બાળકો માટે યોગ્ય અને ઉતમ સ્કૂલની પસંદગી કરવા ઈચ્છો છો?? તો જાણો આ 7 ટિપ્સ

ઘણીવાર માતા-પિતા તે દરેક કામ કરે છે જેનાથી તેમના બાળકનું ભવિષ્ય વધુ સારું બને. તેમાં સૌથી વધુ મહત્વનું બાળકનું શિક્ષણ હોય છે, કારણ કે બાળકના ઉછેર ઉપરાંત શિક્ષણ જ તેનું ભવિષ્ય ઘડી શકે છે. આવી સ્થિતિમાં, એ મહત્વનું છે કે જ્યારે પણ તમે તમારા બાળક માટે સ્કૂલ પસંદ કરો ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ચાલો વિસ્તારમાં જાણીએ કે તમે તમારા બાળક માટે કેવી રીતે એક ઉતમ સ્કૂલની પસંદગી કરી શકો છો.

1. શિક્ષકો વિશે જાણો –

જો તમે સ્કૂલમાં બાળકને દાખલ કરી રહ્યા છો, તો તમારે ત્યાંના શિક્ષકો વિશે જાણવું જોઈએ. એવું એટલા માટે મહત્વનું છે કારણ કે જે તમારા બાળકનું ભવિષ્ય બનાવવા જઈ રહ્યા છે, તેઓ તેના માટે તૈયાર છે. શિક્ષકો માટે સ્કૂલ શું કરે છે? શું શિક્ષકો માટે સ્કૂલ કોઈ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે? શું શિક્ષકો ટેક્નોલોજી સાથે જોડાયેલા છે, જેથી તેઓ તમારા બાળકને તમામ આધુનિક વસ્તુઓ વિશે માહિતગાર કરી શકે, જેનાથી તેમનું ભવિષ્ય સારું બની શકે.

2. ફીનું ધ્યાન રાખવું –

ઘણીવાર લોકો એવું વિચારે છે કે માત્ર મોંઘી શાળામાં જ સારું શિક્ષણ મળી શકે છે. તમારા બાળકોને મોંઘી શાળામાં દાખલ કરતી વખતે યાદ રાખો કે તમારા બાળકને ફી જેવી સુવિધાઓ પણ મળે. આ માટે, તમે ફીના આધારે કેટલીક શાળાઓ શોર્ટલિસ્ટ કરી શકો છો.

3.ફિડબેક લેવાનું ભૂલશો નહીં –

તમે જ્યારે પણ તમારા બાળકને કોઈ શાળામાં દાખલ કરવા જાવ છો ત્યારે પહેલા તે શાળાની ફિડબેક લો. એવું કોઈ બાળક જે તે શાળામાં અભ્યાસ કરી રહ્યું છે અથવા પોતાનો અભ્યાસ તે શાળામાં કર્યો છે, અન્ય બાળકોના માતાપિતા વગેરે પાસેથી શાળા વિશે ચોક્કસ જાણી લો. તેનાથી તમને શાળા વિશેની તમામ માહિતી સચોટ રીતે મળી શકશે.

4.બાળકો માટે શાળા કેટલી તૈયાર છે –

બાળકના પ્રવેશ સમયે તો તમામ શાળાઓ પોતાને બાળકો માટે તત્પર અને સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું જાહેર કરે છે. પરંતુ એક માતાપિતા તરીકે તમારી જવાબદારી છે કે જો તમારા બાળકને કોઈ સમસ્યા હોય તો શાળા કેવી રીતે હેન્ડલ કરે છે.

5. શિક્ષણની વ્યવસ્થા કેવી છે?

બાળકને શાળામાં એટલા માટે મોકલવામાં આવે છે કારણ કે બાળક ત્યાંથી જ્ઞાન મેળવી પોતાના જીવનમાં આગળ વધી શકે. આવી સ્થિતિમાં, તમારા માટે તે જાણવું જરૂરી છે કે તે સ્કુલની શિક્ષણ વ્યવસ્થા કેવી છે. બાળકોને ક્લાસ કેવી રીતે આપવામાં આવે છે, બાળકોને કેટલું હોમવર્ક આપવામાં આવે છે, બાળકોની માટે એકસ્ટ્રા ક્લાસ શું છે વગેરે.

6.એક્સ્ટ્રા પ્રવૃત્તિ વિશે જાણો –

આજના સમયમાં બાળક માત્ર અભ્યાસ કરે એ જ જરૂરી નથી, કારણ કે બાળકો માટે વધારાની પ્રવૃત્તિ પણ જરૂરી છે. ઉદાહરણ તરીકે, રમતગમત, જ્ઞાનની રમતો, વાત કરવાની રીત વિશે શીખવવું, બીજાઓને કેવી રીતે મળવું વગેરે. તેથી સ્કૂલમાં બાળકને દાખલ કરતી વખતે, આ બાબતો વિશે પણ જાણી લો.

7. બાળકની સુરક્ષા –

તમે તમારા બાળકને લગભગ 6-7 કલાક તમારાથી દૂર શાળામાં રાખો છો જેથી તે વાંચી અને લખી શકે. પરંતુ તમારા બાળકની સલામતીનું શું? શાળાએ આ માટે શું વ્યવસ્થા કરી છે? જ્યારે કોઈ બાળકને ઘરેથી લેવા જાય છે, ત્યારે સ્કૂલની એવી કઈ સિસ્ટમ છે જેથી બાળક તેના માતા-પિતા સિવાય અન્ય કોઈ પાસે ન જઈ શકે? આ બાબત પણ એડમિશન પહેલા જાણી લો.

આ બધી બાબતો ઉપરાંત, તમારા બાળકને કોઈપણ શાળામા દાખલ કરતી વખતે આ ચોક્કસ જાણવું કે ક્યારેક કોઈપણ કટોકટીની સ્થિતિમાં મેડિકલ રૂમ અને અન્ય સુવિધાઓ છે કે કેમ. આ રીતે તમે સરળતાથી તમારા બાળક માટે સારી સ્કુલ પસંદ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment