જો તમે ઈચ્છો છો કે તમારા લગ્નના દિવસોને લોકો જીવનભર યાદ રાખે, તો લગ્નમાં અમુક એવી રમુજી રમતો રાખો જે લગ્નને યાદગાર બનાવી દે.
વર કે કન્યા?
મહેમાનોને પેડલ બોર્ડ આપો. જેમાં દરેક બાજુ વર અને કન્યાની તસવીરો હશે. રમતમાં યજમાનો કેટલાક વિચિત્ર અને સાચા સવાલો પૂછશે અને પછી મહેમાનોને તેમના પેડલ બોર્ડ ઉઠાવીને જવાબ આપવાનો રહેશે કે આ વાત વર કે કન્યા બંનેમાંથી કોના વિશે છે.
પેપર ડાન્સ:
દરેક દંપતીને કાગળની એક મોટી શીટ આપવામાં આવશે અને સંગીત વગાડતા તેમને તેના પર ડાન્સ કરવાનું કહેવામાં આવશે. એવા દંપતી જેમના પગ કાગળની બહાર નીકળી જાય છે તેમને રમતમાંથી બહાર કાઢી નાખવામાં આવશે.
મીઠાઈની સ્પર્ધા:
આ રમતમાં સ્પર્ધકોને આપેલા સમયમાં મીઠાઈથી ભરેલી થાળી ખાવાની રહેશે. અમારો વિશ્વાસ કરો, આ તેવા લોકો માટે પણ ખૂબ જ મનોરંજક છે જે મીઠાઈના શોખીન છે.
સાડી બાંધો સ્પર્ધા:
લગ્નની પાર્ટી માં પુરુષો સાડી પહેરે અને આ સ્પર્ધા જીતવા માટે પ્રયત્ન કરે એ જોવું હકીકતમાં એક સુંદર અનુભવ છે. જીહા, આ સાડી બાંધવાની સ્પર્ધા સ્ત્રીઓ માટે નહીં પરંતુ પુરુષો માટે છે.
ગીતનું નામ જણાવો:
આઇકોનિક ગીતો વગાડો જે ખૂબ જ સામાન્ય છે અને બધાને ગીતનો અંદાજ લગાવવાનું કહો. આ ઉપરાંત કોઈ ગીતના લિરિક્સ બતાવીને ફિલ્મનું નામ જણાવવા માટે કહો. દરેક સાચા જવાબને એક એક નાનકડી ભેટ મળશે. એવું કોણ છે જેને ભેટ લેવી ગમતી નથી.
ડાન્સ સ્પર્ધા:
આ તમારા સંગીત સમારોહનો આનંદ લેવા માટેનો મનોરંજક ઉપાય છે. તમે છોકરી વાળા તરફથી હોય કે છોકરા વાળા તરફથી. આ રમત ખરેખર ખૂબ જ મનોરંજક હશે અને બંને પક્ષોના લોકો વચ્ચે વિજેતા માટે કોઈ આશ્ચર્યજનક ભેટ પણ હશે.
પગરખાની રમત પણ મનોરંજક છે:
આ રમતમાં, યુવાન દંપતિ એક હાથમાં પોતાના પગરખા અને બીજા હાથમાં તેમના સાથીના પગરખા સાથે બેક ટુ બેક બેસે છે. આ રમતમાં દંપતીના સંબંધો વિશેના પ્રશ્નનો સમાવેશ છે, તેના માટે દંપતિએ તે નિવેદનોને જોડવા માટે પગરખા ઊંચા કરીને જવાબ આપવાનો રહેશે.
તો પછી રાહ કોની જુઓ છો, આ બધી જ રમુજી રમતોને લગ્ન પ્રસંગમાં સમાવેશ કરો અને લગ્નની મજા પણ વધારો. આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team