કહેવાય છે ને કે “ઘર જેવી બીજી કોઈ જગ્યા નથી”. આ વાત બિલકુલ સાચી છે, દુનિયામાં ઘર જેવો સુકુન આપણ ને બીજે ક્યાંય મળતો નથી. ઘર તમારા સપનાની દુનિયા છે. જેને તમે તમારા પોતાના વ્યક્તિ સાથે જીવો છો. દરેક વ્યક્તિ પોતાનું ઘર અને તેનાથી જોડાયેલી દરેક વસ્તુ સાથે લગાવ હોય છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે તે પોતાના ઘર ને એવી રીતે સજાવે કે લોકો દેખતા રહી જાય. એવું જરૂરી નથી કે ઘર સજાવવા માટે તમારે મોંઘા શોપીસ અથવા તો મોંઘી વસ્તુઓ ખરીદવી પડે. ઘરમાં નાના બદલાવ કરવાથી પણ તમે તમારા ઘરને સુંદર બનાવી શકો છો.
આજના આ લેખમાં તમને ઘર સજાવવા ની ખૂબ જ સરળ ટિપ્સ આપી રહ્યા છીએ.
ફર્નિચરને ફરીથી ગોઠવો
ઘરને સજાવવા માટે તમારે દરેક વખતે પૈસા ખર્ચવાની જરૂર નથી. હા, તમે તમારા ઘરમાં રહેલા ફર્નિચરને ફરીથી ગોઠવીને ઘરને એક નવો લુક પણ આપી શકો છો. તમે તમારી પસંદગી અને જગ્યા અનુસાર ફર્નિચરને ફરીથી ગોઠવી શકો છો. આની સાથે તમારે પૈસા ખર્ચ કરવા નહીં પડે અને તમારા ઘર ને એક નવો દેખાવ મળશે.
ફોકલ પોઇન્ટ બનાવો
જો તમે તમારા ઘર ને ઓછા પૈસા થી સજાવવા માંગતા હોવ તો રૂમની દિવાલ પર ફોકલ પોઇન્ટ બનાવો. ઓરડામાં ફોકલ પોઇન્ટ બનાવવું એ રૂમમાં આખા દેખાવને સંતુલિત કરે છે. ઓરડામાં એક દિવાલ ને ફોકલ પોઇન્ટ બનાવો તેમ કરવાથી તમારે રૂમમાં દરેક જગ્યાએ સજાવટ કરવાની જરૂર નથી. મોટાભાગના ઘરોમાં, દિવાલને કેન્દ્ર બિંદુ બનાવવામાં આવે છે જ્યાં ટીવી મૂકવામાં આવે છે. જો તમે ઇચ્છો, તો તમે દિવાલ પર સુંદર ફ્રેમ મૂકીને કેન્દ્રીય બિંદુ બનાવી શકો છો. આ પ્રકારની સજાવટ પોકેટ-ફ્રેન્ડલી છે.
છોડથી ઘરની સજાવટ કરો
ઘર સુશોભિત કરવા માટે છોડ કરતાં વધુ સસ્તો અને સારો ઉપાય શું હોઈ શકે. તમે તમારા ઘરને સજાવવા માટે રૂમમાં ઇન્ડોર છોડ રાખી શકો છો. આ ફક્ત તમારા ઓરડાને સુંદર દેખાડશે નહીં પણ તમને તાજી હવા પણ આપશે. જો તમે ઇચ્છો, તો તમે દિવાલ પર છોડ ને લટકાવી ને ઓરડા ની સજાવટ કરી શકો છો.
નવા પડદા વાપરો
તમે તમારા ઘરને સજાવવા માટે નવા પડદા નો ઉપયોગ કરી શકો છો. આજકાલ, બજારમાં વિવિધ ડિઝાઇન અને પેટર્ન વાળા પડદા મળે છે જે ખૂબ સુંદર લાગે છે. તમે આ પ્રકારના પડદા ખરીદી શકો છો જે તમારા રૂમ ના રંગ થી મેળ ખાતો હોય. તેની મદદથી તમે વધારે પૈસા ખર્ચ કર્યા વિના તમારા ઘરની સજાવટ કરી શકો છો.
ફર્નિચર નું કવર બદલો
ઘર સુશોભિત કરવા માટે દર વખતે ફર્નિચર બદલવું શક્ય હોતું નથી. જો તમે તમારા ઘરને સજાવવા માંગતા હો તો તમે તમારા ફર્નિચરની ગાદી અને કવર બદલી શકો છો અને તેને એક નવો દેખાવ આપી શકો છો. આ ઓછા પૈસામાં તમારા ફર્નિચરને નવું રૂપ આપશે.
કાર્પેટ થી ઘરની સજાવટ કરો
કાર્પેટ નો ઉપયોગ ફક્ત શિયાળામાં ફર્શ ગરમ રાખવા માટે જ થતો નથી પરંતુ તે દેખાવ માં પણ ખૂબ સુંદર લાગે છે. જો તમે ઇચ્છો, તો તમે કાર્પેટ નો ઉપયોગ કરીને તમારા ઘરને સજાવી શકો છો. તમે ઘરના ડ્રોઇંગ રૂમમાં અને બેડરૂમમાં કાર્પેટ મૂકીને ઓરડાને વધુ સુંદર બનાવી શકો છો. જો પહેલેથી જ તમારા ઘરે કાર્પેટ છે, તો પછી તમે તેમનું સ્થાન બદલી શકો છો અને રૂમને સારો લુક આપી શકો છો. આ માટે, તમે બેડરૂમના કાર્પેટને ડ્રોઇંગ રૂમમાં અને બેડરૂમમાં ડ્રોઇંગ રૂમ નું કાર્પેટ મૂકી શકો છો.
ફર્નિચર પેઇન્ટ કરો
ઘરની સજાવટ માટે તમે પેઇન્ટ નો ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ આખા ઘરને પેઇન્ટ કરવા માટે ખૂબ ખર્ચ થાય છે, તેથી જો તમે ઇચ્છો તો, ફક્ત તમારા ફર્નિચરને રંગી શકો છો. આ તમારા રૂમમાં એકદમ સુંદર લુક આપશે. ફર્નિચરને રંગવા માટે બ્રાઇટ રંગોનો ઉપયોગ કરો, તે સુંદર લાગે છે.
કોરિડોર ને સજાવો
જો તમે તમારા ઘરને ઓછા પૈસા થી સજાવવા માંગતા હો, તો પછી તમે ઘરના કોરિડોરમાં ફોટો ફ્રેમ મૂકી શકો છો. ઘરની દિવાલ પર ફેમિલી ફોટો લગાવવા થી તમે તેની નજીક છો તેવો અનુભવ કરશો અને તેનાથી તમારા ઘરની સુંદરતા પણ વધશે.ઘર સજાવવા ની આ ખૂબ જ સરળ અને સસ્તી રીત છે.
ઘરમાં લગાવો રંગબેરંગી લાઈટ
તમે ઘરને સજાવવા માટે રંગબેરંગી લાઈટ નો ઉપયોગ કરી શકો છો. લાઈટનો ઉપયોગ ફક્ત ઘરને સુંદર બનાવવા માટે જ થતો નથી પરંતુ તેની અસર આપણા મૂડ પર પણ પડે છે. રંગીન લાઈટ લગાવી તમે તમારા રૂમમાં ફંકી લુક આપી શકો છો. તેમજ દિવાળી અને નાતાલ પર ઉપયોગમાં લેવામાં આવતી લાઇટ્સ તમારા રૂમ ને જાદુઈ દેખાવ આપી શકે છે.
અરીસા થી સજાવો ઘર
આજકાલ બજારમાં વિવિધ પ્રકારની ડિઝાઇન અને ફ્રેમ વાળા અરીસા ઉપલબ્ધ છે. તે ખૂબ મોંઘા નથી અને તે દેખાવ માં પણ ખૂબ સુંદર લાગે છે. રૂમમાં સારી લાઇટિંગ અને ફ્રેમ વાળા અરીસાઓ સાથે, તમે તમારા ઘરની સુંદરતામાં વધારો કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team