અદભુત : દવાઓ નહી પણ અગ્નિથી થાય છે દર્દીઓની સારવાર..

અત્યાર સુધી તો આપે દવાઓ અથવા તો ઔષધિઓ દ્વારા અનેક બીમારીઓની સારવાર થઇ હોવાનું સાંભળ્યું હશે. પરંતુ શું આપે ક્યારેય આપનાં શરીરમાં આગ લગાવીને બીમારીઓની સારવાર કરતા કોઇને ક્યારેય દેખ્યાં છે. તો હાં આ એક હકીકત છે.

ચીનમાં કંઇક આવું જ થાય છે. આ એક એવી વિદ્યા છે કે જે છેલ્લાં 100થી પણ વધારે વર્ષોથી ચીનમાં ચાલી રહી છે. છેલ્લાં 100 વર્ષોથી ચાલી રહી છે આ સારવાર આ સારવારને ઓળખાય છે ‘ફાયર થેરેપી’નાં નામથી તણાવ અને વંધ્યત્વથી લઇને કેન્સર સુધીની સારવાર સંભવ માનવામાં આવે છે

ફાયર થેરેપી


આને ‘ફાયર થેરેપી’ (Fire therapy) કહેવામાં આવે છે. ચીનમાં અનેક બીમારીઓની સારવાર માટે ફાયર થેરેપી અપનાવવામાં આવે છે. આ વિધિ દ્વારા લોકોની સારવાર કરનારા ‘ઝાંગ ફેંગાઓ’ પોતાનાં કામ માટે ખૂબ લોકપ્રિય છે.

ચીન (China) માં કેટલાંક લોકો ફાયર થેરેપીને કંઇક ખાસ રીતની સારવાર માને છે. જેનાંથી તણાવ, હતાશા, અપચો અને વંધ્યત્વથી લઇને કેન્સર સુધીની સારવાર સંભવ માનવામાં આવે છે. ઝાંગ ફેંગાઓ બીજિંગનાં એક નાના એપાર્ટમેન્ટમાં આ અનોખી રીતે લોકોની સારવાર કરે છે.

એક વેબસાઇટ અનુસાર, પહેલા દર્દીની પીઠ પર ઔષધિઓથી બનેલો એક લેપ લગાવવામાં આવે છે અને પછી તેને એક રૂમાલથી ઢાંકી દેવામાં આવે છે. પછી તેની પર પાણી અને આલ્કોહોલનો છંટકાવ કરવામાં આવે છે અને દર્દીનાં શરીરમાં આગ લગાવવામાં આવે છે. ફેંગાઓ બીમારીઓની સારવાર આવી જ રીતે કરે છે.


સારવારની આ રીત ચીનની પ્રાચીન માન્યતાઓ પર આધારિત છે જે અનુસાર શરીરમાં ગરમી અને ઠંડકની વચ્ચે સામંજસ્ય બેસાડવા પર જોર આપ્યું છે. ઝાંગ ફેંગાઓનાં અનુસાર શરીરનાં ઉપરનાં ભાગને ગરમ કરીને અંદરની ઠંડક દૂર કરવામાં આવે છે. ફાયર થેરેપીને લઇને અનેક સવાલો પણ ઉભા થાય છે. જેમાં મહત્વનું છે કે સારવાર કરનારાઓની પાસે સર્ટિફિકેટ છે કે નહીં.

સારવાર દરમ્યાન જો કોઇ દુર્ઘટના ઘટે તો તેનાંથી બચવા માટે શું કોઇ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે કે કેમ? આ મામલે ફેંગાઓનું કહેવું એમ છે કે અનેક વાર લોકોને ઇજા પણ થઇ છે, અનેક વાર દર્દીઓનાં ચહેરા અને શરીરનાં કેટલાંક ભાગો પણ દાઝી ગયા છે પરંતુ તે સારવાર બરાબર થવાને કારણે મોટી દુર્ઘટના થતા ટળી જાય છે. મેં અનેક લોકોને સારવાર શીખવાડી છે પરંતુ હજી સુધી કોઇ જ દુર્ઘટના નથી ઘટી.

તમે આ આર્ટીકલ ફક્ત ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો.દરેક પ્રકારની નવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે તો આ પેજને અત્યારે જ લાઈક કરી લો અને પ્રિય મિત્ર તથા સગા સબંધીઓ સાથે શેયર કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment