એક પ્રેગનેન્ટ મહિલાને મેદસ્વિતાને કારણે ટ્રેનમાંથી ઉતારવામાં આવી, ત્યારબાદ આ રીતે ઘટાડ્યું 65 કિલો વજન…

પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડે છે તેમાં મૂડ બદલાવો, શરીરનો દુખાવો, કમરનો દુખાવો, પગમાં જકડન, માથાનો દુખાવો, મોં સુકાઈ જવું વગેરે. અને જો તમે બાળકની માતા હોવ તો તમને આ દરેક તકલીફનો સામનો કર્યો જ હશે, પરંતુ આ મુશ્કેલ પરિસ્થિતિમાં એક મહિલાએ પોતાનું વજન ઓછું કર્યું છે. ખરેખર જ્યારે આ મહિલાએ વજન ઓછું કર્યું તે દરમિયાન પ્રેગ્નેટ હતી અને તે જ સમયે તેમને પોતાની ફિટનેસની શરૂઆત કરી હતી. આ મહિલાએ પ્રેગ્નન્સી દરમિયાન લગભગ 63 કિલો વજન ઓછું કર્યું છે. આ મહિલા કોણ હતી? કેવી રીતે વજન કર્યું ઓછું? તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

 

View this post on Instagram

 

A post shared by Tannice Hemming (@tannice)


કોણ છે વજન ઓછું કરનાર મહિલા

પ્રેગ્નેન્ટ હોવા છતાં લગભગ 63 કિલો વજન ઓછું કરનાર મહિલાનું નામ છે ટેનિસ હેમિંગ. જે ઇંગ્લેન્ડના મેડસ્ટોન રહેવાસી છે. જ્યારે તે 19 વર્ષની હતી ત્યારે પણ તેમનું વજન લગભગ 133 કિલો રહેતું હતું. અને તેમના આ વધુ પડતા વજનનું કારણ તેમના ખાવાની ખોટી આદત પર્સનલ પ્રોબ્લેમ હતા જેના કારણે તેઓ ખૂબ જ વધુ ખાતા હતા.

તેમને જણાવ્યું હતું કે તેમના પર્સનલ પ્રોબ્લેમ ના કારણે તેઓ રૂમમાં એકલા જ રહેતા હતા, અને તે સમયે ભોજન જ તેમનો એક માત્ર સહારો હતો. તે સંપૂર્ણ દિવસમાં કેક, ચોકલેટ અને આઇસક્રીમ ખાતા હતા. તેઓ કેડબરી ચોકલેટ સૌથી વધુ ખાતા હતા કારણ કે તે ચોકલેટના જાંબલી કલર ના પેકિંગમાં તેમને તેમના મિત્ર ની યાદ આવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tannice Hemming (@tannice)

એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને જણાવ્યું હતું કે ચોકલેટ નું પેકેટ તે ખરીદીને લાવતી હતી જેમાં છ ચોકલેટ આવતી હતી અને તેઓ એક પેકેટ ને એક જ વારમાં ખાઈ જતા હતા. ત્યારબાદ તેઓ પૂરી કેક ને એક જ વારમાં ખાઈ લેતા હતા, તે સિવાય તેમની આ આદતને કારણે ઘરના લોકો પણ ખૂબ જ પરેશાન થઇ ગયા હતા, કારણ કે તેમનું ઘણું બધું વજન વધી ગયું હતું, ત્યારબાદ તેમની દવાઓ શરૂ થઈ અને તેમનું વજન વધતું ગયું.

તેમને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે હું 36 વર્ષની છું, લગ્ન પછી વધેલા વજનને કારણે બાળકને જન્મ આપવો ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ મેં કોઈ પણ સમસ્યા વગર ફેબ્રુઆરીના 2016માં મારી દીકરીને જન્મ આપ્યો, લગ્ન પછી હું મારા પરિવારની સાથે સાઉથએન્ડ ની ટ્રીપ ઉપર ગઈ હતી. ત્યારે મારા બાળકો એ મને ટોય ટ્રેનમાં બેસવા માટે જીદ કરી હતી પરંતુ મારૂં વજન ઘણું બધું હતું જેના કારણે મને તે ટ્રેનમાં બેસવા દેવામાં આવી ન હતી, બસ તે જ દિવસ પછી મેં મારા વજનને ઓછું કરવા માટેનો નિર્ણય કર્યો હતો.

Image Source

મને સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી બધી તકલીફ થવા લાગી જેમકે એનર્જી ની ઉણપ, સાંધાનો દુખાવો, થાક. જો હું ભોજન લેતી ત્યારે આ દરેક તકલીફ દૂર થઇ જતી હતી, પરંતુ જ્યારે બીજી પ્રેગ્નન્સી દરમિયાન બે બાળકો પેટમાં હતા ત્યારે મેં મારું વજન ઓછું કરવાનું નક્કી કર્યું અને ત્યારે મેં લગભગ 63 કિલો વજન ઓછું કર્યું.

ત્યારબાદ 2019માં તુર્કીમાં મને ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી પણ કરાવી હતી, ત્યારબાદ મેં પોતાના ડાયટ ની દરેક ખરાબ વસ્તુને દૂર કરી અને કસરત કરવાનું શરૂ કર્યું. તેની સાથે જ તે ખૂબ જ ચાલતી હતી, ધીમે ધીમે તેમને રીઝલ્ટ જોવા મળ્યું અને વજન ઓછું થતું ગયું વજન ઓછું કરવાની સાથે જ તેમને વધુ પ્રેરણા મળવા લાગી.

 

View this post on Instagram

 

A post shared by Tannice Hemming (@tannice)


તેમના જણાવ્યા અનુસાર હવે તેમને કેક, પેસ્ટ્રી અને ગળ્યું ભોજન પસંદ નથી. અને તેમના વિશે તે વિચારતી પણ નથી. પહેલાં જ્યારે તે ખૂબ જ જાડી હતી ત્યારે દુકાન ઉપર મીઠાઈ લેવા જતી હતી ત્યારે દરેક વ્યક્તિ તેને ધારી ધારીને જોયા કરતા હતા, પરંતુ આજે જ્યારે મારું વજન ઓછું થઈ ગયું છે અને હું મીઠાઈ લેવા જઉં છું ત્યારે કોઈ પણ મને આશ્ચર્યથી જોતું નથી.

હવે મારામાં ખૂબ જ એનર્જી આવી ગઈ છે, અને હું ઘણું બધું ચાલી શકુ છું, થોડા સમય પહેલાં જ આઠ કિલોમીટર હું ચાલી હતી, અને મને બિલકુલ પણ થાક લાગ્યો નહીં. સર્જરીના પાંચ મહિના પછી હું અત્યારે પ્રેગ્નન્ટ છું અને મારા પેટમાં જુડવા બાળકો છે, તથા ડોક્ટરનું કહેવું છે કે મારે હવે વજન વધારવાની તથા વધુ ખાવાની જરૂર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment