પાણીનું મહત્વ:
જળ એ જ જીવન છે, એવું હંમેશા આપણે સાંભળીએ છીએ પરંતુ અનુસરીએ છીએ કેટલું? શું આપણે જળની સુરક્ષા જીવનની જેમ કરીએ છીએ?શું આપણે તેને મનુષ્યના જીવન જેટલું પ્રેમ આપીએ છીએ? દરેક વ્યક્તિ પાસે આ પ્રશ્નોના જવાબો ના જ હશે. આપણે બધા જાણીએ છીએ કે પાણી વિના આપણે આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ તેમ છતાં આપણે તેનો વ્યર્થ ખર્ચ કરીએ છીએ. આપણી પૃથ્વીનો 70% ભાગ પાણીમાં ડૂબેલો છે પરંતુ તેમાંથી 1-2% જ ઉપયોગ કરવા લાયક છે. આપણે પાણીને ખૂબ જ બચાવવાની જરૂર છે, નહીં તો તે દિવસ દૂર નથી જ્યારે આપણે દરેક એક એક ટીપા માટે તરસીશું. પાણી એ એવી સંપત્તિ છે કે આપણે તેને બચાવશું ત્યારે જ આપણી આવનારી પેઢી તેનો ઉપયોગ કરી શકશે.જો પાણી છે, તો ભવિષ્ય છે.
પાણીનો બગાડ થતો અટકાવવા માટે આપણે આપણા ઘરથી જ શરૂઆત કરવી જોઈએ. ફક્ત થોડી સમજ અને એક ઉઠાવેલા કદમ સાથે આપણે આપણી આવનારી પેઢીને આ ભેટ આપી શકીએ છીએ.
પાણીની બચત કેવી રીતે કરવી અને બચાવવા માટેની રીતો:
1. નળને ખુલ્લો ના છોડો- તમે જ્યારે પણ બ્રશ કરો, દાઢી કરો, સિંકમાં વાસણ સાફ કરો તે સમયે જરૂર ન હોય તો નળ બંધ રાખો, વ્યર્થ માં પાણી બગાડવું નહીં. આમ કરવાથી દર એક મિનિટે આપણે છ લિટર જેટલું પાણી બચાવી શકીએ છીએ. સ્નાન કરતી વખતે પણ ડોલમાંથી પાણી નકામું વહેવડાવવું નહિ.
2. નહાવા માટે શાવરને બદલે ડોલનો ઉપયોગ કરવો. જો શાવરનો ઉપયોગ કરો તો નાના લગાવવા જેથી કરીને પાણીની ઓછી ખપત થાય. શાવર નો ઉપયોગ ન કરીને આપણે 40 થી 45 લિટર પાણી દર એક મિનિટે બચાવી શકીએ છીએ.
3. જ્યાં પણ નળ લીક થાય તેને તરત સરખો કરાવવો. નહીંતર તેની નીચે ડોલ કે બાઉલ રાખો અને પછી તે પાણીનો ઉપયોગ કરો.
4. લો પાવર વાળા વોશિંગ મશીનનો ઉપયોગ કરો. તેનાથી પાણીની બચત થાય છે અને વીજળી ની પણ ઓછી જરૂર પડે છે. વોશિંગ મશીનમાં દરરોજ થોડા થોડા કપડા ધોવાને બદલે તેને એકત્રિત કરીને ધોઈ લો.5. છોડને પાણી પાઇપ ને બદલે વોટર કેનથી નાખો. તે ખૂબ ઓછા પાણીનો ઉપયોગ કરે છે. પાઇપ દ્વારા એક કલાકમાં 1000 લિટર જેટલા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જે સંપૂર્ણ રીતે પાણી નું નુકસાન છે. શક્ય હોય તો કપડાં ધોયેલું પાણી છોડને આપવું.
6. ઘરમાં પાણીનું મીટર લગાવવું. તમે જેટલું પાણીનો ઉપયોગ કરશો, તે મુજબ તેનું બીલ આવશે. બિલ ભરતી વખતે તમને સમજાશે કે તમે કેટલો પાણી નો બગાડ કર્યો છે અને પછી ભવિષ્યમાં ધ્યાન રાખશો.
7. ગીઝર માંથી ગરમ પાણી કાઢતી વખતે પહેલા ઠંડુ પાણી આવે છે જેને આપણે ફેંકી દઈએ છીએ. આવું ન કરો, અલગ ડોલમાં ઠંડું પાણી ભરો અને પછી બીજા માં ગરમ પાણી. તમે આ પાણીનો ઉપયોગ બીજે ક્યાંક કરી શકો છો.
8. ફ્લશમા પણ ઘણા વધારે પાણીનો ઉપયોગ થાય છે, તેથી એવો ફ્લશ લગાવવો કે જેમાં પાણીનો ફોર્સ ઓછો હોય.
9.ગટરને હંમેશા સાફ રાખો, કારણકે જ્યારે તે ભરાય જાય છે ત્યારે સાફ કરવા માટે ઘણું પાણી વહેવડાવવું પડે છે. તેથી પહેલેથી જ સાફ સફાઈ રાખો.
10. વૃક્ષો વાવો જેથી વરસાદ પડે અને નદી નાળા ભરાઈ જાય.
પાણીની બચત શા માટે જરૂરી છે:
- પૈસાની બચત માટે.
- વીજળીની બચત માટે.
- આપણા બચાવવાથી જરૂરતમંદને મદદ મળશે.
હંમેશાં પાણીની રક્ષા કરો, અને બીજાઓને પણ આવું કરવા માટે પ્રેરણા આપો. આપણે કરીશું ત્યારે જ આપણાથી નાના આપણી પાસેથી શીખશે. જો રસ્તામાં ક્યારેય પણ કોઈ નળ ખુલો હોય, તો તેને બંધ કરો, જો પાઇપલાઇન તૂટી ગઈ હોય તો તેના વિશે ફરિયાદ કરો. આજકાલ તો આપણા ઘરે પાણી આવે છે, પાણીની કિંમત તે લોકો સમજે છે જેઓ 4-5 કિમી ચાલીને પાણી ભરવા માટે જાય છે. 1-2 ડોલ માટે તેમને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. આપણે તેમની મદદ સીધી રીતે તો કરી શકતા નથી. પરંતુ ઓછામાં ઓછું પાણી તો બચાવીએ, જેથી તે સાચા હાથ સુધી પહોંચી શકે. આજથી જ તમારા ઘરેથી તેની શરૂઆત કરો, આ એક સામાજિક જવાબદારી છે જે આપણે બધાએ સાથે મળીને ઉઠાવવી જોઈએ.
જળ એ જ જીવન છે અને તેનાથી જ આપણું જીવન ચાલે છે, પરંતુ શું કોઈ તેનો વિશ્વાસ કરે છે,નહી. આજના સમયમાં, પાણીના દરેક ટીપાંને બચાવવા જરૂરી છે. તે પણ સત્ય છે કે જો તમે પાણી બચાવશો નહીં, તો આવનારી પેઢી એક ટીપા માટે તરસશે. જેટલી ઝડપથી પૃથ્વી પર પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે, તે પરથી તો એવું જ લાગે છે. શરૂઆતમાં, જ્યાં પૃથ્વી પર ઘણું ઊંડાણમાં પાણી હતું, આજે એવી સ્થિતિ છે કે આજે અહીં 90 થી 100 ફૂટ પાણી નીચે જતું રહ્યું છે.
પાણીનો બગાડ અટકાવો :
જે રીતે પાણીનો બગાડ થાય છે તે પરથી તે શીખવા મળે છે કે પાણીને આવનારા ભવિષ્ય માટે બચાવવું જોઈએ. આજના પાણીની બચત આવનારા સમય માટે જરૂરી છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ખુલ્લી ગટરો અને ખરાબ મશીનરી અથવા પાઇપના કારણે પાણીનો બગાડ થાય છે જેના કારણે ખૂબ વધારે પાણીનો બગાડ થાય છે. તમારે પણ તમારી જવાબદારીઓ સમજવી જોઈએ અને જો તમે કોઈ જાહેર સ્થળે જઈ રહ્યા છો અને ત્યાંથી પાણી બંધ કરવાની પોતાની જવાબદારીને સમજો. કોઈ કારણ વગર પાણી બગાડશો નહિ અને નકામું જવા દેશો નહિ. તમે લગભગ આ હકીકતથી પરિચિત હશો કે ઘણા બધા પક્ષી પાણી વગર તેમનો જીવ છોડે છે.
પાણીની બચત માટે જળ સંરક્ષણ અને સંગ્રહ:
આજે જોવામાં આવે તો પાણી જ જીવનનો આધાર છે અને જો પાણીને બચાવવું છે તો તેનો સંગ્રહ કરવો જરૂરી છે. પાણીની પ્રાપ્તિ પણ ઘણી ઝડપથી ઘટી રહી છે,અને મહામારી પણ વધી રહી છે. પાણીને બચાવવું આપણી રાષ્ટ્રીય જવાબદારી છે અને આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પર પણ ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. પાણીના સ્ત્રોતમાં ઉણપ આવી રહી છે. પાણીને સુરક્ષિત રાખવું અને તેને બચાવવું એ આપણી નૈતિક જવાબદારી છે. કેવી રીતે પાણીના સ્ત્રોતમાં ઉણપ આવી રહી છે તે હિસાબથી પાણીને બચાવવું અશક્ય બની ગઈ છે. પાણીને બચાવવા માટે પણ આપણે કામ કરવું જોઈએ, આપણી જવાબદારીને આપણે સમજવી જોઈએ.
કૃષિમાં પાણીની બચત એ આજની જરૂરિયાત છે:
- ખેતી પાણી વગર બિલકુલ થતી નથી. શું તમને ખબર છે કે ખેતી માટે પણ પાણી ખૂબ જરૂરી હોય છે. પાણીની બચત આજના સમયમાં આપણી પેહલી પ્રાથમિકતા હોવી જોઈએ.
- તેના માટે ખેતી વિભાગની સાથે સાથે જે પણ લાભાર્થી છે તેને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે જરૂરિયાત મુજબ જ ખેતર અને પાકમાં પાણી ઉમેરે. તેનાથી વધારે નહીં જેથી પાણીની બચત કરી શકાય છે.
- જે પાકમાં ઓછા પાણીની જરૂરિયાત છે તે પાકને વધારે ઊગાવવામાં આવે જેથી પાણીની બચત થાય.
- પાણીના બિનજરૂરી બગાડવા વાળા પાકને ઓછા ઉગાડવા જોઈએ, સાથેજ એવા પાકને વરસાદની ઋતુમાં ઉગાડવા જોઈએ જેથી તે પાક પર પાણીની માંગ ઓછી થાય.
આપણે પાણીની બચત કેમ કરવી જોઈએ:
શું તમે જાણો છો કે પાણીની બચત આપણે કેમ કરવી જોઈએ? આ સવાલના જવાબ માટે સૌથી પહેલા આપણે પાણીના મહત્વ વિશે જાણવું પડશે, પાણી જીવનની પ્રથમ જીવન આપતી વસ્તુઓમાંથી એક છે પરંતુ આ ઉપરાંત ઓક્સિજન, પાણી અને ભોજન વગર તે જીવી શકતું નથી. આપણી પૃથ્વીના 71 ટકા ભાગ પર પાણી છે જે ધીમે ધીમે ઓછું થતું જઈ રહ્યું છે. આ 71 ટકા પાણીના ભાગમાં ફક્ત 2 ટકા પાણી જ પીવાલાયક છે. દુનિયાભરમાં લાખો લોકો ટન પાણી દરરોજ પીવે છે જેનાથી તે અંદાજ લગાવવામાં આવે છે કે પાણીની ઉણપ ઘણી વધારે થઈ રહી છે. તેના માટે તે જરૂરી છે પાણીનો બગાડ અટકાવવો જોઈએ.
પાણીનું સ્વચ્છ હોવું પણ પાણીની આજની જરૂરત છે:
- ખરાબ અને દૂષિત પાણીથી ઘણા લોકો બીમાર થઈ રહ્યા છે જેના કારણે ઘણીબધી બીમારીઓ ફેલાઈ રહી છે તેથી હંમેશા પાણીનો બચાવ કરો જેથી તે સુરક્ષિત રહે અને સારું રહે.
- તમને ખબર હશે કે ન્યુઝ પેપર બનાવવા માટે 13 લીટર પાણીનો ઉપયોગ થાય છે જેનાથી પાણી ઘણું બગડે છે.
- આપણા દેશની સ્થિતિ તો એવી છે કે અહી દર 15 સેકન્ડમાં એક બાળક આ દૂષિત પાણીથી મરે છે.
- તેથી દૂષિત પાણીથી બચવા માટે પાણીનો બચાવ અને સંગ્રહ જરૂરી છે.
પાણીની બચત આજની જરૂરિયાત:.
- સૌ પ્રથમ, તમારે એ બાબતની કાળજી લેવી જોઈએ કે ઓછામાં ઓછું પાણી બગાડવામાં આવે છે અને તેનું સંરક્ષણ થઈ શકે છે.
- એક અનુમાન મુજબ જો પૃથ્વી પર થોડું થોડું પાણી રોજ બચાવવામાં તો ઘણું પાણી બચી શકે છે.
- રોજિંદા જીવનનાં પાણીનો ઉપયોગ જેટલો જરૂરી થાય તે રીતે કરો જેથી પાણી બચાવી શકાય.
- સ્નાન કરતી વખતે, શક્ય તેટલું પાણી બચાવો, ડોલ ભરાયા પછી, નળ બંધ કરો અને જરૂરી હોય ત્યારે જ પાણીનો ઉપયોગ કરો.
- નળ બંધ કરતી વખતે, પાઇપને ચુસ્ત રીતે બંધ કરો જેથી બાકીના પાણીનો બગાડ ન થાય.
- વૃક્ષો કાપવાનું બંધ કરો જેથી આપણે પર્યાવરણના નિયમો અનુસાર વરસાદનું પાણી મેળવી શકીએ.
પાણી આપણા જીવનની જરૂરિયાત છે તેને હંમેશા બચાવવું જોઈએ અને જેટલું બની શકે તેનો સંગ્રહ કરવો જોઈએ. આજના પાણીની બચત કાલની કમાણી થઇ શકે છે. જે રીતે પાણીનો બગાડ થાય છે તેનાથી તે શીખ જરૂર મળે છે કે પાણીને આવનારા ભવિષ્ય માટે બચાવવું જોઈએ. આજના પાણીની બચત આવનારા સમય માટે જરૂરી છે. ઘણીવાર જોવામાં આવ્યું છે કે ખુલ્લી ગટર, ખરાબ મશીનરી અને પાઇપના કારણે પાણીનો બગાડ થાય છે જેના કારણે પાણી ઘણુ ખરાબ થઈ રહ્યું છે. આશા કરીએ છીએ, તમને આ લેખ પસંદ આવ્યો હશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team