આજના સમયમાં ઘણા બધા એવા લોકો હોય છે જે કોઈને કોઈ વ્યક્તિથી મોટીવેટ થઈને પોતાનું વજન ઓછું કરવાની જર્ની શરૂ કરે છે, તે લોકો ફિટનેસ ઈન્ફ્લુએન્સર, ફ્રેન્ડ યુટ્યૂબર્સ, એથલીટ્સ,વગેરેથી ખૂબ જ મોટીવેટ થતા હોય છે. અને પોતાને ફિટ તથા સ્વસ્થ રાખવા માટે દિવસ રાત મહેનત પણ કરતા હોય છે, પરંતુ ઘણી બધી વખત આ મોટીવેશનથી કામ બનતું નથી, વજન ઓછું કરવા માટે મનમાં દ્રઢ નિશ્ચય હોવું ખાસ જરૂરી છે.
વજન ઓછું કરવાની આ જર્ની દરમિયાન લોકોએ માત્ર ખાણીપીણી છોડવી પડે છે તેવું નથી પરંતુ ઘણા બધા યોગ કસરત જેવી ખૂબ જ મહેનત પણ કરવી પડે છે, પરંતુ આજની આ વજન ઓછું કરવાની વાત ખૂબ જ અલગ છે, આજે અમે તમને જણાવીશું 40 વર્ષની નીત ધૂપ્પર ની કહાની. તેમને ચિકન તથા મસાલેદાર ભોજન કરતા કરતા જ એક અથવા બે નહીં પરંતુ 25 કિલો વજન ઓછું કર્યું છે.
બે બાળકના જન્મ પછી વધી ગયું હતું વજન
તેમનું બે બાળકના જન્મ થયા બાદ ખૂબ જ વજન વધી ગયું હતું અને તેમને ખાસ જણાવ્યું હતું કે તેમનું વજન 80 kg હતું આ દરમિયાન તેમનું શરીર મેદસ્વિતાથી વધી ગયું અને આ મેદસ્વિતા ઓછી કરવા માટે તેમને ડાયટીશીન મીતા કોરની મદદ લીધી હતી.
તેમને જણાવ્યું કે તેમની આ જર્ની દરમિયાન એ વાતની બીક હતી કે તેમનું ફેવરેટ ભોજન તે ખાઈ શકશે નહીં પરંતુ તેમના ડાયટિશીયને જણાવ્યું કે કોઈપણ વસ્તુને યોગ્ય રીતે ખાવાનું જરૂરી હોય છે નહીં કે તેને ઓછું ખાવું.
નીતે જણાવ્યું કે મીતા કોરે મારુ ડાયેટ અને વર્કઆઉટ પ્લાન તૈયાર કર્યો હતો. હું નોન વેજીટેરિયન છું અને નોન વેજીટેરિયન ડાયટથી મેં મારું વજન ઓછું કર્યું છે. મને દરરોજ શરૂઆતમાં 1,600 કેલેરી આપવામાં આવતી હતી, ત્યારબાદ 1500, ત્યારબાદ 1400 કેલરી આપવામાં આવી.
જ્યારે મને રિઝલ્ટ મળવાનું બંધ થઈ ગયું ત્યારે મેં મારી કેલરી ફરીથી વધારી દીધી, અને મારું વજન પાછું ઓછું થવા લાગ્યું. મેં લગભગ 1600 કેલરીનું સેવન કર્યું જેમાં લગભગ 90 ગ્રામ પ્રોટીન 204 ગ્રામ કાર્બ્સ અને 55 ગ્રામ ફેટ હતું.
નીતને જ્યારે પોસ્ટ પ્રેગ્નન્સી વજન ઓછું કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે પ્રેગનેન્સી પછી વજન વધુ ખૂબ જ સામાન્ય બાબત છે. ગર્ભવતી મહિલાઓની ફિઝિકલ એક્ટિવિટીમાં ઉણપ આવી જાય છે, અને બીજા અનેક કારણોએ તેમનું વજન વધી જાય છે.
તથા બાળકની જવાબદારીના લીધે મહિલાઓ તેમના ઉપર ધ્યાન આપી શકતી નથી. પરંતુ માત્ર એક પગલું આગળ વધારવાની જરૂર છે. વજન ઓછું કરવા માટે નાની નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે વર્કઆઉટ, ઉંઘ કસરત તથા તણાવ ન લેવો, વગેરે હંમેશા કોઈ એક્સપર્ટ ની સલાહ લઈને પોતાની આ ફિટનેસ જર્નીની તમે શરૂઆત કરી શકો છો.