ગુજરાતમાં રાજકોટ માં રહેતા 11 વર્ષીય કૌશલ સાથે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સેલ્ફી લીધી હતી. કૌશલ ક્રિકેટનો ખુબ જ શોખીન છે, અને વિરાટ તેના પસંદીદા ક્રિકેટર છે. વિરાટ પિચ પર જયારે પણ આઉટ થાય છે ત્યારે કૌશલ નિરાશ થઈ જાય છે અને તે રડવા લાગે છે. હાલમાં જયારે ખબર પડી કે કૌશલને બ્લડ કેન્સર છે તો ઘરવાળાઓ માથે દુઃખો નો પહાડ તૂટી પડ્યો.

હું ખુદ સેલ્ફી લેવા ઈચ્છું છું તેની સાથે –
કૌશલ બ્લડ કેન્સરથી પીડિત છે એવી ખબર કોઈ પણ પ્રકારે વિરાટને મળી. ત્યારબાદ વિરાટ રાજકોટ આવ્યો. વિરાટને ખબર પડી કે કૌશલ ની એક પ્રબળ ઈચ્છા છે કે તે વિરાટ સાથે એક સેલ્ફી લે. વિરાટ તેના ઘરે ગયો અને ત્યારબાદ બંને એ સેલ્ફી લીધી. આ મોકા પર વિરાટ પણ ભાવુક થઈ ગયો. ત્યારબાદ તેણે કહ્યું, ‘હું ખુદ આ બાળક સાથે સેલ્ફી લેવા માંગું છું.’

7 વર્ષની ઉંમરમાં જ કેન્સર થયું –
સંવાદદાતા મુજબ, હાલ કૌશલ નો ઈલાજ થઈ ગયો છે. સાત વર્ષની ઉંમર માં બ્લડ કેન્સર મળી આવ્યું હતું. ત્યારબાદ નવ વર્ષની ઉંમરે દિમાગ નું કેન્સર પણ મળી આવ્યું. ત્યારબાદ બીજા રાજ્યોના ડોકટરો દ્વારા તેનો ઈલાજ કરવામાં આવ્યો. ત્યારબાદ તે રોગમુક્ત થયો.

કોહલીને આવી રીતે ખબર પડી કૌશલ વિશે –
કૌશલની ઈચ્છા હતી કે તે વિરાટ કોહલી ને મળે. તો તેના પરિવારજનો એ ડીસીપી રવિમોહન સૈની, એસપી બલરામ મીણા સહિત સૌરાષ્ટ્ર ના ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ જયદેવ શાહ જોડે વાત કરી. કૌશલની મેડીકલ હિસ્ટ્રી જણાવી કોહલી સાથે તસવીર લેવાની આજીજી કરી. આ વાતને જાણી કોહલી ગંભીર થઈ ગયો અને મળવા આવી પહોચ્યો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team