Image Credit : Instagram/nikki271283
આ લેખમાં અમે તમને એક એવી માંનું વજન ઓછું કરવાની વાત જણાવી રહ્યા છીએ જેણે તેમનું 40 કિલો વજન ઓછું કર્યું છે. તેણે વજન ઓછું કેવી રીતે કર્યું? વર્કઆઉટ પ્લાન શું હતો? કેવી રીતે ભોજન લીધું ? તે વિશે ચાલો લેખમાં જાણીએ.
વજન ઓછું કરવા માટે ઓછું ખાવાની જરૂર નથી પરંતુ યોગ્ય રીતે ખાવું જરૂરી છે. આ વાત એકદમ સાચી છે. ઘણા લોકો વજન ઓછું કરવા માટે ખાણી પીણી છોડી દે છે કેમકે તેનું માનવું છે કે વજન ઓછું કરવા માટે ખાવાનું બંધ કરવાની જરૂર હોય છે, પરંતુ તેમ નથી. જો કોઈ વજન ઓછું કરવા ઈચ્છે છે તો તેને બેલેન્સ અને હેલ્ધી આહાર લેવાની જરૂર હોય છે, જેમાં પ્રોટીન, કાર્બ, હેલ્ધી ફૈટ સરખી માત્રામાં હોય અને વિટામિન, મિનરલ, એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય. આજે અમે તમને એક એવી માતાની ફિટનેસ જર્ની જણાવી રહ્યા છીએ, જેમાં તેણે ભોજન અને વર્કઆઉટથી તેનું 40 કિલો વજન ઓછું કર્યું છે. Aajtak.in સાથે વાત કરીને તેમણે તેમના વજન ઓછું કરવાની વાત શેર કરી છે. તો ચાલો જાણીએ કેવી રહી તેની ફિટનેસ જર્ની.
નામ : દીપા સોની
ઉંમર : 39 વર્ષ
કામકાજ : એકાઉન્ટ એન્ડ સેલ્સ મેનેજર
શહેર : દિલ્લી
લંબાઈ : 5 ફૂટ 3 ઈંચ, 160 cm
પેહલાનું વજન : 100 કિલો
હાલનું વજન : 60 કિલો
ભવિષ્યનો પ્લાન : ફિટનેસ માટે લોકોને માર્ગદર્શન આપવું
Image Credit : Instagram/nikki271283
110 થી 60 કિલોની જર્ની
દિપાએ Aajtak.in સાથે વાત કરીને જણાવ્યું, હું શરૂથી જ જાડી હતી. હું સ્પોર્ટપર્સન હતી અને જુડો મારી મનપસંદ ગેમ હતી. પરંતુ ગેમમાં મને મારા વધતા વજનના કારણે ક્યારેય સમસ્યા થતી ન હતી તેથી મેં ક્યારેય વજન ઓછું કરવા વિશે વિચાર્યું ન હતું. હું દિલ્લીમાં જોબ કરતી હતી અને ત્યારબાદ 2009 માં લગ્ન થયા.
ત્યારબાદ બાળકના જન્મ પછી મારું વજન લગભગ 100 કિલો સુધી પહોંચી ગયું. પરંતુ હું વધતા વજનને ઓછું કરવા માટે ઈન્ટરનેટ પર જણાવેલ કેટલીક ટિપ્સ ફોલોવ કરી હતી, જેનાથી મારું વજન લગભગ 95 કિલો થયું હતું. પરંતુ તે સમયે પણ મારુ વજન ઘણું વધારે હતું અને જેનાથી મને સ્વાસ્થ્ય સમસ્યા શરૂ થઈ ગઈ હતી. મારી કમરમાં દુખાવો થવા લાગ્યો હતો અને મારા ઘુટણ પણ દુખવા લાગ્યા હતા.
મે જ્યારે ડોકટરને બતાવ્યું હતું ત્યારે તેમને કહ્યું હતું કે અર્થરાઈટીસની શરૂઆત છે તેથી મારે મારું વજન ઓછું કરવું પડશે. બસ આ મારા જીવનનો ટનિંગ પોઇન્ટ હતો અને હું વજન ઓછું કરવાનો નિર્ણય લઈ ચૂકી હતી.
2012માં મેં વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું હતું અને ઘણા પ્રકાર નો ડાયેટ ફોલોવ કર્યા. તેનાથી મારું વજન તો 75 કિલો સુધી થઈ ગયું પરંતુ મારા શરીરની ચરબી તેટલી ઓછી થઈ ન હતી.
ત્યારબાદ મેં એક ફિટનેસ કમ્યુનિટી જોઈન કરી અને પર્સનલ ટ્રેનર હાયર કર્યો . તેમણે મને ડાયેટ અને વર્કઆઉટ પ્લાન તૈયાર કરીને આપ્યો અને માત્ર 3 મહિનામાં મેં 11 કિલો વજન ઓછુ કરી લીધુ. આ સમય સુધી મારું વજન ઘણું ઓછું થઈ ચક્યું હતું અને હું ઘણી પ્રોત્સાહિત થઈ હતી. અત્યારે મારું વજન 60 કિલો છે. પરંતુ ટોટલ વજનની વાત કરીએ તો મારું વજન 40 કિલો ઓછું થયું છે.
View this post on Instagram
વજન ઓછું કરવા માટે ડાયેટ-
દીપાએ જણાવ્યું કે તે દિવસમાં 4 વાર ખાય છે જેમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન, નાસ્તો અને સાંજનું ભોજન સમાવેશ છે. તેની મેન્ટનેન્સ કેલેરી 1600 છે અને તે તેનાથી 200 કેલેરી ઓછી એટલે 1400 કેલેરી લે છે. તેનું ડાયટ આ પ્રમાણે છે.
બ્રેકફાસ્ટ:
- 10 ગ્રામ ખાંડ ( કોફી / ચા માં )
- 200 મિલી લો ફૈટ દૂધ ( કોફી / ચા માં )
- 10 ગ્રામ બટર
- 2 ઈંડા
- 3 ઈંડા સફેદ
લંચ:
- 5 ગ્રામ ઘી
- 50 ગ્રામ લોટ
- 100 ગ્રામ લીલી શાકભાજી
- 40 ગ્રામ દાળ/ છોલે / રાજમા
નાસ્તો :
- 4 પારલે જી બિસ્કીટ
- 1 ચમચી પ્રોટીન
ડિનર :
- 5 ગ્રામ ઘી
- 80 ગ્રામ પનીર
- 50 ગ્રામ લોટ
તેને આઈસ્ક્રીમ અને સ્વીટ ઘણું પસંદ છે તેથી જો તેનું મન કરે છે તો તે આઈસ્ક્રીમ પણ ખાઈ લે છે. પરંતુ હમેશા તેની કેલેરીનું ધ્યાન રાખે છે. તે હંમેશા કેલેરીને બેલેન્સ કરે છે.
View this post on Instagram
વજન ઓછું કરવા માટે વર્કઆઉટ પ્લાન :
દીપાએ જણાવ્યું, તે ઘરના કામ જાતે કરે છે, જેનાથી તે દિવસભર એક્ટિવ રહે છે. આ ઉપરાંત, તે વર્કઆઉટ કરવાનું ક્યારેય પણ છોડતી નથી. વર્કઆઉટમાં તે પુશ-પુલ-લેગ કરે છે. એટલે કે અઠવાડિયાના પેહલા દિવસે પુશ કસરત કરે જેમાં ખંભા, છાતી અને બાયસેપ્સ કસરત આવે છે. બીજા દિવસે પુલ કસરતમાં બેક અને ટ્રાઇસેપ્સ કસરત કરે છે. ત્રીજા દિવસે પગની કસરત કરે છે. ત્યારબાદ ફરીથી ત્રણ દિવસ આ રૂટિન ફોલોવ કરે છે અને સાતમા દિવસે આરામ કરે છે.
તે પગની કસરત કરવાની ક્યારેય ભૂલતી નથી અમે હંમેશા હેવી લિફ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. તેનાથી તેને મસલ્સ બનાવવામાં મદદ મળે છે. તે ક્યારેય પણ ઈર્ગો લિફ્ટિંગ કરતી નથી, જેનાથી ઇજાનું જોખમ રેહતું નથી. આ ઉપરાંત ઓફિસ અથવા ઘરમાં લીફ્ટના બદલે દાદરથી જવાનું પસંદ કરે છે.
Image Credit : Instagram/nikki271283
વજન ઓછું કરવા માટે ટિપ્સ :
દીપાએ જણાવ્યું કે વજન ઓછું કરવાની અપેક્ષા બધાને તેના ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. મને જ્યારે ડોકટરે જણાવ્યું કે હું અર્થરાઈટીસની શરૂઆત પર છું ત્યારે મને અનુભવ થયો કે હું ફીટ નથી, જેના કારણે આ સમસ્યા શરૂ થઈ છે. પછી મેં જેવું માટી વજન ઓછું કર્યું મારી આ સમસ્યા દૂર થઈ ગઈ. તેથી બધા લોકોએ પોતાને ફીટ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
મેં વજન ઓછું કરવા માટે સ્ટ્રિક્ટ ડાયેટ ફોલોવ કરી ન હતી. મને જે ઈચ્છા થાય તે હું ખાતી હતી. પરંતુ કેલરીને ધ્યાનમાં રાખીને ચાલીએ તમને કંઇક ખાવાની ઈચ્છા થાય અને તમે વજન ઓછું કરવા માટે તેને ખાવાનું છોડી રહ્યા છો તો તમે મનની ઈચ્છા દબાવી રહ્યા છો. જો કઈ ખાવાની ઈચ્છા થાય છે તો 1-2 અઠવાડિયામાં કેલેરીનું ધ્યાન રાખીને ખાઈ શકો છો. આ ઉપરાંત ફિઝિકલ એક્ટિવિટી પણ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team