શું છે નિર્જળા એકાદશી? આવો જાણીએ આ વ્રતના મહિમા વિશે

ભીમ અગીયારસનું પર્વ બધી જ એકાદશીમાં વિશેષ મહત્વ ધરાવે છે. લોકો આ તહેવારનું ધાર્મિક તેમજ સામાજીક દ્રષ્ટીએ પણ મહત્વ છે. પહેલાના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં બેન દીકરીઓ ભીમ અગીયારસ કરવા પીયરમાં તેડાવવામાં આવતી. રાસ ગરબા ભજન કીર્તનની રમઝટ બોલતી. ભીમ અગીયારસના દિવસે ખેડૂતો વાવણી કરે છે અને પોતાના ઓજારોની પુજા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવાથી લાભ મળે છે અને ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવામાં પણ આવે છે.

image source

જયેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી સૌથી વધારે પુણ્યદાયક હોય છે કારણ કે, આ વ્રત કરવાથી વર્ષભરની 26 એકાદશીઓના વ્રતના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ વખતે આ એકાદશી 2 જૂન એટલે કે આજે છે. આ વ્રત માં જળ પણ ગ્રહણ કરવામાં આવતું નથી માટે જ તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.

image source

પાંડવોના ભાઈ ભીમસેને આ એકાદશીનું વ્રત કર્યું હતું એટલે તેને ભીમસેની અથવા તો પાંડવા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. અન્ય એકાદશીઓમાં અન્નનું સેવન કરવામાં નથી આવતું, પરંતુ આ એકાદશી એવી છે કે જેમાં જળનું સેવન કરવું પણ નિષેધ છે. એટલે કે આ વ્રત કરવું એ કઠોર તપસ્યા કે સાધનાનું પ્રતીક માનવામાં આવે છે. આ વ્રતમાં એકાદશીના સૂર્યોદય પહેલા અને દ્વાદશીના સૂર્યાસ્ત સુધી જળ પણ ગ્રહણ નહીં કરવાનું વિધાન છે. આ વ્રતમાં જળમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન ધૂપ-દીપ તમામ વિધિવિધાન સાથે કરવામાં આવે છે.

image source

આ વ્રતમાં પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન,જળ, વસ્ત્ર, છત્રી, જળથી ભરેલો માટીનો કળશ, હાથ નો પંખો, વીજળીનો પંખો, સરબતની બોટલો, કેરી તરબૂચ તથા અન્ય ઋતુ અનુસાર ફળફળાદી, દાન-દક્ષિણા દેવાનો શાસ્ત્ર અનુસાર વિધાન છે. આ ઉપરાંત મુસાફરો માટે સાર્વજનિક સ્થળ ઠંડા કે મીઠા પાણીના કુંજા કે માટલા લગાવવા ભૂખ્યાને જમાડવા વગેરે અતિ પુણ્ય ફળ આપનાર માનવામાં આવે છે. વ્રતનું પારણા બ્રાહ્મણોને યથાશક્તિ મીઠાઈ, અન્ન-વસ્ત્ર, ચપ્પલ તેમજ ગાય વગેરે વસ્તુઓ દક્ષિણા સહિત દાનમાં આપવામાં આવ્યા બાદ કરવામાં આવે છે.

image source

પદ્મપુરાણ અનુસાર નિર્જળા એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે અનેક રોગોમાંથી નિવૃત્તિ તેમજ સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ વ્રતના પ્રભાવથી ચતુર્દશી યુદ્ધમાં પર સૂર્ય ગ્રહણ સમયે શોધ કરી મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ આ વ્રતની મહિમા સાંભળી કોઈ પણ મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment