મહિલાઓ ઘણી વખત ઘરની સંભાળ લેતા લેતા પોતાના આત્મવિશ્વાસ ગુમાવી દે છે. તેને લાગે છે કે તે હવે કોઈ કામ ની નથી. પરંતુ તેવું નથી તમે પણ ઘણું બધું કરી શકો છો.
10 વર્ષ થી પરણિત રતિ હવે દરરોજ ઘરેલુ કામ કરીને કંટાળી ગઈ છે. હવે તેવું ઇચ્છે છે કે તે કંઈક આગળ ભણી અને લોકોને કંઈક કરીને બતાવે. પરંતુ પોતાના ઘરની ઘણી બધી જવાબદારી આવું કરવાથી રોકે છે. અને બીજી તરફ એક દિલ છે કે તે કંઈક કરી ને બતાવવા ના સપના ને છોડી નથી શકતું. તેને તો એ બધું જ પાછું જોઈએ છે જે તેને વર્ષો પહેલાં કર્યું હતું.
જીવનના સંઘર્ષમાં રતી એકલી નથી. તમે કોઈ પણ જગ્યાએ જશો તો એક ઘર તો તમને એવું મળશે જ જ્યાં કોઈ મહિલા પોતાની કેરિયર અને પોતાના શોખને પાછળ છોડીને ખુશી ખુશી પોતાનું ઘર સંભાળે છે. પરંતુ તેના દિલમાં કંઈક ન કરી શકવાનું દુઃખ દર વખતે હિલોળા મારતું રહે છે. આ દુઃખ પોતાના કેરિયર ફરીથી શરૂ ન કરી શકવાના કારણે નથી પરંતુ પોતાને સાબિત ન કરી શકવાને લીધે છે. પરંતુ આ દુઃખ થી બહાર નીકળવું એટલું બધું પણ કઠિન નથી. તેની માટે પોતાના હુન્નરને ઓળખવું અને પોતાને કોઇનાથી પણ ઓછું ન સમજવું તે જ કાફી છે.
પોતાના હુનર ને ઓળખો
દરેક વ્યક્તિમાં કોઈને કોઈ હુન્નર તો હોય જ છે. કઈ જ નહીં તો તમને જમવાનું બનાવતા તો આવડતું જ હશે. તે નહીં તો તમને ભરત કામ કરતા, અથવા ગિટાર વગાડતા કંઈક તો આવડતું જ હશે. તમે પોતાના હું અને દિવસ દરમિયાન બે કલાક આપવાનું શરૂ કરો. બીજું કંઈ નહીં તો તમે તમારા હું અને બીજા સુધી પહોંચાડવા ની કોશિશ કરો. તેનો અર્થ કે તમારા હું અને તમે બીજા કોઈને પણ શીખવાડી શકો છો. શરૂ શરૂમાં અમુક મિનિટના ક્લાસ લેવાનું શરૂ કરો. દેખ જોતા અમુક મિનિટો અમારી માટે દવા જેવું થઇ જશે, તમે તે સમયની રાહ જોવા લાગી જાશો . તેનાથી તમારા જીવનમાં ફરીથી રંગ ભરાતા જોશો.
તમે તમારા પોતાનામાં જ કંઈક છો
ઘણી છોકરીઓ ઘરે રહીને પોતાના પર વિશ્વાસ ખોઈ બેસે છે. તેમને એવું લાગે છે કે તે માત્ર ઘર સંભાળવા માટે જ કાબેલ છે પરંતુ એવું નથી હોતું. દિલના એક ખૂણામાં આત્મવિશ્વાસ આજે પણ સહી સલામત છે ખાલી જરૂર છે તો પોતાની એ વાત સમજવાની કે ઘર સંભાળતા હોવાથી આપણે બેકાર નથી થઈ જતા. જરૂર છે પોતાની વેલ્યુ સમજવાની. પોતાને કોઈ કામનું ન સમજવું તે દુઃખ માત્ર તમને જ વધારે દુઃખી કરશે.
પોતાના શોખ ફરી જાગૃત કરો
તમને પેઇન્ટિંગનો શોખ હતો. તમે ગિટાર પણ શીખવા માંગતા હતા પરંતુ લગ્ન પછી ની જવાબદારી એ તમને આ શોખ ની નજીક આવવા ન દીધા. પરંતુ હવે જ્યારે ઉદાસી તમને ઘેરી લે છે ત્યારે તમને તમારું અસ્તિત્વ પણ બેકાર લાગે છે ત્યારે આ શોખને ફરીથી સ્વીકારી લો અને પછી દિવસ દરમિયાન અમુક સમય માત્ર આ શોખને આપવાનું શરૂ કરો. ત્યારબાદ તમે જોશો કે દિલ કેટલું ખુશ રહેવા લાગે છે. અને તમને તમારું જીવન પણ સાર્થક લાગશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team