ઈલાયચીના સેવનથી મળે છે અણધાર્યા ફાયદાઓ જાણો કયા કયા?

આપણે મોટા ભાગે ઈલાયચીને ચા માં નાખીને પીતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે ઈલાયચી એક પ્રકારનો મસાલો છે. અને તે સુગંધીત મસાલો છે. સાથેજ જો તમને શરીરમાં કોઈ રોગ થાય તો ઈલાયચી દ્વારા તે રોગ સામે રક્ષણ પણ મેળવી શકાય છે. અને તેના કારણે આપણા શરીરમાં ઉર્જાનું સ્તર પણ વધે છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ઈલાયચી ખાવાના ઘણા ફાયદા છે. જે ફાયદાઓ આપણા શરીરને મજબૂત રાખે છે,

શું છે ઈલાયચી ?

Image source

ઈલાયચ વિશ્વભરમાં એખ પ્રસિદ્ધ માસાલો છે. અને ખાવાની ચીજ વસ્તુઓમાં તેને લોકો વાપરતા હોય છે. પરંતુ આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ઈલાયચી દુનીયાનો છઠ્ઠા નંબરનો સૌથી મોંધો મસાલો છે. લીલી ઈલાયચી, કાળી ઈલાયચી, સફેદ ઈલાયચી અને મેડાગાસ્કર ઈલાયચી એમ કુલ ચાર પ્રકારની ઈલાયચી આપણાને માર્કેટમાં મળી રહે છે. જોકે ઈલાયચી મોટા ભાગે ભારત અને મલેશિયાના લોકો ઈલાયચીનું સેવન કરતા હોય છે.

પાચનતંત્ર મજબૂત થાય છે

ઈલાયચીનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત થતું હોય છે. અને તમારા પેટ માટે ઘણુંજ ફાયદાકાર સાબિત થતું હોય છે. સાથેજ તમને કબજીયાત જેવી સમસ્યાઓથી પણ છૂંટકારો મળી રહે છે. અને અન્ય પેંટ સબંધી રોગોથી પણ રાહત મળી રહે છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે કોઈ પણ બીમારીને દૂર કરવા માટે ઈલાયચી એક માત્ર રામબાણ ઈલાજ છે.

ડિપ્રેશનથી છૂંટકારો

જે લોકો વધારે પડતા ચિંતામાં રહેતા હોય છે. તેઓ ઈલાયચીના સેવનથી તેમના ડિપ્રેશનને દૂર કરી શકે છે. કારણકે ઈલાયચીની સુગંધ ખુબજ મોટા પ્રમાણમાં હોય છે. અને સુગંધને કારણે તમારા મગજને શાંતી મળતી હોય છે. જેથી રોજ રાતે સુતા પહેલા એક ઈલાયચી ખાવાથી તમારા બધાજ પ્રકારના ટેન્શન દૂર થઈ જશે. અને તમે માનસીક તાણ માંથી બાહર આવી જશો.

બ્લડપ્રેશરમાં કંટ્રોલમાં રહેશે

ઈલાયચીનું સેવન રેગ્યુંલર કરશો. તો તમને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓતી રાહત મળી રહેશે. કારણકે ઈલાયચીના કારણે તમારા શરીરમાં રહેલા લોહી પર ગંભીર અસર નથી પડતી. અને શરીરમાં લોહીનું પરીભ્રમણ યોગ્ય રીતે ચાલ્યા કરે છે. જેના કારણે જો તમે દરરોજ ઈલાયચીનું સેવન કરશો. તો તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ રાહત મળી રહેશે

યાદ શકિતમાં વધારો

ઈલાયચીનું સેવન કરવાથી તમારી યાદ શક્તિમાં પણ ઘણો વધારો થાય છે. અને આ વાત ઘણા લોકોએ સાબિત કરીને પણ બતાવી છે. જેથી જો તમે નીયમીત રૂપે ઈલાયચીનું સેવન કરશો . તો તમારી યાદશકિતમાં તમને વધારો થતો જોવા મળશે. જે તમારા માટે ખુબ ફાયદાકારક છે.

વાળ માટે પણ ફાયદાકારક

ઈલાયચીના પાણીથી જો તમે માથું ધોવાનું રાખશો. તો તમને સીલ્કી અને સ્મૂથ હેર મળી રહેશે.અને ખરતાવાળોની સમસ્યાથી પણ તમને રાહત મળશે. સાથેજ તમારા વાળમાં ક્યારે જુહોની સમસ્યા પણ નહી સર્જાય કારણકે ઈલાયચીમાં એંટીબેક્ટેરિયલ ગુણ રહેલો હોય છે. જે તમારા વાળોને હંમેશા સીલ્કી રાખશે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment