શું તમને કઢી ખૂબ જ પસંદ છે?તેનું નામ સાંભળતા જ તમને એવું થાય કે કઢી ખાઈ લેવી જોઈએ. તો તમારી પસંદ ખૂબજ સારી છે !!. એવું એની માંટે કે કઢી ના લાભ સાંભળી ને તમે ખુશ થઈ જશો. કઢી એ રાજસ્થાન ના ભોજન માં અવશ્ય હોય છે અને તેની આટલી વેરાઇટી છે એ જાણી ને તમને નવાઈ લાગશે. કઢી ની સામાન્ય રેસીપી છે ભજીયા વાળી, જેને બધા જ જાણતા હશે. જેને ભાત સાથે ખાવા માં આવે છે . પણ કઢી ની વેરાઇટી જાણવા માંટે તમારે આજ નઓ આ આર્ટીકલ જરૂર થી વાંચવો.
કઢી ને તમારા ભોજન માં શામેલ કરો.
હાલ માં જ સેલિબ્રિટી ડાયટીશ્યન ઋતુજા દિવેકર એ કઢી ના ઘણા ફાયદા વિશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ નાખી હતી. તેમના ફિટનેસ ના એક પ્રોજેક્ટ ના હિસ્સા પ્રમાણે તેમણે કહ્યું કે નિયમિત રીતે જો કઢી નું સેવન કરવા માં આવે તો આપણાં બોડી પર શું અસર થાય છે. અને જો વેટ લોસ માંટે તમે જો કઢી બંધ કરી દીધી છે તો તમારે ફરી થી તે ચાલુ કરવું પડશે.
કઢી ના ફાયદા
ઋતુજા એ ઇન્ટસટગ્રામ ના એક વિડિયો માં કહ્યું છે કે ડાઘ વગર ની ત્વચા અને પાચન માંટે કઢી ખાવી જરુરી છે. પરંપરાગત કઢી અને તેના જેવી બીજી વસ્તુ ઓ અંબિલ, ખેરું,કલન 2000 વર્ષ જૂનું છે. આયુર્વેદ માં ગરમી ની ઋતુ માં કઢી નું સેવન ભૂખ વધારવા, રિકવરી બૂસ્ટ અપ કરવા માંટે અને સ્કીન હેલ્થ ને સારી રાખવા માંટે હોય છે.
ગરમી માં ભૂખ ન લાગવી અથવા તો ઓછી લાગવી
આવું લગભગ બધા જ જોડે થાય છે કે ગરમી માં ભૂખ ઓછી લાગે છે. આવા માં કઢી તમારી ભૂખ વધારશે. ગરમી માં વાતાવરણ વધુ ગરમ હોવાથી તમારી સ્કીન અને પેટ પર તેનો પ્રભાવ પડે છે. પીરિયડ માં દુખે તેવું દુખવા લાગે છે. કબજિયાત, ગેસ જેવી ઘણી સમસ્યા થાય છે. ડીહાયડ્રેશન થઈ જાય છે એ વાત અલગ!. બપોરે ના સમયે તો એવું થાય છે કે જાણે ગરમી એ તમને ઘેરી લીધા છે. અને આ એજ સમય છે કે જ્યારે ખાવાનું મન ખૂબ જ ઓછું થાય છે. તમારું પાચન તંત્ર પણ કામ નથી કરતું. તમે ક્યારે પણ એવું વિચાર્યું છે કે આવું કેમ થાય છે? કારણ કે શરીર માંથી વિટામિન બી 12 ઓછું થઈ જાય છે. અને ગટ બેક્ટેરિયા ઓછા થતાં ભૂખ ઓછી થઈ જાય છે. આવા માં દહી માં બેસન નાખી ને બીજા મસાલા અને લીમડા ના પાન થી બનેલ કઢી થી શરીર ને પ્રિબાયોટીક અને પ્રોબાયોટીક મળી રહે છે. ખાસ કરી ને તેની સાથે ભાત ખાવા માં આવે છે. ઋતુજા અનુસાર,કઢી અને ભાત પ્રિબાયોટીક અને પ્રોબાયોટીક નું પર્ફેક્ટ કોમ્બિનેશન છે. અને સાથે જ એમીનો એસિડ પ્રોફાઇલ પણ મળી રહે છે. આ રીતે પર્ફેક્ટ મિલ બની શકે છે.
કઢી ને તમારા ભોજન માં લેવાના બીજા ફાયદા
તમને જાણી ને કદાચ નવાઈ લાગશે કે કઢી ખાવા થી એકને, કબજિયાત, બ્લોટિંગ વગેરે માં પણ ફાયદો થાય છે. જો કોઈ ને માઈગ્રેન ની સમસ્યા હોય અને મૂડ બદલાતા રહેતા હોય તો તેમણે કઢી અવશ્ય ખાવી તે ખૂબ જ અસરકારક છે.
કઢી માં આયરન અને પ્રોટીન સારા પ્રમાણ માં હોય છે. જે હિમોગ્લોબિન ને વધારવા માં મદદ કરે છે. બેસન કોલેજન ફોર્મેશન ને બૂસ્ટ કરે છે. અને તેમા એંટિ ફલેમેટ્રી ગુણ હોય છે. આ બધા મળી ને એકને, ડાર્ક સ્પોટ્સ,અને સ્કીન સંબંધિત સમસ્યા ને દૂર કરે છે. જો કે તેમા ફોલેટ, વિટામિન બી 6 અને આયરન હોય છે તો તે ગર્ભવતી મહિલા માંટે ખૂબ જ સારું છે. તે શિશુ ને પોષણ પૂરું પડે છે અને મિસકેરેજ થી પણ બચાવે છે.
મેગ્નેશિયમ થી ભરપૂર કઢી તમારા મસલ્સ ને રિલેક્સ કરે છે. અને હર્દય ના સ્વાસ્થ્ય ને સારું રાખે છે. ફોસ્ફરસ લિપિડ મિકેનિઝમ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કઢી માં લો ગ્લાયસિમિક ઇન્ડેક્સ હોય છે, જે ડાયાબિટીસના લોકો માટે યોગ્ય આહાર છે. સૌથી મજેદાર અને કામ ની વાત એ છે કે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘઉં કરતા બેસન માં ગુડ ફેટ અને પ્રોટીન વધુ હોય છે, તેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ, ફોલેટ અને લો ગ્લાયકેમિક ઇંડેક્સ હોય છે. તેમાં રહેલ દહીં અથવા છાશ તમારી ઇંમ્યુંનિટી વધારી ને વજન ઘટાડવામાં મદદ કરે છે.
અલગ પ્રકાર ની કઢી
દરેક પરિવારની કઢી બનાવા ની અલગ અલગ રીત હોય છે. સામાન્ય રીતે લોકો તેને ચણાના લોટથી બનાવે છે, જેમાં ચણાના લોટ ના ભજીયા ઉમેરે છે. કેટલાક લોકો માત્ર ચણાનો લોટ ના ભજીયા બનાવે છે તો કેટલાક તેમાં ડુંગળી મિક્સ કરે છે. કેટલાક લોકોને કઢી માં ચણા લોટ ની બુંદી ગમે છે તો કેટલાકને પાપડ ગમે છે. પાપડ થી સ્વાદ થોડો તીખો થઈ જાય છે, જેનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. કેટલાક લોકો કઢી બનાવતી વખતે પહેલા ડુંગળી અને ટામેટા ને સાંતળે છે, ત્યારબાદ તેમાં દહીં અને ચણાના લોટ નું બેટર ઉમેરે છે. ઋતુજા દિવેકર કહે છે કે ઘણી જગ્યાએ દહીં માં રાગી જેવા અનાજનાં પાવડર ને ભેળવીને કઢી બનાવે છે. ક્યાંક કુલીથ જેવી દાળ મિક્સ કરી ને અંબિલ બનાવા માં આવે છે અને મોસમી શાકભાજી કાકડી(ખીર) ને મિક્સ કરી ને ખીરું.
કઢી ના ફાયદાઓ જાણીને તમારે આજે અથવા કાલે કઢી તમારા ઘરે બનાવો અને તેના ફાયદાઓ વિશે બધાને જણાવો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team