14 જુલાઈ થી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, અને શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથ ની પૂજા અર્ચના કરવામાં આવે છે. લોકો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ઉપવાસ કરે છે, અને ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય તેની માટે પ્રાર્થના કરે છે. શ્રાવણ મહિનામાં ઘણા બધા લોકો શંકર ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. અને શિવલિંગ ઉપર જળ અભિષેક કરે છે. આમ તો ભારતમાં ઘણા બધા પ્રસિદ્ધ શંકર ભગવાનના મંદિર છે જેની મહિમાની ચમત્કારિક કહાની આજે પણ ખૂબ જ જગ જાહેર છે. તેમાંથી જ 12 જ્યોતિર્લિંગ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે, માનવામાં આવે છે કે સમગ્ર દેશમાં આવેલ 12 જ્યોતિર્લિંગમાં ભગવાન ભોલેનાથ સ્વયં બિરાજીત છે, અને આ 12 પવિત્ર જ્યોતિર્લિંગમાં એક ઉત્તર પ્રદેશમાં આવેલ છે. બનારસને ભગવાન શંકરની નગરી પણ માનવામાં આવે છે, અને શંકર ભગવાન સૌથી પ્રિય સ્થાનોમાંથી એક વારાણસીમાં તેમનું જ્યોતિર્લિંગ આવેલું છે. કાશી વિશ્વનાથ ના નામથી પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગો છો અને શ્રાવણમાં વારાણસી જવાની યોજના બનાવી રહ્યા છો, તો જાણી લો કાશી ભ્રમણની સંપૂર્ણ જાણકારી.
Image Source
કાશી વિશ્વનાથ કોરિડોર
હાલમાં જ કાશી વિશ્વનાથ કોરીડોર બનીને તૈયાર થઈ ગયું છે. વિશ્વનાથ કોરિડોરના નિર્માણ બાદ આ પહેલો શ્રાવણ મહિનો છે. એવામાં વારાણસીમાં આ શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી શકે છે. વિશ્વનાથ મંદિરના દર્શન માટે વારાણસી જવા માંગો છો તો બસ, ટ્રેન અથવા તો હવાઈ ના માધ્યમથી તમે બનારસ પહોંચી શકો છો.
વારાણસી નું ભાડું
દિલ્હી થી વારાણસી જો તમે ફ્લાઇટથી જવા માંગો છો તો લગભગ 3000 થી 5000 રૂપિયામાં તમને ટિકિટ મળી જશે. ત્યાં જ દિલ્હીથી વારાણસી નું ટ્રેન નું ભાડું સ્લીપર કોચમાં 500 રૂપિયા અને એસી કોચમાં 1,000 થી 3000 રૂપિયા જેટલું છે. બસમાં વારાણસી જવા માટે યાત્રીઓને ₹700 થી 1500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.
કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા નું ભાડું
શ્રાવણ મહિનામાં કાશી વિશ્વનાથ ધામમાં સ્પેશિયલ પૂજા કરાવવા માંગો છો તો તેની માટે તમારે અલગથી રૂપિયા આપવા પડશે. વિશ્વનાથ મંદિરમાં સોમવારે મંગળા આરતી કરવા માટે તમને 2000 રૂપિયા ખર્ચ કરવા પડશે એક શાસ્ત્રી પાસે રુદ્રાભિષેક કરવા માટે ₹500 અને શ્રાવણ સૈયાજી ભોજ માટે લગભગ 7,500 ખર્ચ કરવો પડશે.
કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ની કથા
ભગવાન શંકર માતા પાર્વતી ની સાથે કૈલાશ ઉપર રહેતા હતા. પરંતુ એક વખત માતા પાર્વતીએ ભગવાન શંકરને તેમના ઘરે લઈ જવા માટે કહ્યું, અને ભોલેનાથે માતા પાર્વતી ની વાત માની અને તેમને કાશી લઈને આવ્યા. માતાને કાશી ખૂબ જ પસંદ આવી ગયું, ત્યારથી ભગવાન શંકરનું કાશી ખૂબ જ પ્રિય થઈ ગયું. અને ત્યાં વિશ્વનાથ જ્યોતિર્લિંગના રૂપે ત્યાં વાસ કરવા લાગ્યા. માનવામાં આવે છે કે વારાણસી શહેર શંકર ભગવાનના ત્રિશુલ ઉપર ટકેલું છે.
વારાણસી કેવી રીતે પહોંચી શકાય
બસ ટ્રેન અથવા હવાઈના માધ્યમથી વારાણસી પહોંચ્યા બાદ તમે રીક્ષા અથવા ટેક્સી કરીને મંદિર પહોંચી શકો છો. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ થી મંદિર લગભગ સાડા ચાર કિલોમીટર જેટલું દૂર છે. ત્યાં જ હવાઈ જહાજમાંથી મંદિર 25 કિલોમીટર દૂર આવેલ છે. વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન સિવાય તમે માતા અન્નપૂર્ણા નું મંદિર, કાલભૈરવ મંદિર, સંકટાં અને સંકટમોચન મંદિર જઈ શકો છો. આરતી સમારોહ માટે દશાવ મેઘા ઘાટ પણ જઈ શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team