જો તમે મેકઅપ દૂર કર્યા વગર સૂઈ જાવ છો? તો તેની તમારી ત્વચા ઉપર પડે છે ખરાબ અસર

Image Source

શું તમે પણ ક્યારેક ક્યારેક મેકઅપ દૂર કર્યા વગર જ સુઈ જાવ છો? એક્સપર્ટ જણાવે છે કે આમ કરવાથી તમારી ત્વચાને નુકસાન પહોંચી શકે છે.

આજકાલની ભાગદોડની જિંદગીમાં આપણે ઘણી વસ્તુઓ યાદ રાખવાના ચકકરમાં અમુક વસ્તુઓ ભૂલી જઈએ છીએ. બીજી વસ્તુ હોય તો આપણે મેનેજ કરી શકીએ છીએ પરંતુ આપણે મેકઅપ દૂર કરવાનો ભૂલી જઈએ છીએ તો તેમાંથી તમારી ત્વચાને ખૂબ નુકસાન પહોંચી શકે છે. મેકઅપ તમને ખૂબસૂરત દેખાવ આપે છે. પરંતુ તે તમારી ત્વચાને પ્રભાવિત પણ કરે છે. મેકઅપ પ્રોડકકની જે એક્સપાયરી ડેટ હોય છે તેવી જ રીતે ચહેરા ઉપર મેકઅપ લગાવવાની પણ હોય છે. એટલે જ જો તમે તે સીમાને ક્રોસ કરો છો તો મેકઅપ તમારા ચહેરાની નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે.

ડર્મેટોલૉજિસ્ટ ડૉ દિપાલી ભારદ્વાજ અનુસાર ‘જો તમે મેકઅપ લગાવી રહ્યા છો તો એ વાતનું પણ ધ્યાન રાખો કે તેને વધુ સમય સુધી તમારા ચહેરા ઉપર રહેવા ન દો. પોતાના ચહેરાને યોગ્ય રીતે સાફ કરો અને ત્યારબાદ સુવા જાવ.વધુ સમય સુધી મેકઅપ ત્વચા ઉપર રહી જાય છે તો તમને કરચલીઓ અને ફાઇન લાઇન્સની સમસ્યા થઈ શકે છે અને તમારા છિદ્ર બંધ થઈ શકે છે.તથા ત્વચા પહેલાથી વધુ ડલ થઈ જાય છે.’ તે સિવાય તમારી ત્વચાને નુકસાન પહોંચે છે તે વિશે એક્સપર્ટે આપણને જણાવ્યું

https://images.herzindagi.info/image/2021/Sep/why-you-should-not-sleep-before-removing-makeup.jpg

ઝીણી રેખાઓ અને કરચલીઓ

જો મેકઅપને આપણી ત્વચા પર વધુ સમય સુધી રાખીએ છીએ તો આપણી ત્વચામાંથી ભેજ રોકાઈ જાય છે. જેનાથી આપણી ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે. અને જ્યારે ત્વચા કારણ વગર સુકી થઈ જાય છે તો કરચલી અને ઝીણી રેખાઓ ચહેરા ઉપર જોવા મળે છે તે સિવાય પ્રદૂષિત વાતાવરણ ના રેડિકલ્સને કારણે ત્વચા સૂકી થઈ જવાની એક સમસ્યા વધી જાય છે જે કોલેજન નું ઉત્પાદન ઓછું કરે છે. અને તેના કારણે સ્કિન ડૅમેજ થઈ શકે છે. 

છિદ્રો બંધ થઇ જવા

મેકઅપ લગાવીને સૂઈ ગયા બાદ સૌથી વધુ અસર છિદ્ર ઉપર પડે છે કારણ કે ઘણા બધા મેકઅપ પ્રોડક્ટ માટે સિલિકોન અને અન્ય કેમિકલ જોવા મળે છે. જો તમારા છિદ્ર બંધ થવાના કારણો ઉપસ્થિત થાય છે ત્યાં અમુક પ્રોડક્ટમાં ડાઈ અને પર્ફ્યુમ આપણા સ્કિનની હેલ્થ માટે યોગ્ય રહેતા નથી.તેમાંથી વધારાનું તેલ અને ગંદકી જમા થાય છે અને છિદ્ર બંધ થઈ જાય છે તથા તે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને એકને બ્રેકઆઉટ નું કારણ પણ બને છે. તેથી ઊંઘતા પહેલા મેકઅપ દૂર કર્યા બાદ યોગ્ય ક્લિનરથી ધોવું ખૂબ જ જરૂરી છે.

Image Source

નિર્જીવ ત્વચા

જ્યારે તમે મેકઅપ નું એક લેયર ચહેરા પર લગાવીને સુઈ જાવ છો તો તમારી ત્વચા શ્વાસ લઈ શકતી નથી. ફાઉન્ડેશન, પ્રાઇમર,કનસીલર જેવા પ્રોડક્ટ તમારા છિદ્રોને બંધ કરી નાખે છે. જેનાથી ધૂળ માટી અને ગંદકી હોય તે મેકઅપની સાથે તમારા ચહેરા ઉપર લાગી જાય છે અને તમારી ત્વચાનો નેચરલ ઓઇલ આ ગંદકી સાથે ઉમેરાઈ ને જમા થઇ જાય છે. અને ત્વચા ઉપર મોઈશ્ચરાઈઝર ઓછું થઈ જાય છે.

Image Source

પાંપણ તૂટવા લાગે છે

તમે આઈલાઈનર, આઈશેડો, મસ્કરા દરેક વસ્તુ લગાવતા હશો અને જ્યારે તેને સાફ કરવાનું ભૂલી જાવ છો ત્યારે તમને ખબર છે તમારી ત્વચામાં ખાસ કરીને તમારી પાપણ ની સાથે શું થાય છે? આઈલાઈનર અને આંખોનો મેકઅપ માં ઉપસ્થિત રસાયણ પણ પાંપણના નાના રોમ છિદ્રોને બંધ કરી શકે છે. જેનાથી સોજો આવી શકે છે. અને તેનાથી પાંપણ પણ કમજોર થવા લાગે છે અને ખૂબ જ જલદી તૂટવા લાગે છે. મસ્કરા તમારી પાપણને કમજોર અને ડ્રાય બનાવે છે. મેકઅપ પ્રોડક્ટ આંખો ઉપર રહી જાય તો તમને ઇન્ફેક્શન પણ થઈ જાય છે.

જો તમે દર વખતે આવું કરો છો તો આમ કરવાથી દુર રહો.મેકઅપ ન કરો એવું અમે નથી કહેતા પરંતુ રાત્રે સુતા પહેલા તેને જરૂરથી દૂર કરો. સુતા પહેલા તમારા મોં ને ધોઈને મોઈશ્ચરાઈઝર અને નાઈટ ક્રીમ લગાવો. જેથી તમારી ત્વચા હંમેશા ખીલેલી રહે.

 જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment