શું તમે ઘરે બેઠાજ ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરવા માંગો છો? તો ઘરે જ બનાવો અસરકારક ફેસવોશ પાવડર

Image Source 

જો ચહેરા ઉપર પિમ્પલ્સ થઈ જાય તો આપણું દરેક ઘ્યાન તેની ઉપર જ અટકી જાય છે, એટલે તો તેને કોઈ જ રોકી શકતું નથી અને તેને રોકી શકવું આસાન પણ નથી, પરંતુ એ પડકાર પણ છે કે પિમ્પલ જતા રહે છે પરંતુ તેના ડાઘ આસાનીથી જતા નથી. એવામાં તેમને દૂર કરવા અથવા તો સામાન્ય આછા કરવા માટે મહિલાઓ લગભગ નવા નવા ઉપાયો અજમાવતા રહે છે.

પરંતુ તેનો પરમેનેન્ટ ઉપચાર મોંઘામાં મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ મળતા નથી. એવામાં તમને આજે એક એવો ફેસવોશ પાવડર બનાવવા શીખવાડીશું, જેને લગાવ્યા પછી તમારી ત્વચા ન માત્ર અંદરથી મુલાયમ થશે પરંતુ તમારા ચહેરાના દાગ-ધબ્બા પણ ઓછા થઇ જશે.

Image Source 

સામગ્રી

  • 1 ટેબલસ્પૂન નારંગીની છાલનો પાવડર
  • 1 ટેબલસ્પૂન ગુલાબની પાંખડીનો પાવડર
  • 1 ટીસ્પૂન મુલતાની માટી
  • 1 ચપટી હળદર
  • ગુલાબજળ જરૂર મુજબ

બનાવવાની રીત

  • બજારમાં તમને અત્યારે નારંગી આસાનીથી મળી જશે, નારંગીનું સેવન કરો અને તેની છાલને ફેંકવાની જગ્યાએ તેને સુકવો અને ઘરે જ તેનો પાવડર બનાવવો.
  • આ રીતે ગુલાબના ફુલની પાંખડી પણ ઘરે જ સુકવી તેનો પાવડર બનાવવો.
  • ત્યારબાદ આ મિશ્રણમાં મુલતાની માટી, હળદર અને ગુલાબજળ નાખો.
  • આ મિશ્રણને ચહેરા પર લગાવો અને ધીમે ધીમે ચહેરા ઉપર મસાજ કરો.
  • તમારે આ ફેસ પાવડરને બનાવીને ચહેરા ઉપર લગાવીને સુકાવા દેવાની કોઈ જરૂર નથી.
  • તમારે પાંચ મિનિટ સુધી સારી રીતે ચહેરાનું મસાજ કરવું પડશે ત્યારબાદ સાધારણ પાણીથી ચહેરાને ધુઓ.

Image Source

આ સાવધાની જરૂર રાખો

  • તમે આ ફેસ પાવડર નો ઉપયોગ સાબુ અથવા ફેસવોશ ના સ્થાને કરી શકો છો, તેને લગાવ્યા બાદ તમારા ચહેરા ઉપર સાબુ અથવા ફેસ વોશ લગાવવાની જરૂર નથી.
  • આંખોની આસપાસ અથવા કાનની અંદર આ ફેસ પાવડર નો ઉપયોગ ન કરો.
  • જો તમારા ચહેરા ઉપર કોઈ ઇન્ફેક્શન છે તો તમારે આ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
  • ચહેરા ઉપર કઈ વાગી ગયું હોય અથવા તો ઘા છે તો તમે આ ફેસ પાવડર નો ઉપયોગ કરવાથી દૂર રહો. જ્યારે ઘા સારો થઈ જાય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.
  • તમે આ ફેસ પાવડરને જ્યારે ચહેરા ઉપર લગાવશો ત્યારે તેની તીવ્રતાથી સ્ક્રબ ન કરો, પરંતુ ધીમે-ધીમે મસાજ કરો અને ચહેરાને સાફ કરતા રહો.

આ ફેસ પાવડર ના ફાયદા

  • ત્વચા જો ડીહાઇડ્રેટ થઇ જાય છે તો આ ફેસ પાવડર નો ઉપયોગ કરીને તમે તેને હાઇડ્રેટેડ રાખી શકો છો.
  • ચહેરા ઉપર જો કોઈ જૂના દાગ-ધબ્બા છે તો તેને પણ આ ફેસ પાવડર ના ઉપયોગથી હલકા કરી શકાય છે.
  • આ ફેસ પાવડરમાં નારંગીની છાલનો ઉપયોગ થાય છે તેથી જ તે ત્વચા ઉપર પ્રાકૃતિક બ્લીચના રૂપે પણ કામ કરે છે.
  • ખરેખર નારંગી માં વિટામિન સી હોય છે તે ત્વચાના રંગને નિખારવાનું કામ કરે છે.
  • આ ફેસ પાઉડર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પણ હોય છે તેમાં ત્વચાને સંક્રમણથી બચાવવાની ક્ષમતા હોય છે.

આ ફેસ પાઉડરમાં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ ઉપસ્થિત હોય છે. તે ત્વચાને નુકશાન પહોંચાડનાર તણાવથી તેની રક્ષા કરે છે. તેનાથી ત્વચામાં એજિંગની સમસ્યા સમય પહેલા આવતી નથી.

નોંધ : આ ફેસ પાવડરને નિયમિત ઉપયોગમાં લેવાથી તમને ખૂબ જ સારા પરિણામ જોવા મળી શકે છે, જો તમારી ત્વચા સેન્સેટિવ છે તો પહેલા ત્વચાના એક્સપર્ટ સાથે પરામર્શ કરી લો ત્યારબાદ આ પાવડરનો ઉપયોગ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment