જે લોકોનું વજન વધુ હોય છે, અને મોટાપા થીછુટકારો મેળવવા માંગે છે તો, વ્યાયામ, યોગ ઉપરાંત એમણે પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એક સારુ અને હેલ્ધી ડાયટ વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. ઘણા લોકોને લાગે છે કે, ચોખા, બટેટા, ખાંડ વગેરેનું સેવન કરવાથી વજન વધે છે. જેથી વજન ઘટાડવા માટે કાયમ લોકો પોતાના આહારમાંથી અમુક ખાદ્ય પદાર્થોનું સેવન ઓછું કરી દેતા હોય છે, અથવા તો બંધ કરી દેતા હોય છે, પરંતુ અમુક વસ્તુઓનું સેવન બંધ કરવાથી વજન ઘટતું નથી, પરંતુ એના માટે તમારે ડાયટમાં અમુક પ્રકારના ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ. ભારત માં મોટાભાગે ઘરોમાં નાસ્તામાં પોહા ખાવામાં આવે છે.
પૌઆ પણ ચોખા માંથી જ તૈયાર કરવામાં આવે છે, પરંતુ ચોખા ને વજન વધારનાર માનવામાં આવે છે જ્યારે, પૌઆ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો તમે પણ ખાવાના શોખીન હોવ તો, એના ફાયદા વિશે જાણી લો. પૌઆ એ હેલ્ધી ફૂડ છે. પણ, શું ખરેખર તેનું સેવન કરવાથી વજન ઘટી શકે છે ? પૌઆ એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે, એમાં પણ ખાસ કરીને ઈન્દોરમાં. પોષ્ટિક આહાર છે. જેમાં આયર્ન, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, વિટામિન ભરપૂર માત્રામાં રહેલાં હોય છે.
આહારશાસ્ત્રીઓએ અને પોષણશાસ્ત્રીઓમાં જણાવ્યા મુજબ, પૌઆ ખાવાથી શરીર ને મહત્વના પોષક તત્વો મળી રહે છે. માટે જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તે લોકોએ પોતાના આહારમાં પોહા સમાવેશ કરવો જોઈએ.
પૌઆ ખવાના ખાસ ફાયદા –
પૌઆ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ માત્રામાં રહેલું હોય છે. આ ઉપરાંત તેમાં આયર્ન, ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રામાં રહેલા હોવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. જરૂર કરતાં વધુ કેલેરી જે પણ બચી શકાય છે, પાચન ક્રિયા માટે પણ તે ફાયદાકારક છે, જે લોકો ની પાચનક્રિયા સારી ના હોય તેમના માટે પૌઆનું સેવન ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઈબર પેટને સાફ કરવામાં મદદરૂપ થાય છે, અને ગ્લુટેન ફ્રી હોવાથી પેટની સમસ્યામાં પણ રાહત મળે છે.
પૌઆમાંથી મળતું પોષણ –
હવામાન ખૂબ જ ઓછી કેલરી હોય છે. 100 ગ્રામ પૌઆ માં 1.9 મિલિગ્રામ વિટામીન-સી, 67.6 એમસીજી વિટામીન એ, 6.1 મિ.ગ્રામ આયર્ન અને79.7 મિલિગ્રામ ફોસ્ફરસ રહેલું હોય છે જે વજન નિયંત્રણમાં રાખે છે. પૌઆમાંથી ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે, અને તેનો આનંદ માણી શકાય છે.
પૌઆ ખાવાનો યોગ્ય સમય અને રીત –
– આહાર શાસ્ત્રીઓએ અને પોષણશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, જો તમે વજન ઘટાડવાના હેતુથી પૌઆ નું સેવન કરી રહ્યા હોવ તો, તેને યોગ્ય માત્રામાં ખાવા ની જરૂર છે. પૌઆ ની ક્વાર્ટર પ્લેટ યોગ્ય રહે છે. એટલા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. એનાથી એક્ટિવ પણ રહેવાય છે.
– પૌઆ ફક્ત સવારના નાસ્તામાં જ ખાવા એવું જરૂરી નથી, પરંતુ તમે ઈચ્છો તો, એને સાંજે પણ ખાઈ શકો છો.
– તમે ઈચ્છો તો લંચ કે ડિનર ડિનરમાં પણ લઇ શકો છો, પરંતુ શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થવી જોઈએ નહીં. તે માટે પૌઆની સાથે શાકભાજીનો સમાવેશ પણ કરવો જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team