ગામને મુખ્ય રૂપથી પીછડો વિસ્તાર માનવામાં આવે છે અને ત્યાં જ શહેરને વિકસિત વિસ્તાર. ગામ અને શહેરના જીવનમાં ઘણું જ અંતર છે. બંને તેના જીવનને એક અલગ રૂપથી જ પ્રસ્તુત કરે છે. ગામમાં ભોજન અને કપડા બને છે ત્યાં જ શહેરમાં જ્ઞાન અને વિજ્ઞાન વિકસિત થાય છે.
ઘણા લોકોનું એવું માનવું છે કે ગામનું જીવન શહેરના મુકાબલે ઘણું ખરાબ છે. જો કે હકીકત એ છે કે પાછલા ઘણા સમયમાં ગામ અને શહેર વચ્ચે ઘણું અંતર વધી ગયું છે, પરંતુ હજુ પણ ઘણા મામલાઓમાં ગામ શહેરથી આગળ છે. આજે આ લેખ દ્વારા અમે તમને ગામ અને શહેર વચ્ચેના અંતર વિષે જણાવીશું.
ગામનું જીવન –
- ગામનું જીવન બિલકુલ સાધારણ અને સીધું હોઈ છે. ગામમાં કોઈ પણ પ્રકારની ભીડ અથવા જલ્દબાજી થતી નથી, ચારે બાજુ શાંતિ જ રહે છે.
- જો સાધારણ લોકોની વાત કરીએ તો ગામના લોકોને શુદ્ધ વાયુ મળે છે. તેના સિવાય અહીના લોકોને સાફ પાણી અને શુદ્ધ ભોજન અને શાકભાજીઓ મળે છે.
- ગામમાં રહેવાથી ઘણી નુકશાનીઓ પણ છે. ગામમાં લોકોને ઘણી સેવાઓ મળી નથી શકતી. જેમકે ગામમાં ડોક્ટર આસાનીથી ઉપલબ્ધ નથી હોતા. જેથી અહીના લોકો બીમારીના કારણે જલ્દી મૃત્યુ પામે છે.
- આ સિવાય ગામમાં અભ્યાસને લઈ પણ સમસ્યા છે. ઘણા ઓછા લોકો ગામમાં ભણેલા ગણેલા હોઈ છે. જે થોડું ભણેલા ગણેલા હોઈ એ શહેરમાં ચાલ્યા જાય છે.
- ગામના લોકો અંધવિશ્વાસમાં ખુબ વિશ્વાસ રાખે છે.
શહેરી જીવન –
- શહેર એક પ્રકારે વિકસિત અને જગમગતું પ્રતીત થાય છે. શહેરમાં ઉંચી ઈમારતો, લાંબી સડકો, શોપિંગ મોલ, લાઈટ વગેરે હોઈ છે.
- શહેરના લોકો ભણેલા ગણેલા હોઈ છે અને બાળકોને ભણવા સારી સારી સ્કૂલો અને કોલેજ હોઈ છે.
- શહેરોમાં મોટી મોટી હોસ્પિટલો અને બીજી સેવાઓ આસાનીથી મળી રહે છે. આ ઉપરાંત શહેરમાં રહેવાના કેટલાક નુકશાન પણ છે.
- ખાસ કરી શહેરમાં પ્રદુષણ ખુબ હોઈ છે. આ કારણે અહીની વાયુ અને પાણી દુષિત થઈ જાય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ હાનીકારક હોઈ છે.
- શહેરમાં ગરીબ વ્યક્તિ રહી નથી શકતો કેમકે અહી મોંઘવારી ઘણી રહે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team