ફેશન યુગ ખૂબ જ જલદી બદલાઈ છે અને જ્યારથી ઇન્ટરનેટ આવ્યું છે, ત્યારબાદ તો ફેશન શોખ ઝડપથી બદલવા લાગ્યો છે. કયારેક લોકો ફીટ જીન્સ પહેરીને પોતાને કુલ સમજે છે તો ક્યારેક ખુલ્લુ અને લુજ ફિટિંગ વાળા જીન્સ પહેરવાનો ટ્રેન્ડ આવી જાય છે. આવી સ્થિતિમાં બૂટની પણ ફેશન આવે છે અને આજકાલ લોકો મોજા વગર શૂઝ પહેરવા લાગ્યા છે. જોકે ટૂંકા મોજાં પહેરવાની ફેશન ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ આજકાલ મોજા વગરના શૂઝ પહેરવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. જો તમને પણ મોજા પહેર્યા વગર ચાલવાનું પસંદ છે તો તમારે પણ આ સમાચાર વાંચવા જોઈએ. કારણ કે તાજેતરના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મોજા વગરના શૂઝ પહેરવા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે અને તેનાથી ફક્ત પગમાં જ નહિ પરંતુ શરીર સંબંધી અન્ય બિમારીઓ પણ થઈ શકે છે. ચાલો જાણીએ હાલમાં કરવામાં આવેલ રીસર્ચમાં મોજા વગર શૂઝ પહેરવાથી શું નુકશાન થાય છે.
મોજા વગર પરસેવો ખૂબ આવે છે
એબીપી લાઈવની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલ એક સમાચાર મુજબ, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક વ્યક્તિના પગમાંથી દિવસમાં લગભગ 300 મિલી પરસેવો નીકળે છે. મોજાં વગર આ પરસેવો સંપૂર્ણપણે સુકાઈ શકતો નથી અને તેના કારણે પગની ભેજ વધી જાય છે. જ્યારે પગમાં ભેજનું સ્તર વધે છે, ત્યારે ઘણા પ્રકારના બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધી જાય છે.
મોજા વગર પગમાં છાલા પડી શકે છે
મોજાનું કામ ફક્ત પગનો પરસેવો સૂકવવાનું નથી, પરંતુ પગના તળિયાને નરમ રાખવા પણ થાય છે . લેધર અને સિંથેટિક મટીરીયલથી બનેલ કેટલાક શૂઝ એવા હોય છે, જેના આગળ મજબૂત હોય છે અને પગમાં છાલા પડવાનું કારણ બની શકે છે. પરંતુ ઘણા શૂઝ એવા પણ છે કે અંદરથી સોફ્ટ હોય છે, પરંતુ તો પણ મોજા પહેરવા વધારે સુરક્ષિત છે.
મોજા વગર શૂઝ પહેરવાથી એલર્જી થઈ શકે છે
ઘણા લોકોની ત્વચા ખૂબજ સંવેદનશીલ હોય છે અને આવી સ્થિતિમાં લેધર અથવા અન્ય કોઈ સિન્થેટિક મટીરીયલના સંપર્કમાં આવવું એલર્જીનું કારણ બની શકે છે. તેમજ મોજા વગર મોડે સુધી ભેજ રહેવાથી પણ ઘણા લોકોને પગમાં એલર્જી પેદા થઈ શકે છે. તેથી જરૂરી છે કે સારી ગુણવતા વાળા મોજા પહેરો.
બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થઈ શકે છે
મોજા વગર પગરખાં પહેરવાથી ફક્ત પગને નુકસાન થતું નથી, પરંતુ તેનાથી રક્ત પરિભ્રમણને લગતી સમસ્યા પણ થઈ શકે છે. મોજા વગરના શૂઝ પહેરવાથી પગના કેટલાક ભાગો પર વધારાનું દબાણ પડે છે અને તેના કારણે તે ભાગોમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકતું નથી.
આવી સ્થિતિમાં શું કરવું જોઈએ
સૌથી પેહલા તમારે શોધી કાઢવું જોઈએ કે તમારા માટે કયા શૂઝ યોગ્ય છે. ખૂબ ચુસ્ત શૂઝ પહેરવાનું ટાળો અને ખૂબ ઢીલા ચંપલ પહેરવાથી પણ પડવાનું કે લપસી જવાનું જોખમ વધી શકે છે. એટલા માટે યોગ્ય કદના શૂઝ પહેરવા મહત્વપૂર્ણ છે. સારી ગુણવત્તાના મોજા રાખો અને દરરોજ પહેરો. એક દિવસ કરતા વધુ સમય માટે મોજાની જોડી ન પહેરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “મોજા વગર શુઝ પહેરવાથી થઈ શકે છે આ 4 મોટી બીમારીઓ, જાણો કઈ રીતે ધ્યાન રાખવું”