એક મિડલ ક્લાસ છોકરાએ નોકરી માટે એક કંપનીમાં ફોર્મ ભર્યું અને એ ઇન્ટરવ્યુ આપવા માટે ગયો. ગામડામાં રહેતા આ છોકરાએ તેના સપના પુરા કરવા માટે મુંબઈ શહેરમાં જવાનું નક્કી કર્યું હતું. ત્યાં જઈને કોઇપણ કામ મળી જશે અને કમાણી કરીને કંઈક બનવાનું સપનું સાકાર કરવા માટે આ છોકરો અતિપ્રત્યનશીલ હતો.
જે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યાં રહેલા સાહેબે પૂછ્યું કે, “ક્યાંથી આવો છો અને કેટલું ભણ્યા છો? અને બીજી તમારા વિશેની માહિતી મને જણાવો.
એ છોકરાએ કહ્યું, સાહેબ મારું નામ “અજય” છે અને હું ગુજરાતના એક ગામડામાંથી આવું છું.
હું ૧૨ ધોરણ સુધી ભણ્યો છું અને અમે મિડલ ક્લાસના લોકો છીએ, મારા પિતાજીને શાકભાજીની દુકાન છે.
સાહેબે કહ્યું ઠીક છે, એટલું કહીને એ અજયનું ફોર્મ વાંચવા લાગ્યા,
“અજય તારા ફોર્મમાં તારું ઈ-મેઈલ એડ્રેસ લખલું નથી?”
અજયે કહ્યું, “એ શું સાહેબ?”
સાહેબે કહ્યું, “એની તને ખબર નથી? અને તું ગુજરાતમાંથી અહીં મુંબઈમાં પ્યુનની નોકરી કરવા માટે આવી ગયો.”
અજય બોલ્યો, “હા, સાહેબ મને નથી ખબર કે ઈ-મેઈલ કેવું હોય? એ ક્યાં મળે? મને જણાવો હું હમણાં જ લઈને આવું…
તો ઉતર આપ્યો, “એ બધી મને નથી ખબર.. જો તારે નોકરી જોઈતી હોય તો ઈ-મેઈલ લઈને આજે જ આવશે નહીંતર તારી નોકરી ગઈ એવી માની લેજે..”
સાહેબ ગુસ્સામાં ફરી બોલ્યા, “ક્યાંથી આવી ચડે છે આવા ગામડિયા!!”
અજય બહાર આવીને બધાને પૂછવા લાગ્યો પણ કોઈ સરખો જવાબ આપતું ન હતું. અંતે થાક્યો અને એક ચા વાળાને ત્યાં જઈને ચા મંગાવી અને એને જ પૂછ્યું, “ભાઈ આ ઈ-મેઈલ એટલે શું અને એ ક્યાં મળે?
તો ચા વાળો પણ ભણેલ ન હતો અને તેને કહ્યું, “આ સામેની શેરીમાં ઈ-મેઈલ માટે લોકો જાય છે ત્યાં જઈને કોઈને પૂછી લે જે..”
અજય ચા પડતી મૂકીને ત્યાં ગયો, ત્યાં જઈને જોયું તો એક સાઈબર કાફે હતું, તેના માલિકને ઈ-મેઈલ વિશે પૂછ્યું તો એ માલિકે કહ્યું, “એક કલાક કોમ્પુટર પર બેસવાના ૬૦ રૂપિયા થશે. તમારી જાતે જ ઈમેલ બનાવવું પડશે”
તો અજયે તેના ખિસ્સામાં જોયું તો ખિસ્સામાં માત્ર ૫૦ રૂપિયા જ હતા અને બધા પૈસા વપરાય ગયા હતાં.
હવે શું કરવું??
અજય પાસે એક બાજુ ઈ-મેઈલ બનાવવાના પૈસા ન હતા અને બીજી બાજુ નોકરી જશે એવું લાગતું હતું.
તેને એકાએક મનમાં વિચાર આવ્યો અને તેના પિતાશ્રીનો ધંધો યાદ આવ્યો.
સીધો જ એ શાક માર્કેટમાં ગયો અને ત્યાંથી ૪૦ ના કિલો ટમેટા લઈને વહેંચવા માટે નીકળી ગયો..
થેલી ભરીને તે ઘરે-ઘરે જઈને પૂછવા લાગ્યો, ટમેટા લેવા છે?
ઘણી જગ્યાએ તો ‘ના’ કહી પણ એક બહેને પૂછ્યું, “શું ભાવ છે?”
“બહેન ૫૦ રૂપિયાના કિલો..”
તે બહેન બોલ્યા, “૪૦ રૂપિયાના કિલો તો માર્કેટમાં મળે છે…”
તો અજયે કહ્યું, “તમને ઘર બેઠા ટમેટા મળે છે અને તમારે બહાર જવું પણ નથી પડે સાથે તડકાનું હેરાન પણ નહીં થવું પડે ને..”
બહેને વિચારીને વાત સાચી લાગી એટલે તેને ૫૦ રૂપિયામાં એ ટમેટા ખરીદી લીધા.
એવી રીતે અજય બીજા પણ ટમેટા લઈને વહેંચવા માટે ગયો. રાતે સુધીમાં એ ૩૦૦ રૂપિયાની કમાણી કરી ચુક્યો હતો.
તેને લાગ્યું કે મુંબઈ જેવા શહેરમાં શાકભાજીમાં ઘણી કમાણી છે.
એ પછી બીજા દિવસે એ ૨૫૦ રૂપિયાનો શાકભાજીનો ટોપલો લઈને વહેંચવા માટે ગયો.
રાત સુધીમાં તેને ૫૦૦ રૂપિયા કમાઈને લાવ્યો.
હવે, અહીંથી તેને વિચાર આવી ગયો કે ૮૦૦૦ રૂપિયાની પટ્ટાવાળાની નોકરી કરવી એ કરતા તો આ શાકભાજીનો વેપાર કરવા સારો.
એ દિવસથી શાકભાજીનો વેપાર થોડો મોટો કરવાનો શરૂ કર્યો. સમય જતા તેને વેપારમાંથી એક નાની રેકડી લીધી અને પછી તેને એક દુકાન પણ ખરીદી લીધી.
પછી તેની મીઠીવાણી એ તેનો સાથે આપ્યો અને સ્વભાવથી સુંદર એવા અજયે શાકમાર્કેટમાં સારૂ નામ બનાવ્યું.
વર્ષો થયા પછી એ પણ એક મોટા વેપારી તરીકે ઓળખાવા લાગ્યો અને શેઠ બની ગયો.
આ કહાની આમ તો નાની છે; પરંતુ તેમાંથી શીખવા માટે ઘણું મળે એમ છે. કોઇપણ ‘કાર્ય’ હોય તેને એક નજરથી વિચારવાને બદલે કોઈ નવા વિચાર સાથે જીવનમાં ઉતારીએ તો પ્રગતી ચોક્કસપણે થઇ શકે છે અને સાથે સફળતા મળે છે. જિંદગીની કોઈપણ તકલીફથી દૂર ભગવાને બદલે તેની સાથે બાથભીડીને તેનો સામનો કરવામાં આવે તો તેમાંથી ઉચ્ચ અનુભવ મળે છે.
આવી જ અન્ય કહાનીઓ જાણવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અહીં તમને ઘણું જ્ઞાન મળી શકશે, જે તમારા જીવનમાં બહુ ઉપયોગી મૂડી બનશે.
નોંધ : લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે
Auhor : ઈશાન કશ્યપ મિસ્ત્રી
Very good telent & super mainde power,best of luck