માલદીવ એક એવું સ્થળ છે જ્યાં મોટાભાગે લોકો ફરવા જવાનું સ્વપ્ન જોવે છે. પરંતુ ત્યાં પહોંચવાની કિંમત ખૂબ વધારે છે. ઘણા બોલીવુડ સેલેબ્સ પણ માલદીવ જાય છે અને ત્યાંથી તે પોતાની મુસાફરીની તસવીરો અને વીડિયો પણ શેર કરે છે, જે આપણને પણ લોભાવે છે પરંતુ વધારે પડતી કિંમતના કારણે આપણે આપણા સ્વપ્નોને મારવા પડે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં એક સ્થળ એવું છે જ્યાં મીની માલદીવ આવેલું છે.
આ સ્થળ ટિહરી ઉતરાખંડમાં આવેલું છે. અહી તમે માલદીવ જેવી મજા માણી શકો છો. આ ઉપરાંત ટ્રીપ પણ તમારા બજેટમાં હશે. ટિહરી બાંધ પર ઉત્તરાખંડનું મીની માલદીવ આવેલું છે. તે ગંગા અને ભાગીરથી નદી પર બનેલું છે. આ સ્થળને ફ્લેટિંગ હટસ અને ઇકો રૂમ્સ પણ કહેવામાં આવે છે.
અહીંથી તમને પહાડો અને સુંદર ખીણો જોવા મળશે. ખાસ બાબત એ છે કે તમે ફ્લોટિંગ હાઉસમાં રહેવા ઉપરાંત બીજી પણ ઘણી વસ્તુઓનો આનંદ માણી શકો છો. અહીં તમે નદીમાં ઘણી મજેદાર પ્રવૃત્તિઓ કરી શકો છો. તમે નદીમાં વિશેષ નૌકા વિહાર, બનાના રાઈટ્સ અને પેરાસેલિંગ નો આનંદ માણી શકો છો.
આ ઉપરાંત તમે કયાકિંગ, બોટિંગ, જોર્બિંગ, બનાના વોટર રાઈડ, બૈન્ડવાગન વોટર રાઇડ, હોટડોગ રાઈડ, પેરાગ્લાઇડિંગ અને જેટ સ્કીઈંગ જેવી વોટર ફન પ્રવૃત્તિઓની આનંદ માણી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે ઉનાળાની ઋતુમાં અહીં પ્રવાસીઓની સંખ્યા વધારે હોય છે. અહીં દૂર દૂરથી લોકો મુલાકાત લેવા આવે છે.
આ સુંદર સ્થળે તમે તમારા ખાસ દિવસે બર્થ ડે અને પ્રિવેડિંગ નો ફોટોશૂટ પણ કરાવી શકો છો. આ ઉપરાંત જો તમે તમારા પરિવાર મિત્રો કે પાર્ટનર સાથે મુલાકાત લેવા ગયા હોય તો તમે ત્યાં ફોટોશૂટ પણ કરાવી શકો છો. અહીં તરતી ઝૂંપડીઓ અને પાણી પર સુંદર ખીણો તમારા ફોટો ની સુંદરતામાં વધારો કરશે.
ફ્લોટિંગ હાઉસ માટે બુકિંગ કરવું ખૂબ જ સરળ છે. તે માટે તમે ઓનલાઈન બુકિંગ કરી શકો છો. એવી ઘણી વેબસાઈટ અને એપ છે જેના પર તમે ઓનલાઈન રૂમ બુક કરી શકો છો. રૂમ બુક કરાવતી વખતે તમારા બજેટનું ધ્યાન રાખવું. જો જરૂરી ન હોય તો વધારે મોંઘો રૂમ બુક ન કરાવો. ખૂબ વધારે ખર્ચો ન કરો જેથી કરી તમે પ્રવાસ દરમિયાન બીજી વસ્તુઓ જોઈ શકો.
અહીં પહોંચવા માટે તમે ફ્લાઇટ લઈ શકો છો. દહેરાદુન હવાઈ મથક સૌથી નજીક છે. ઋષિકેશથી તમે ક્યાં પહોંચવા માટે બસ નો ઉપયોગ કરી શકો છો. અહીં મુલાકાત માટેનો સૌથી શ્રેષ્ઠ સમય એપ્રિલ થી જૂન મહિના દરમિયાન હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “માલદીવ જેવી જ મજા માણવા ઈચ્છો છો?? તો પહોંચો ભારતમાં આવેલા આ સ્થળ મીની માલદીવ પર”