વ્યાયામ ફક્ત આપણને સ્વસ્થ રાખતું નથી, પરંતુ ઘણી બીમારીઓથી પણ બચાવવામાં મદદ કરી શકે છે. પરંતુ, ઘણા લોકોને આ બાબત વિશે શંકા રહે છે કે અંતે વ્યાયામ કરવાનો યોગ્ય સમય કયો છે. જો તમે પણ આ મુશ્કેલીમાં છો તો ફક્ત ગુજરાતીનો આ લેખ તમારી આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. અહી અમે કસરત કરવાનો યોગ્ય સમય તો જણાવીશું જ સાથે તેના ફાયદાઓ પણ તમને જણાવીશું.
કસરત કરવાનો સૌથી યોગ્ય સમય ક્યો છે?
નિયમિત રૂપે વ્યાયામ કરવો ઘણા પ્રકારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી ફક્ત રોગોથી જ આપણા શરીરની રક્ષા થતી નથી પરંતુ આપણું શરીર પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકે છે. તેમજ, જો વાત કરીએ વ્યાયામ કરવાનો યોગ્ય સમય ક્યો છે તો જણાવી દઈએ કે આ સંબંધે એનસીબીઆઈ ( નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન ) ની વેબસાઈટ પર એક સંશોધનમાં ઉલ્લેખ છે, જેમા સવારે અને સાંજે બંને વ્યાયામ કરવા માટે યોગ્ય સમય જણાવવામાં આવે છે.
તેમજ, મેડલાઈન પ્લસની વેબસાઇટથી જાણકારી મળી છે કે સ્વાસ્થ્ય નિષ્ણાત દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ સુધી વ્યાયામ કરવાની સલાહ આપે છે. તમે ઇચ્છો તો તેને ત્રણ ભાગમાં વેહચીને પણ કરી શકો છો. જેમા સવારના સમયે 10 મિનિટ, બપોરના ભોજન પછી 10 મિનિટ અને પછી સાંજના સમયે 10 મિનિટ નો સમાવેશ છે. લેખમાં આગળ અમે સવાર અને સાંજે વ્યાયામ અથવા યોગ કરવાના ફાયદા વિશે વિસ્તારમાં જણાવ્યું છે.
સવારના સમયે વ્યાયામ કરવાના ફાયદાઓ
સવારના સમયે કરવામાં આવેલ વ્યાયામ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક થઈ શકે છે. તો નીચે ક્રમ મુજબ જાણીએ, સવારના સમયે વ્યાયામ કરવાના ફાયદાઓ:
1. સારી ઉંઘ માટે
ઊંઘની ગુણવત્તા વધારવા માટે સવારના સમયે કરવામાં આવેલ વ્યાયામ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ વિષય સાથે સંબંધિત એક સંશોધનમાં તે વાતની પુષ્ટિ મળે છે કે સવારના સમયે એરોબીક કસરત કરવાથી ઉંઘની ગુણવત્તામાં ઘણો સુધારો થઇ શકે છે.
તેમજ, એક સીડીસી ( સેન્ટર ફોર ડીજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ) ની વેબસાઈટ સાથે પણ આ વાતની જાણકારી મળે છે જે સારી ઊંઘ મેળવવા માટે દિવસમાં વ્યાયામ કરવો ફાયદાકારક થઈ શકે છે. જેમાં દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટની વોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ફક્ત ઉંઘમાં સુધારો કરતો નથી પરંતુ ઉંઘની ગુણવત્તાને પણ વધારી શકે છે.
2. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ સવારના સમયે વ્યાયામ ફાયદાકારક થઈ શકે છે. એનસીબીઆઈની વેબસાઇટ પર પ્રકાશિત શોધ મુજબ સવારના સમયે એરોબિક કસરત કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. વાસ્તવમાં, એરોબિક કસરતથી બ્લપ્રેશરના સ્તરમાં ઉણપ આવી શકે છે જેને પોસ્ટ કસરત હાઈપોટેંશન ( પીઈએચ ) ના રૂપે જાણવામાં આવે છે.
3. એનર્જીને બુસ્ટ કરવા માટે
પોતાને તાજગી સભર બનાવી રાખવા અને એનર્જીને બુસ્ટ કરવા માટે પણ સવારના સમયે વ્યાયામ કરવાના ફાયદા જોવા મળે છે. આ વાતની જાણકારી મેડલાઈન પ્લસની વેબસાઈટ પરથી મળી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સવારના સમયે 30 મિનિટ સુધી વ્યાયામ કરવાથી આખો દિવસ શરીરની ઉર્જા જળવાઈ રહે છે. તેના માટે કસરત રૂપે ચાલવું, દોડવું અથવા તો સ્ટેશનરી સાઇકલનો સહારો લઇ શકો છો.
4. હદયને સ્વસ્થ રાખે
હૃદયને સ્વસ્થ બનાવી રાખવા માટે પણ દરરોજ સવારે વ્યાયામ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં હાઈ બ્લડપ્રેશર હદય રોગનું એક મોટું કારણ માનવમાં આવે છે. જેમકે અમે લેખમાં જણાવ્યું કે એરોબિક કસરત કરવાથી બ્લડ પ્રેશર ને નિયંત્રિત રાખી શકાય છે. આવી સ્થિતિમાં સવારના સમયે વ્યાયામ કરવાથી બ્લપ્રેશરને નિયંત્રિત કરી હદયને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે.
5. સ્નાયુઓની મજબૂતાઇ માટે
સ્નાયુઓની મજબૂતાઇ માટે પણ સવારના સમયે વ્યાયામ કરવો ફાયદાકરક સાબિત થઈ શકે છે. આ વાતની જાણકારી એનસીબીઆઈની વેબસાઇટ પર પ્રકાશિત એક શોધથી થાય છે. આ શોધમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે સવારના સમયે વ્યાયામ કરવાથી સ્નાયુઓના તાકાતમાં સુધારો થઇ શકે છે. તેના આધાર પર તે કેહવુ ખોટું નથી કે સ્નાયુઓની શક્તિ વધારવા માટે સવારની કસરત ફાયદાકરક સાબિત થઈ શકે છે.
લેખમાં આગળ અમે જણાવી રહ્યા છીએ કે સવારના સમયે વ્યાયામ કરવાથી શું નુકશાન થઇ શકે છે.
સવારના સમયે વ્યાયામ કરવાના નુકશાન
સવારના સમયે ફેફસાની કાર્યપ્રણાલી સુસ્ત હોય છે, કેમકે રાત્રે સૂતા પછી વાયુમાર્ગ સંકુચિત થવા લાગે છે. આવી સ્થિતિમાં સવારના સમયે ઊંઘ ઉડવામાં થોડી સમસ્યા થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિને સવારે વેહલા ઊઠવાની ટેવ ન હોય અને તેને કસરત માટે સવારે ઉઠવું પડે છે તો આવી સ્થિતિમાં તેના માટે નુકશાનકારક થઈ શકે છે.
સવારે સૂઈને ઉઠ્યા બાદ સ્નાયુઓ થોડી કડક રહે છે, જેના કારણે વ્યાયામ કરવામાં થોડી સમસ્યા થઈ શકે છે. આ કારણે કસરત શરૂ કરતા પેહલા હળવું ખેંચાણ અથવા તો ઊંડા શ્વાસ લેવાની સલાહ આપવામાં આવે છે, જેથી લોહીનો પ્રવાહ યોગ્ય થઈ શકે.
આ ઉપરાંત, જો નાસ્તો કરતા પેહલા વ્યાયામ કરો છો તો તેનાથી થાકનો અનુભવ થઈ શકે છે.
સાંજના સમયે વ્યાયામ કરવાના ફાયદા
સવારની જેમ સાંજના સમયે પણ વ્યાયામ કરવાના ફાયદા ઘણા બધા છે. લેખના આ ભાગમાં અમે સાંજના સમયે વ્યાયામ કરવાના ફાયદાઓ વિશે વિસ્તારમાં જણાવી રહ્યા છીએ:
1. માનસિક સ્વાસ્થ્ય માટે
સવારની જેમ જ સાંજના સમયે કરવામાં આવેલ વ્યાયામ પણ ઘણા પ્રકારે ફાયદો પહોચાડી શકે છે. એક સંશોધનમાં જાણકારી મળે છે કે દરરોજ વ્યાયામ કરવાથી માનસિક સ્વાસ્થ્ય અને મનની સ્થિતિમાં સુધારો થઇ શકે છે. તેટલું જ નહિ, કસરત કરવાથી ચિંતા અને હતાશાની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. સાથેજ તે લોહીના સંચારમાં સુધારો કરી શકાય છે. આવી સ્થિતિમાં તે માની શકાય છે કે મેન્ટલ હેલ્થ માટે સાંજના સમયે કસરત કરવી ફાયદાકરક સાબિત થઈ શકે છે.
2. શારીરિક ક્ષમતાને વધારે છે
સ્નાયુઓની સાથેજ શરીરને પણ તાકાત પ્રદાન કરવા માટે સહનશક્તિ વધારવા માટે સાંજે વ્યાયામ ફાયદાકારક થઈ શકે છે. સંશોધન મુજબ સંપૂર્ણ સાયકલિંગ દરમિયાન પુરુષોની એંડયુરેંસ એટલે કે સહનશકિત મા સવારની સરખામણીમાં સાંજના સમયે ઘણો વધારે હોય. તેના આધારે અમે કહી શકીએ છીએ કે સાંજે વ્યાયામ કરવો શારીરિક ક્ષમતાને વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
3. ધૂમ્રપાન છોડાવવા માટે
ધૂમ્રપાનની આદત છોડાવવા માટે પણ વ્યાયામ કરવો ફાયદાકારક થઈ શકે છે. એનસીબીઆઈ ની વેબસાઈટ પર પ્રકાશિત એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, વ્યાયામ સિગારેટની ટેવને ઓછી કરી શકે છે. સાથેજ તેના લક્ષણો જેમકે ખરાબ મૂડ, ડિપ્રેશન, ચિંતા વગેરેને દૂર કરવામાં મદદ પણ કરી શકે છે. આ ઉપરાંત, વ્યાયામ તે લોકોના સ્વાસ્થ્યને સારું બનાવવામાં પણ મદદ કરી શકે છે, જેને ધૂમ્રપાનના કારણે ફેફસાની સમસ્યા છે. આવી સ્થિતિમાં તે માની શકાય છે કે ધૂમ્રપાન છોડવા માટે સાંજના સમયે કસરત કરવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
4. હાડકાને મજબૂત બનાવવા માટે
સાંજના સમયે વ્યાયામ કરવાના ફાયદામાં હાડકાની મજબૂતીનો પણ સમાવેશ કરી શકાય છે. જણાવી દઈએ કે નિયમિત રૂપે વ્યાયામ કરવું ફક્ત હાડકાને જ સ્વસ્થ રાખતા નથી, પરંતુ ઓસ્ટીયોપોરોસીસની સમસ્યાથી પણ બચાવી શકાય છે. સાથેજ તે સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. તેના આધાર પર કહી શકાય છે કે જો નિયમિત રૂપે સાંજના સમયે વ્યાયામ કરવામાં આવે તો તેનાથી હાડકા મજબૂત બની શકે છે.
5. ડાયાબિટીસ માં મદદરૂપ
ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રિત કરવા માટે પણ સાંજના સમયે કરવામાં આવેલ વ્યાયામ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંશોધન મુજબ સાંજે એરોબિક આધારિત વ્યાયામ ગ્લાઈસેમિક નિયંત્રણમાં સુધારો કરી શકાય છે, જે ડાયાબિટીસને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ કારણ છે કે ડાયાબિટીસની સમસ્યામાં સાંજના સમયે વ્યાયામ કરવો ફાયદાકરક માનવામાં આવે છે.
સાંજના સમયે વ્યાયામના ફાયદાઓ પછી નીચે જાણીએ, કે સાંજે વ્યાયામ કરવાથી શું નુકશાન થઈ શકે છે.
સાંજના સમયે વ્યાયામ કરવાના નુકશાન
સાંજના સમયે વ્યાયામ કરવાના ફાયદા જાણ્યા પછી તે જાણવું પણ જરૂરી છે કે જો આ સમયે વ્યાયામ કરો છો તો કઈ નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.
સૂવાના થોડા સમય પેહલા વ્યાયામ કરવાથી ઉંઘની ગુણવત્તા બગડી શકે છે, આ કારણે સૂવામાં સમસ્યા થઈ શકે છે.
કસરત પછી, તાપમાન, ચયાપચય અને હદય ગતિ વધી જાય છે, જેનાથી શરીરને તરત આરામ મળી શકતો નથી. તેથી સૂતા પેહલા હળવું ખેંચાણ કરવાની સલાહ આપવામાં આવે છે.
સાંજની કસરતનું એક નુકશાન એ પણ છે કે સવારના સમયે સાંજના વ્યાયામનો વિકલ્પ ખૂબ ઓછો હોય છે. ઉદાહરણ તરીકે, સાંજે જોગિંગ માટે લાંબા સમય સુધી પાર્ક ખુલ્લા રહેતા નથી, જીમમાં પણ ભીડ જોવા મળે છે વગેરે.
આ ઉપરાંત, સાંજની કસરતને લોકો દિવસભરના થાકનું બહાનું આપીને સરળતાથી ટાળી દે છે.
આ લેખને વાંચ્યા પછી વ્યાયામ કરવાનો યોગ્ય સમય તો તમને ખબર તો હશે જ. આવી સ્થિતિમાં જ્યારે ઇચ્છો ત્યારે તમારી સુવિધા મુજબ, કસરતને તમારા દરરોજનાં રૂટિનમાં સમાવેશ કરી શકાય છે. ઇચ્છો તો તમારા ડોક્ટર પાસે કસરત કરવાની સાચી સલાહ લઈ શકો છો અને પછી તેને તમારા જીવનશૈલીમાં સમાવેશ કરી પોતાને તંદુરસ્ત રાખી શકાય છે. ફિટનેસ પર આધારિત આવાજ લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team