રોટલીઅને ભાત બંને જ ભારતીય લોકો નો આહાર નો અહેમ હિસ્સો છે. એમ કહો કે મૂળ આધાર છે. પછી ભલે એ દિવસ નું જમણ હોય, રાત નું ડિનર હોય કે પછી બ્રેક ફાસ્ટ માં બટેકા, પનીર ના ગરમ ગરમ પરાઠા- રોટલી અને ભાત સિવાય ઇંડિયન નું જમણ અધૂરું છે. કારણકે દાળ અને શાક ને આપણે ખાઈશું શેની સાથે?આપણી પસંદ અનુસાર રોટલી કે ભાત સાથે અથવા તો પરાઠા સાથે. હવે આજ કાલ લોકો માં વજન ઘટાડવા માંટે ની જે જાણકારી છે તે પ્રમાણે લોકો તેને ખાધ્ય પદાર્થ ઓછો અને કાર્બોહાયડ્રેટ ની દ્રષ્ટિ એ વધુ જોવે છે.
વેટ લોસ ડાયટ થી લોકો કાર્બ્સ ને કરે છે દૂર
આજ કારણ છે કે જ્યારે આપણે વેટ લોસ ની વાત કરીએ છીએ ત્યારે આપણે ડાયટ માંથી કાર્બોહાયડ્રેટ ને દૂર જ કરી દઈએ છીએ. ઘણા લોકો રોટલી અને ભાત ખાવાનું જ બધ કરી દે છે. એવું સમજે છે કે ભાત ખાવાથી વજન વધે છે. એટલે તેઓ રોટલી ખાય છે અને ભાત નથી ખાતા. પણ વજન ઘટાડવા માંટે શું ખાવું રોટલી કે ભાત?ન્યુટ્રીશન આકાંક્ષા મિશ્રા સાચી જાણકારી આપી અને કહ્યું કે વજન ઘટાડવાની સાચી રીત કઈ છે.
રોટલી અને ભાત માં કાર્બસ એક સમાન
- રોટલી અને ભાત માં એ સમાન જ કાર્બસ હોય છે.
- 100 gm લોટ માં,
- કાર્બોહાયડ્રેટ -70 gm
- પ્રોટીન-13 gm
- ફાઇબર- 10.7 gm
- ફેટ-2.5 gm
- કેલેરી- 340
100 gm ભાત માં,
- કાર્બોહાયડ્રેટ -78 gm
- પ્રોટીન-6.8 gm
- ફાઇબર- 0.7 gm
- ફેટ-0.5 gm
- કેલેરી- 130
તમે જોઈ શકો છો કે રોટલી અને કાર્બસ માં સમાન માત્રા માં કાર્બસ હોય છે. રોટલી માં પ્રોટીન અને ફાઇબર ની માત્રા ચોખા કરતાં વધુ છે. આજ કારણ છે કે રોટલી ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.પણ સ્ટાર્ચ ની માત્રા વધુ હોવાથી ચોખા જલ્દી થી પચી જાય છે અને ભૂખ પણ જલ્દી લાગે છે. જ્યારે તમે જલ્દી અને વધુ ખાશો તો કેલેરી ની માત્રા વધશે અને વજન પણ વધશે.
તમે કેટલું ખાવ છો તેની પર પણ ધ્યાન આપવું જરુરી છે.
એક્સપર્ટ ની માનો તો રોટલી અને ભાત બંને જ વજન ઘટાડવા માંટે જરુરી છે. પણ તમે તેને કેટલી માત્રા માં ખાવ છો અને શેની સાથે ખાવ છો તે વાત નું ધ્યાન રાખવું. એવું તેની માંટે કે તમે રોટલી અને ભાત કોની સાથે ખાવ છો તે મહત્વ નું છે. કેટલાક લોકો ને ચોખા(ભાત) ચાવી ને ખાવાથી પેટ નથી ભરાતું એટલે તેઓ વધુ ચોખા(ભાત) ખાઈ લે છે. એટલે તેમનું વજન વધે છે. એ સિવાય તમે ફક્ત ચોખા(ભાત) જ ખાવ છો અને સાથે પ્રોટીન કે ફાઇબર વળી વસ્તુ નથી ખાતા તો તમારું વજન અવશ્ય જ વધશે.
પણ તમે ચોખા(ભાત) ની માત્રા ઓછી કરી દો અને પ્રોટીન થી ભરપૂર દાળ, વિટામિન, મિનરલ,અને ફાઇબર થી ભરપૂર શાકભાજી નાખવા.(ઉદાહરણ તરીકે સાદો ભાત ન ખાતા તેમા શાકભાજી કે પનીર નાખી ને ખાવ). તો તે પણ વજન ઘટાડવા માં મદદ કરશે.
એવી જ રીતે રોટલી ની વાત કરીએ તો રોટલી ને પચાવું મુશ્કેલ છે. એટલે તેઓ રોટલી ઓછી ખાય છે અને તેમને વજન વધવાની ચિંતા નથી હોતી. પણ રોટલી ખાતા સમયએ તમારે ધ્યાન રાખવું કે તમે કેટલી રોટલી ખાવ છો. રોટલી ને દાળ કે લીલી પાંદડા વાળી શાકભાજી જોડે ખાવી. જેથી તમારા ભોજન માં પ્રોટીન, વિટામિન, અને મિનરલ્સ મળી રહે.
રોટલી અને ચોખા(ભાત) બંને જ ફાયદાકારક છે.
જો તમારું ધ્યેય શરીર થી ફેટ અને ચરબી ઘટાડવાનું છે તો તમે ચોખા(ભાત) ની જગ્યા એ રોટલી નુ સેવન કરો. કારણકે રોટલી માં પ્રોટીન અને ફાઇબર હોવાથી પેટ ભરેલું લાગે છે અને ભૂખ પણ લાગતી નથી. સાથે જ રોટલી માં રહેલ પ્રોટીન મેટાબોલીસમ ને પણ વધારે છે. પણ જો તમે વેટ લોસ ની સાથે મસલ્સ પણ બનાવા માંગો છો તો ચોખા(ભાત) એક બેસ્ટ ઓપ્શન છે. કારણકે મસલ્સ બનાવા માંટે અધિક કેલેરી ઇન્ટેક ની સાથે જ એવી વસ્તુ ખાવામાં આવે છે. અને તે જલ્દી થી પચી પણ જાય.
ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે અને તમારે આનું પાલન કરવું હોય તો કરી શકો છો પરંતુ એ પેહલા તમે ડાયટીશીયન ની સલાહ આવશ્યક છે…
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author :FaktGujarati Team