આપણે પોતાની જાત પર વિશ્વાસ કરવો જોઈએ નહિ કે લોકોની વાતો માં આવી ને પોતાના વિશ્વાસ ને ખોઈ બેસવો. આ વાત ને સમજીશું આ વાર્તા ના માધ્યમ થી 

Image Source

એક સમયની વાત છે. એક ગામમાં સત્યેન્દ્ર શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એક વખત તે પોતાના યજમાન દ્વારા એક બકરી ને દાનમાં મેળવીને પોતાના ઘરે જતો હતો. તે રસ્તો ખૂબ જ લાંબો અને સૂમસામ હતો, બ્રાહ્મણ થોડા આગળ ગયા ત્યાં તેમને રસ્તામાં 3 નિષ્ણાત ઠગ  મળ્યા. બ્રાહ્મણના ખભા પર બકરી ને જોઈને તે ત્રણેય ઠગોએ તેને પડાવી લેવાની યોજના બનાવી.

યોજના અનુસાર ત્રણ જણ અલગ અલગ થઈ ગયા. સૌથી પહેલા એક ઠગે પંડીત ની પાસેથી પસાર થતાં કહ્યું કે પંડિતજી આ ખભા પર શું ઉઠાવીને લઈ જાવ છો? તમે આ શું અર્થ કરી રહ્યા છો? બ્રાહ્મણ થઈને પણ એક કૂતરાને પોતાના ખભા પર ઉઠાવી ને રાખ્યો છે. પંડિતે તેમને ઠપકો આપતા કહ્યું કંઈ પણ શું બોલો છો આંધળા થઈ ગયા છો કે શું? આ બકરી છે તમને દેખાતું નથી? આ વાત સાંભળીને ઠગે બનાવટી ચહેરો બનાવી ને કહ્યું કે “મારું શું જાય છે? મારું કામ છે તમને જણાવવાનું,પછી તમારી ઈચ્છા”

Image Source

 જો તમારે કૂતરો જ પોતાના ખભા પર મુકીને લઈ જવું છે તો મારે શું? તમારું કામ તમે જાણો આવું કહીને તે ત્યાંથી નીકળી ગયો.

થોડા આગળ ચાલ્યા બાદ બ્રાહ્મણ ને બીજો ઠગ મળ્યો તેને બ્રાહ્મણને કહ્યું “ પંડિતજી શું તમે નથી જાણતા કે ઉચ્ચ કુળ ના લોકો પોતાના ખભા પર કૂતરો નથી લઈને જતા ” પંડિતજીએ તેને પણ ઠપકો આપતાં જણાવ્યું અને તે આગળ વધી ગયા.

ત્યાંથી થોડેક દૂર આગળ જઈને પંડિતજીને ત્રીજો ઠગ મળ્યો અને તેને પંડિતજીએ પૂછ્યું

Image Source

“પંડિતજી એક બ્રાહ્મણ થઈને કુતરા ને તમે પોતાના ખભા પર લીધો છે તેના પાછળનું કારણ શું છે?” ત્યારે પંડિત દિન મનમાં વિચાર આવ્યો કે મારી આંખો જ મને છેતરતી હોય તેવું લાગે છે,  આટલા બધા લોકો જુઠ્ઠું ન બોલે. લાગે છે કે આ કૂતરો જ છે આમ તેમને રસ્તામાં થોડા આગળ જઈને બકરી ને પોતાના ખભા પર થી ઉતારી ને તે પોતાના ઘર તરફ જતા રહ્યા.

તે ત્રણેય ઠગ તેની પાછળ હતા ત્રણેવ ઠગે બકરીને મારીને તેની દાવત ઉઠાવી.  એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે વારંવાર બોલવામાં આવતા જૂઠને તથા વધુ લોકોનાં બોલવા પર આપણને તે સાચું જ લાગે છે અને લોકો તે છેતરપિંડીનો શિકાર બની જાય છે.

 મિત્રો એટલા જ માટે આપણે એવા લોકોથી સતર્ક રહેવું જોઈએ. આપણી આસપાસ એવા લોકો છે જે અફવા ફેલાવે છે અને આપણે તે અફવા પર વિશ્વાસ કરી લઈએ છીએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આપણે પોતાની જાત પર વિશ્વાસ કરવો જોઈએ નહિ કે લોકોની વાતો માં આવી ને પોતાના વિશ્વાસ ને ખોઈ બેસવો. આ વાત ને સમજીશું આ વાર્તા ના માધ્યમ થી ”

Leave a Comment