જીવનમાં આપણે હંમેશા સફળતા પાછળ ભાગીએ છીએ. આપણી જાતને આપણે એવી જગ્યાએ લઈ જવા માગીએ છે જ્યાથી આપણાને જીવનના દરેક સુખ મળી રહે. માણસ પોતાની જીંગદીમાં હંમેશા થોડા થોડા સમયે બદલાવ લાવતો રહેતો હોય છે. જોકે ઘણા લોકો એવા પણ હોય છે. કે જેઓ જીવનમાં સફળતા તો મળેવી લે છે. પરંતુ તેઓ ખુશ નથી રહેતા
સંપત્તિ , પરિવાર, માન સન્માન હોવા છતા પણ અમુક લોકો એવા પણ હોય છે. જેઓ ખુશ નથી રહી શકતા તેમની પાસે જીવનની બધીજ ભૌતિક સુવીધાઓ હોય છે. પરંતુ તે સુવીધાઓ તેઓ દવા દારૂમાં ખર્ચ કરી નાખે છે. જેથી તેઓ ખુશ નથી રહી શકતા
મિત્રો જીવનનો આનંદ માત્ર સફળતા અને કામ કરવાથી નથી મળતો. પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તે પણ તમારી ફરજ છે. કારણકે જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન નહી રાખો તો લાંબા ગાળે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરંતુ તે સમસ્યાઓ સામે લડ્યા વગર જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો તે વધારે સારુ રહેશે.
સફળતા મેળવવી તે આપણો જન્મસિદ્ધ હક છે. પરંતુ તે સફળતા મેળવવાની સાથે સાથે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારું સ્વાસ્થ્ય પણ તમારા માટે તેટલુંજ મહત્વનું છે. જેથી આજે અમે તમને તમારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું ટકી રહે તે માટે અમુક ઉપાયો જણાવીશું. જેને વાંચીને તમે સમજી જશો કે તમે તમારુ સ્વાસ્થ્ય સારુ કેવી રીતે રાખી શકશો.
ખોરાકમાં સંતુલન રાખો
સ્વાથ્યને સારુ રાખવા માટે આપણો ખોરાક આપણા માટે ઘણો મહત્વનો છે. જો તમે પૌષ્ટિક ખોરાક લેવાનું રાખશો તો તમારું સ્વાથ્ય સારુ રહેશે. પરંતુ તમે આચરકુચર અને બહારનું જંકફુડ ખાવાનું વધારે રાખશો તો તેના કારણે તમારા સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડી શકે છે.
તમારા શરીર માટે કયો ખોરાક સારો છે. તેના વીશે તમારે જાતે જણાવું પડશે. સાથેજ ખોરાકને કેટલા પ્રમાણમાં ખાવો તે પણ તમારે નક્કી કરવું પડશે. પ્રમાણસર ખોરાક લેશો તે તમારા માટે વધારે સારુ રહેશે.
આયુર્વેદમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે તમારી પ્રવૃત્તિ પ્રમાણે આહાર લેવાનું રાખજો. એટલેકે જો તમને પિત્ત જેવી સમસ્યાઓ થતી હોય છે. તો તમારે તળેલી વસતુઓ , હળદર વાળી વસ્તુઓ વગેરે જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. પરંતુ આના માટે સૌથી જરૂરી છે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારા શરીર માટે કયો ખોરાક સારો છે. અને કયો ખરાબ છે.
દિનચર્યાને સંતુલિત રાખો
આપણી દિનચર્ચાનો પ્રભાવ જેટલો આપણા કામ પર પડતો હોય છે. તેટલોજ પ્રભાવ આપણા સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. જો તમારી દિનચર્ચા સંતુલીત રહેશે તો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો તમારી દિનચર્યા રોજ એક પ્રકારની રહેશે તો તમારું મગજ પણ શરીરને સાથ આપશે. અને તે દરેક કામ યોગ્ય રીતે કરવાની આદતમાં લાગી જશે.
સવારથી ઉઠીને રાતે તમે સુવો ત્યા સુધી તમારી દિનચર્યાનો સમયે નક્કી હોવો જોઈએ. આવું અમે એટલા માટે કહી રહ્યા છે કારણકે દીનચર્યાની આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હોય છે.
તમારી દીનચર્યા યોગ્ય રહે તે માટે જો તમે રોજ સવારે 6 વાગે ઉઠીને વ્યાયામ કે મોર્નિગ વોક કરશો ત્યારબાદ ફ્રેશ થઈને તમે નાસ્તો કરો, 15 મીનીટ આરામ કરીને તમારા કામે લાગી જાવ બપોરના 2 વાગે જમી લો, જમીને 15 મિનિટનો બ્રેક લેશો તો વધારે સારુ લાગશે. સાંજે જો તમને ભૂખ લાગે તો તમે હલ્કો નાસ્તો કરી શકો શકો છો. ઘરે આવ્યા બાદ અડધો કલાક એકલામાં બેસીને રાતે 9 વાગે તમે ભોજન કરી શકો છો. જો આ ટાઈમ ટેબલ પ્રમાણે તમે સમય વીતાવશો તો તમને ઘણો ફાયદો મળી રહેશે.
ઋતુચર્યાને નજર અંદાજ ન કરશો
ઋતુચર્ચાનો મતલબ થાય છે કે તમે ઋતુ પ્રમાણે રહો જેમા તમે પરિવર્તન સાથે રહેશો તો તમને ફાયદો રહેશે ઠંડીમાં તમારે તે હિસાબે ખોરાકી રાખવી જોઈએ. તેજ રીતે ગરમીમાં પણ તમારે પાણી પીવાનું વધારે રાખવું જોઈએ. જેમ જેમ ઋતુ બદલાતી હોય છે. તેમ તેમ આપણા ખાનપાન પર તેની અસર થતી હોય છે. તેમા પણ જો તમે કસરત કરો છો. તો તે પણ તમારે બદલવી જોઈએ.
સીઝનને અનુકુળ તમારે ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને લીલા શાકભાજી તો તમે ગમે તે સીઝનમાં ખાઈ શકો છો. પરંતુ ગરમીમાં ખવાતી કોઈ વસ્તુ તમારે ઠંડીમાં ન ખાવી જોઈએ. તેજ રીતે ઠંડીમાં ખવાતી કોઈ વસ્તુ તમારે ગરમીમાં ન ખાવી જોઈએ.
યોગ કરીને હંમેશા સ્વસ્થ રહો
યોગનું આપણા જીવનમાં ઘણું મહત્વ રહેલું છે પરંતુ આપણે લોકો તેને ગંભીરતાથી નથી લેતા. યોગ આપણા જીવનનો એક ભાગ કહી શકાય. જે પણ વ્યક્તિ યોગા કરતો હશે તેને યોગાના ફાયદાઓ વીશે પૂછજો તો તે તમને જરૂરથી તેના ફાયદાઓ વીશે માહિતી મળી રહેશે.
યોગ કરવાથી ગંભીરથી ગંભીર બિમારીઓ સામે આપણાને રક્ષણ મળી રહેતું હોય છે. સાથે આપણા સ્વાસ્થ્યમાં પણ યોગનું ઘણું મહત્વ રહેલું છે. પરંતુ બદલાતી ઋતુ સાથે આપણે યોગ કરતા રહેવુ પડે. જે યોગમાં ગરમી વધારે થતી હોય તે યોગને ઉનાળામાં ન કરવા જોઈએ
યોગમાં ખાસ કરીને જ્ઞાન મુદ્રા કરશો તો તમારી યાદશક્તિમાં વધારો થશે. જોકે તમારે રેગ્યુલર આ મુદ્રા કરવી જરૂરી છે, આ મુદ્દા કરવાથી તમારી માનસીક બિમારીઓ પણ દૂર થશે. સાથેજ અનિદ્રા અને ચીડયાપણાથી પણ તમને રાહત મળી રહેશે
તેજ રીતે જ્ઞાન મુદ્દા સિવાય પણ તમે પ્રાણ મુદ્રા, પૃથ્વી મુદ્રા, વાયુ મુદ્રા સૂર્ય મુદ્રા વગેરે જેવી મુદ્રાઓ તમે કરી શકો છો. જેનાથી તમને ઘણી રાહત મળી રહેશે. સાથેજ આ મુદ્રાઓ કરવાથી તમને શારિરીક અને માનસિક સમસ્યાઓથી પણ છુટકારો મળી રહેશે.
પોઝિટીવ વિચારો રાખો
પોઝિટીવ વિચારો આપણા જીવનમાં ઘણુંજ મહત્વ રાખે છે. વધારે પ઼ડતી ચીંતા પણ આપણાને નેગેટિવ વિચારોને કારણેજ આવે છે. જેથી જો તમે જીવનમાં પોઝિટીવ વિચારો રાખશો તો તમને ઘણો ફાયદો મળી રહેશે. જેમા ખાસ તો તમને ચીંતાથી રાહત મળશે
ચીતા સામે લડવા માટે માત્ર હકારાત્મક વિચારોજ કામ આવતા હોય છે. જીવનમાં જો હંમેશા આપણે હકારાત્મક વિચારો રાખીશું તો તેનાથી તમને ઘણો ફાયદો મળી રહેશે. હકારાત્મક વિચારો લાવવા માટે સૌથી પહેલાતો તમારે રોજ સૂર્યોદય પહેલા ઉઠી જવું પડશે જેથી તમારો દીવસ તાજગી ભર્યો રહેશે.
જીવનમાં પોઝીટીવ થીંકીગ માટે તમે સત્સંગ, આસન, વ્યાયામ કરી શકો છો. જેથી તમારા જીવમાં હંમેશા પોઝિટીવ વિચારો રહેશે. ક્યારેય પણ પોતાની જાતને એકાંતમાં ન રાખતા અને હંમેશા એ વસ્તુનુ ધ્યાન રાખજો કે પોઝિટીવ વિચારથીજ શારિરીક અને માનસીક રીતે સ્વાસ્થ્યને આપણે સારુ રાખી શકીશું.
મન ખોલીને હસવાનું રાખો
જીવનમાં ગમે તેટલા દુખ આવે પરંતુ હંમેશા હસતા રહેજો ક્યારેય પણ દુખમાં દુખી થઈને હસવાનું છોડી ન દેતા.કારણકે વ્યક્તિ જ્યા સુધી હસતો રહેશે ત્યા સુધી તેનુ સ્વાસ્થ્ય સારુ રહેશે. ઉપરાંત એક કડવું સત્ય એ પણ છે કે જે લોકો હસતા હોય છે. તેમનીજ જોડે લોકો વધારે વાતચીત કરવાનું પસંદ કરે છે. પરંતુ જે લોકો હંમેશા ઉદાસ રહેતા હોય છે. તેમની જોડે કોઈ વધારે વાતચીત પણ નથી કરતું
જ્યારે પણ આપણાને ખુશી મળે અને આપણે હસીએ છીએ ત્યારે આપણા શરીરમાં હોર્મોન્સ પેદા થતા હોય છે. જે આપણાને દરેક તણાવ સામે રક્ષણ આપતા હોય છે. એક સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે હસવું ઘણું જરૂરી છે,
સાથેજ હસવાથી આપણાને શારિરીક અને માનસીક રીતે આરામ મળે છે. ઉપરાંત આપણું પાચનતંત્ર પણ મજબૂત થતું હોય છે. મન ખોલીને હસવાથી આપણી યાદશક્તિમાં પણ વધારો જોવા મળતો હોય છે.
જો તમે દિવસમાં અડધો કલાક હસીને વીતાવશો તો તમારા સ્વાસ્થ્ય પર તેની ઘણી સારી અસર પડશે. હસવાથી તમારા શરીરના અંગે અંગમાં સ્ફૂર્તી રહેશે. સાથેજ રક્તસંચાર પણ વધી જશે. માટે જીવનમાં હંમેશા હસતા રહેશો તે તમારા માટે સારુ રહેશે.
તન અને મનનું સંતુલન રાખજો
સંતુલીત આહાર, વ્યાયામ અને બીજા બાકીના નીયમો જો તમે યોગ્ય રીતે પાળશો તો સમજી લેજો કે તમે બધી રીતે ફીટ છો. કારણકે પોતાને સ્વસ્થ્ય રાખવાનો મતલબ એવો નથી કે તમે શારિરીક અને માનસીક કામ કરવાના છોડી દો. તમારે શરીરને અને મગજને શ્રમતો આપવોજ પડશે.
દિવસમાં જ્યારે પણ તમે ફ્રી પડો ત્યારે તમારે શારિરીક શ્રમ પણ લેવો જોઈએ. શારિરીક શ્રમ લેવાથી માનસિક રીતે કોઈ પણ વસ્તુ આપણા પણ ભારે નથી થતી. જેના કારણે આપણું મન પણ પ્રફુલ્લીત રહે છે. પરિણામે આપણાને સારો અનુભવ થતો હોય છે.
સ્વાસ્થ્યને સારુ રાખવા માટે શારિરીક અને માનસીક શ્રમ લેવો પણ ખુબ જરૂરી છે. શારિરીક શ્રમ લીધા વિના તમે ક્યારેય પણ સ્વસ્થ્ય નહી રહી શકો. સાથેજ શારિરીક શ્રમ લેવાથી તમારા શરીરના હાડકા પણ મજબૂત રહેતા હોય છે. સાથે માનસિક રીતે પણ રિલેક્સ ફીલ કરશો.
ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાકાળમાં તો આપણું સ્વાસ્થ્ય સારુ રહે તે ખુબજ જરૂરી છે. જીવનમાં ભલે ગમે તેટલા સફળ થઈએ ગમે તેટલા આગળ વધીએ પરંતુ આપણું સ્વાસ્થ્ય સારુ રહે તે વધારે જરૂરી છે. જેથી હંમેશા તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર રહેજો તે વધારે સારુ રહેશે.
ક્યારેય પણ પોતાના સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન દાખવતા કારણકે તેની અસર પછી લાંબા ગાળે આપને દેખાશે હાલ આપને તેની અસર નહી દેખાય. સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીને કારણે ભવીષ્યમાં તમને ગંભીર બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. જેથી હંમેશા પોતાને સ્વસ્થ રાખજો. સાથેજ સૌથી અગત્યની વાત એ કે પોતાના ખાન પાન ઉપર વધારે ધ્યાન આપશો તો સારુ રહેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team