ આક્રમણ કરતા એન્ટિજેન્સ કાર્ય કરી અનુકૂળ રોગપ્રતિકારક પ્રણાલીને પ્રોત્સાહન આપે છે.

સંશોધનમાં આ વાતનો પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે કે ઓછી ઊંઘ લેતા લોકો પર બિમારીઓને બચાવનારી વેક્સિન પણ યોગ્ય રીતે કાર્ય કરતી નથી. વેક્સિન મૂકાવ્યા પછી પણ રોગથી બચવાને બદલે વ્યક્તિ તે રોગ સામે વધારે સંવેદનશીલ થઈ જાય છે. અભ્યાસ દ્વારા તે જાણવા મળ્યું છે કે ઓછી ઊંઘના કારણે વેક્સિન થી ઇન્ડિયન સિસ્ટમ કાર્યરત થઈ જાય છે, પરંતુ બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણની ક્ષમતા ગુમાવી દે છે.

2. ખરાબ મૂડ

ઓછી ઊંઘ ના નુકશાનમાં ખરાબ મૂડને પણ સામેલ કરી શકાય છે. ખરેખર, ઊંઘની ઉણપ અને ઊંઘની ગુણવત્તાનો સીધો સંબંધ ફક્ત આપણા મગજના કાર્ય સાથે જ નથી, પણ આપણા ઇમોશન્સ એટલે કે લાગણીઓ સાથે પણ હોય છે, જેની આપણા મૂડ પર પણ અસર પડી શકે છે.

સંશોધન મુજબ, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સામાન્ય વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછી સાતથી આઠ કલાકની ઊંઘની જરૂર હોય છે. જો અપૂરતી ઊંઘ હોય, તો મૂડમાં ફેરફાર આવે છે અને વ્યક્તિ ચીડિયું થઈ શકે છે. આ સાથે, તેનથી ચિંતા, હતાશા અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

સંશોધનનું માનીએ, તો ઊંઘની ઉણપ વયસ્કો, કિશોરો અને બાળકોના મૂડને સમાન રીતે અસર કરે છે. મૂડ ખરાબ હોવાના કારણે માનસિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે. તેનાથી ફક્ત આક્રમકતા જ નથી વધતી, પરંતુ ઝડપથી ગુસ્સો પણ આવી શકે છે.

3. પ્રજનન ક્ષમતા

પૂરતી ઉંઘ ન લેવાના નુકસાનો માં એક પ્રજનન ક્ષમતા ઉપર ખરાબ અસર પણ છે. વાસ્તવમાં સતત ઊંઘ ની ઉણપથી શુક્રાણુઓની સંખ્યા અને તેનો જીવંત રહેવાનો દર એટલે કે સર્વાઇવલ રેટ પણ ઓછો થઇ શકે છે. સાથે ઓછી ઊંઘના કારણે એન્ટીસ્પર્મ એન્ટીબોડીનું સ્તર વધે છે, જેનાથી શુક્રાણુઓને વધારે નુકસાન પહોંચે છે. તેનાથી પ્રજનન ક્ષમતા પર પણ અસર પડી શકે છે.

મહિલાઓ પર થયેલા એક અન્ય સંશોધનના આ વાતની પુષ્ટી થઇ છે કે ઊંઘની ઊણપ કે અનિદ્રાની સમસ્યા પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને વધારે અસર કરે છે. વાસ્તવમાં ઊંઘની ઊણપથી મહિલાઓમાં ગર્ભધારણ કરવાની ક્ષમતા અને પ્રજનન હોર્મોન્સ બંને પર અસર પડે છે. સાથે સાથે માસિક ધર્મ, ગર્ભાવસ્થા, રજોનિવૃત્તિ વગેરેને પણ ઓછી ઊંઘ નકારાત્મક રૂપે અસર કરી શકે છે.

4. મેદસ્વિતાની સમસ્યા

સતત ઊંઘની ઊણપ કે ખરાબ ઊંઘની ગુણવત્તા ને કારણે મેદસ્વિતાનું જોખમ વધી શકે છે. આ વિષય પર થયેલા એક સંશોધન મુજબ, પાંચ કલાક અથવા તેનાથી ઓછા સમયની ઊંઘ બીએમઆઈ એટલે કે બોડી ફેટ માં વૃદ્ધિ થાય છે. ફક્ત ઓછી ઊંઘ જ નહીં પરંતુ ઊંઘમાં પડતી અડચણને કારણે પણ ભવિષ્યમાં મેદસ્વિતાનું જોખમ રહે છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે ધ્રેલીન એટલે કે ભૂખને વધારનારા હોર્મોન્સ પણ ઊંઘની ઉણપ સાથે વધે છે. એટલું જ નહી, લેપ્ટીન એટલે કે ભોજનની સંતૃપ્તિ નો અહેસાસ કરાવનારા હોર્મોન્સનું સ્તર ઓછી ઊંઘના કારણે ઘટવાનું શરૂ થઈ જાય છે. તેથી રાત્રે વારંવાર ખાવાની ઈચ્છા થાય છે અને શરીરમાં વધારે પડતી કેલેરી જમા થવા લાગે, જેનાથી ચરબી વધી શકે છે. આ કારણે કહેવામાં આવે છે કે ઓછી ઊંઘથી મેદસ્વિતાનુ જોખમ વધે છે.

5. હતાશા

અપૂરતી ઊંઘ હતાશાની સમસ્યાનું પણ એક કારણ છે. ઊંઘ અને હતાશાને લઈને થયેલા એક સર્વેમાં પણ આ વાતની પુષ્ટિ થાય છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે ઓછી માત્રામાં ઉંઘ લેવાથી 25 થી 38 ટકા સુધી હતાશાનું જોખમ વધી જાય છે. ઓછી ઉંઘના કારણે મૂડ ખરાબ થવાની સંભાવના પણ વધારે થવા લાગે છે, જે હતાશાનું એક લક્ષણ છે. સાથેજ ઉંઘની ખરાબ ગુણવત્તાની સીધી અસર આપણા મસ્તિષ્કની પ્રણાલી પર પણ પડે છે, જેનાથી મૂડ ખરાબ થઈ શકે છે અને હતાશાની સ્થિતિ બની શકે છે.

6. એજીંગની સમસ્યા

એજીંગ એટલે ત્વચા પર ઉંમર કરતાં પેહલા જ વૃદ્ધાવસ્થાના લક્ષણ દેખાવા એ પણ અપૂરતી ઉંઘના કારણે થઈ શકે છે. એક સંશોધન મુજબ, ઉંઘમાં ઉણપ થવાને કારણે ફાઈન લાઇન્સ, અસમાન પિગમેંટેશન અને ત્વચાની સ્થિતિસ્થાપકતા માં ઉણપ આવી શકે છે. સંશોધનમાં પણ આ વાતની પુષ્ટિ થાય છે કે અપૂરતી ઉંઘ લેનારા વ્યક્તિ વધારે થાકેલા જોવા મળે છે. તેના પોપચાં નમેલા, આંખો લાલ અને સોજેલી જોવા મળે છે. સાથેજ આંખોની નીચે કાળા ઘેરા, ત્વચા પીળી અને વધારે કરચલીઓ જોવા મળે છે.

7. બ્લડ પ્રેશરની સમસ્યા

ઉંઘની ઉણપ અને ઓછી ઉંઘના સમયગાળાને કારણે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે. તેના પર થયેલા એક સંશોધનમા જાણ થઈ છે કે ઉંઘની ઉણપ, ઓછી ઉંઘનો સમયગાળો અને ઉંઘની ખરાબ ગુણવત્તા આ દરેક હાઈ બ્લડપ્રેશર સાથે સંબંધિત છે. ઉંઘની ઉણપ અથવા ઉંઘની ગુણવત્તામાં બદલાવ એક ન્યૂરોબાયોલોજીકલ અને શારીરિક તણાવ રૂપે કામ કરે છે, જે માથાના કાર્યને બગાડે છે. તેનાથી હાયપરટેંશન એટલે બ્લપ્રેશરની સમસ્યાનું જોખમ પણ વધી શકે છે.

8. કેન્સર

ઓછી ઉંઘ લેવાના નુકશાનમાં કેન્સરને પણ સમાવેશ કરી શકાય છે. એક શોધ મુજબ, ઉંઘનો સમયગાળો ઓછો હોવાથી અથવા ઉંઘની ઉણપ થવા પર કેન્સરના કારણે બનનાર ટયુમરની ગાંઠનું જોખમ વધી શકે છે. જેમાં એન્ટીપ્રોલિફેરેટિવ અસર થાય છે. એન્ટીપ્રોલિફેરેટિવ અસર કેન્સરની કોશિકાઓની ગાંઠને અટકાવવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ ઓછી ઉંઘ લે છે, તો મેલાટોનીનના સ્તર પર અસર થાય છે અને કેન્સરનું જોખમ વધી શકે છે.

9. પાચનની સમસ્યા

ઉંઘની ખરાબ ગુણવત્તા ફક્ત વ્યક્તિને માનસિક રૂપે જ અસર કરતી નથી, પરંતુ તેની અસર પાચનને લગતા વિકાર રૂપે પણ જોવા મળી શકે છે. આ સંશોધનમાં તે વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે ઉંઘમા ખલેલ પાચન સંબંધિત વિકૃતિઓ તેમજ ઘણા પ્રકારના આંતરડા સંબંધી વિકૃતિઓ પેદા કરે છે. આ વિકૃતિઓમાં જઠરાંત્રિય વિકૃતિઓ નો સમાવેશ થાય છે જેમકે એસિડ, પેપ્ટીક રોગ, આંતરડામાં સોજા, લીવર સબંધી રોગ, વગેરે શામેલ છે.

આ ઉપરાંત પેટના ઉપરના ભાગમાં દુખાવો, છાતીમાં બળતરા, વધારે ભૂખ લાગવી અથવા પેટ ફૂલવું, ઊબકા , ઉલટી અને ગેસ્ટ્રીક એસિડની સમસ્યા પણ ઉંઘની ઉણપનું કારણ હોઈ શકે છે. તેટલું જ નહિ, ખરાબ ઉંઘ જઠરાંત્રિય વિકૃતિઓના લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે, જે જીવનની ગુણવતા પર અસર કરે છે.

તમારે કેટલી ઉંઘની જરૂર હોય છે

એક સ્વસ્થ બાળકથી લઈને વૃદ્ધને ચોવીસ કલાકમાં અલગ અલગ ઉંઘના સમયગાળાની જરૂર હોય છે.

  • નવજાતને 16 થી 18 કલાકની ઉંઘ લેવી જોઈએ.
  • બાળક માટે 10 થી 12 કલાકની ઉંઘ લેવી જરૂરી છે.
  • કિશોરોને 8 થી 10 કલાકની ઉંઘ લેવી અનિવાર્ય છે.
  • વૃદ્ધોને દિવસમાં 7 થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ.

ખાણીપીણી અને વ્યાયામ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, પરંતુ આ દરેકની સાથે પૂરતી ઉંઘ લેવી પણ સ્વસ્થ જીવનશૈલીનો એક મહત્વનો ભાગ છે. તેના વિશે કરવામાં આવેલી થોડી લાપરવાહી પણ ભવિષ્યમાં બીમારીનું રૂપ લઈ શકે છે. અમે ઉપર જણાવી ચૂક્યા છીએ કે પૂરતી ઉંઘ ન લેવાથી સમય કરતાં વેહલા વૃધ્ધાવસ્થા આવી શકે છે. બસ તો પૂરી ઉંઘ લઈને પોતાને બીમારીઓથી દુર, યુવાન અને ફ્રેશ રાખો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment