ખરાબ જીવનશૈલી અને ખોટી ખાણી પીણીની આદતથી ઘણા લોકોને મેદસ્વિતાની સમસ્યાઓ હોય છે. એકવાર વજન વધી ગયા પછી તેને ઘટાડવામાં ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ એવી કેટલીક રીતો છે જે અજમાવીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.
મેદસ્વિતા કે વજન વધવું એ કોઈ સમસ્યાથી ઓછું નથી. ખરાબ જીવનશૈલી અને ખોટી ખાણી પીણીની આદતને લીધે ઘણા લોકો વજન વધવાની સમસ્યા સામે લડી રહ્યા છે. કેટલાક લોકોને સમજાતું નથી કે તેઓ કઈ રીતે પોતાના વજન ઉપર નિયંત્રણ કરી શકે. જીમ જઈને વર્કઆઉટ કરવો એ એક વિકલ્પ હોઈ શકે છે. પરંતુ ઘણા લોકોને તેના માટે સમય કાઢવો મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં તેઓ ઇચ્છે છે કે કોઈ એવો ઉપાય મળી જાય, જેનાથી વગર મહેનતે વજન ઘટાડી શકાય. જો તમે પણ એવું વિચારી રહ્યા છો તો પરેશાન થવાની જરૂર નથી કારણકે તમે ફક્ત હૂંફાળું પાણી પીને તમારી મેદસ્વિતા સરળતાથી ઘટાડી શકો છો. અહીં જાણો, હૂંફાળું પાણી પીવાથી કઈ રીતે વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. સાથે જ જાણો કે એવી કઈ વસ્તુઓ છે જેને હુંફાળા પાણી સાથે ભેળવીને વધારે ફાયદો મેળવી શકાય છે?
હૂંફાળું પાણી પીવાથી કેવી રીતે વજન ઓછું થાય છે?
પાણી શરીરના પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે અને ઝેરી કચરાને બહાર કાઢે છે. સાથે સાથે તે પાચન ક્રિયાને પણ ઉત્તમ બનાવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગરમ પાણી પીવાથી અમુક કિલો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. ગરમ કે હુંફાળું પાણી દરરોજ સવારે કે દિવસ દરમિયાન પીવાથી વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદ મળી શકે છે.
વજન ઘટાડવામાં હૂંફાળું પાણી કેમ ફાયદાકારક છે?
પાણી પીવાથી ઓછું ખાશો:
જ્યારે વજન વધવાની વાત આવે છે, જ્યારે ઘણા લોકો કહે છે કે વધારે ભોજન કરવાથી વજન વધવા લાગે છે. જો તમને પણ એકસાથે વધારે ભોજનની આદત છે અને તમને વારંવાર ભૂખ લાગી રહી છે, તો પાણી પીવું એ એક સારો વિકલ્પ છે. જો તમે ભોજન કર્યા પહેલા વધારે પાણી પીઓ છો, તો તમારી ભૂખ શાંત થઈ જશે અને તમે એક સાથે વધુ નહીં ખાવ. તમે ઈચ્છો તો વજન ઘટાડવા માટે હુંફાળું પાણી પણ ભોજન કરતાં પહેલાં પી શકો છો. આમ કરવાથી તમે મેદસ્વિતા ઘટાડી શકો છો.
કુદરતી રીતે વજન ઘટાડો:
પાણીમાં કેલરી હોતી નથી, આ કારણે જો તમે દિવસમાં ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીઓ છો તો તેનાથી તમને ફાયદો થશે. ગરમ પાણી શરીરની ચરબી ઓછી કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે મેટાબોલિઝમને વધારે છે, જેનાથી કેલરી ઝડપથી ઓછી થાય છે અને એનર્જી પણ વધે છે. સોડા યુક્ત પીણાં, ચા અને કોફી તમને હાઇડ્રેટ તો રાખે છે, પરંતુ તેને પીવાથી તમારું વજન વધી શકે છે. વજન ત્યારે જ વધશે, જ્યારે તમે સાદું હૂંફાળું પાણી પીશો.
ચરબી ઘટે છે:
શરીરમાં વધારે પડતી ચરબી નુકશાન કારક હોઈ શકે છે. જો તમે પાણી પીઓ છો, તો તેનાથી કિડની અને લીવર પર અસર પડે છે. કિડની શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, તો લીવર પણ ઘણા મહત્વપૂર્ણ કાર્ય કરે છે. જો શરીરને ભરપૂર પ્રમાણમાં પાણી ન મળે, તો કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી. આવી સ્થિતિમાં શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા માટે વધુ કામ કરવું પડે છે.
હૂંફાળું પાણી આ રીતે પીવું:
- સવારે ભૂખ્યા પેટે ગરમ કે હુંફાળું પાણી પીવું.
- જો તમે કસરત કરો છો કે જીમ જાઓ છો, તો તેને કરતા પહેલા એકથી બે ગ્લાસ પાણી પીવું.
- ત્રણેય વાર ભોજન કરતાં પહેલા હુંફાળા પાણીનું સેવન કરો, જેથી તમારી ભૂખ ઓછી થાય.
- ભોજન કર્યા પહેલા અને પછી પણ હુંફાળું પાણી પીવું.
- રાત્રે સૂવાના થોડા કલાકો પહેલા હુંફાળું પાણી પીવું.
તમે આ વસ્તુઓ ભેળવીને હૂંફાળું પાણી પી શકો છો:
ઘણા લોકો એવા હોય છે જેમને વધારે પાણી પીવાની ઈચ્છા થતી નથી અને હૂંફાળું પાણી તો ઘણા ઓછા લોકો પીવાનું પસંદ કરે છે. તેથી અમે તમને નીચે કેટલીક એવી રીત જણાવી રહ્યા છીએ, જેનાથી હૂંફાળા કે ગરમ પાણીમાં સ્વાદ પણ આવી જાય અને વજન પણ ઘટી જાય. વજન ઘટાડવા માટે ગરમ પાણીમાં આ વસ્તુઓ ઉમેરો.
- ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવું.
- તમારી ઈચ્છા મુજબ લીંબુ ઉમેરીને પણ પી શકો છો.
- ગ્રીન ટી પીવી ઉત્તમ રહેશે.
- જીરા વાળી ચા પીવો.
- લીંબુની ચા પી શકો છો.•અજમાની ચા પણ એક ઉત્તમ વિકલ્પ છે.
- ફળો અને શાકભાજીઓથી તૈયાર ડિટોક્સ પીણાં પીવો.
- શાકભાજીઓનું જ્યૂસ અને સૂપ પણ પી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team