અંજીર ખાવાના કેટલા ફાયદા છે અને તેની ઘણા બધા લોકોને માહિતી હોતી નથી. ખરેખર જો તમે પોતાના મેટાબોલિઝમને બુસ્ટ કરીને વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે સિવાય અંજીર શરીરની શક્તિ વધારવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે પોષક તત્વોથી ભરપૂર છે અને આ ચમત્કારીક ફળનું સેવન કોઇપણ રૂપે કરી શકાય છે, ખાસ કરીને લોકો સૂકા અંજીર નું સેવન વધુ કરે છે અને સૂકા અંજીરનું સેવન કરવાથી શરીરની શક્તિ વધારવા અને વજન ઓછું કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે આ મંદિરમાં છુપાયેલા પોષક તત્વો કયા કયા છે અને તે સિવાય અંજીરની ખાવાની રીત કઈ છે આ દરેક વિશે આજે આપણે આ લેખમાં જાણીશું.
અંજીરનું સેવન કઈ રીતે કરવું જોઈએ?
અંજીરને કાચાં ફળના સ્વરૂપે પણ ખાવામાં આવે છે અને તે સિવાય તેને સૂકવીને પણ ખાઈ શકાય છે. બંને સમાન રૂપથી જ પોષક તત્વો આપે છે માત્ર ફરક એટલો છે કે સૂકવેલા અંજીરમાં પાણીની માત્રા હોતી નથી અને આયુર્વેદાચાર્ય સૂકવેલા અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાની સલાહ આપે છે. ત્યાં જ અંજીરને પાણીમાં પલાળીને ખાવું ખૂબ જ ફાયદાકારક છે. કાચા અને સૂકા બંને પ્રકારનાં અંજીરમાં પ્રોટીન ફાઇબર, હેલ્ધી ફેટ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને કોપરની પર્યાપ્ત માત્રા હોય છે.
વજન ઓછું કરવા અને મેટાબોલિઝમને બુસ્ટ કરવા માટે અંજીર ના ફાયદા
જો તમે વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારી માટે અંજીર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને તમે ફળના સ્વરૂપે સૂકવીને ખાઈ શકો છો છોકરા અંજીર માર્કેટમાં મળી રહે છે અને અંજીર તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા તથા વજન ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ છે. જો તમે સૂકું અંજીર ખાઈ રહ્યા છો તો તેને રાત્રે પલાળીને મૂકો અને સવારે ખાલી પેટ તેને સારી રીતે ચાવીને તેનું સેવન કરો. તે ફાઈબરથી યુક્ત હોય છે અને તેને પચાવવું પણ ખૂબ જ આસાન હોય છે તદુપરાંત અંજીર કેલેરીમાં પણ ઓછું હોય છે.
શરીરની શક્તિ વધારવા માટે અંજીર ના ફાયદા
અંજીરમાં ઉપસ્થિત આયર્ન અને પોટેશિયમ શરીરની શક્તિ વધારવા માટે ખૂબ જ મદદરૂપ છે. જે લોકો દિવસ ભર થાકેલા રહે છે તેઓ પોતાના દિવસની શરૂઆત પલાળેલા અંજીરથી શકો છો. તે સિવાય જો તમને સવારમાં દૂધ પીવું પસંદ છે તો અંજીરને દૂધમાં ઉકાળીને એક ગ્લાસ પીવાથી શરીરમાં અશક્તિ રહે છે અને જે લોકો જિમમાં જાય છે તેમની માટે આ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે.
એક દિવસમાં કેટલી માત્રામાં અંજીર ખાવું યોગ્ય છે?
જો તમે તમારા સ્વસ્થ ડાયટમાં અંજીરને સામેલ કરવા માંગો છો તો તમને એ વાતની ખાસ જાણકારી હોવી જોઈએ કે એક દિવસમાં કેટલી માત્રામાં અંજીર ખાવું જોઈએ. કારણ કે વધુ માત્રામાં અંજીર ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. જો તમે કાચા ફળ ના સ્વરૂપે અંજીરનું સેવન કરી રહ્યા છો તો બેથી ત્રણ ફળ ખાવા જોઈએ, અને જો અંજીર સૂકું છે તો ત્રણ અને રાત્રે પાણીમાં પલાળી લો અને સવારે તેને ચાવીને ખાઓ. અંજીર ખાવાથી બીજા ઘણા બધા ફાયદા થાય છે તે બ્લડ શુગર લેવલ, લીવર અને પાચન સંબંધી સમસ્યાઓ તથા લોહી સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે મદદ કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team