વિદુર નીતિ મહાભારતના મુખ્ય પાત્ર મહાત્મા વિદુર દ્વારા રચેલ નીતિ ગ્રંથ છે. તેમાં સમાજ અને લોકોના કલ્યાણ માટે ખૂબ સારી વાત નીતિઓના રૂપમાં જણાવવામાં આવી છે. ચાણક્ય ખૂબ વિદ્ધાન અને કુશળ રણનીતિકાર હતા. કહેવાય છે મહાત્મા વિદુરની સમજદારી અને ભગવાન શ્રીકૃષ્ણનો સાથ મેળવીને પાંડવોએ મહાભારત યુદ્ધમાં કૌરવોને પરાજિત કર્યા હતા. વિદુર નીતિ મુજબ, જે લોકોમાં કઈ વિશેષ ટેવ હોય છે તેના પર ક્યારેય પણ માં લક્ષ્મીજીની કૃપા વરસતી નથી. તેવા લોકો હંમેશા પૈસા માટે તરસે છે.
૧. આળસુ:
Image by Claudio_Scott from Pixabay
વિદુર નીતિ મુજબ, આળસુ લોકોમાં પર ક્યારેય પણ માં લક્ષ્મીજીની કૃપા વરસતી નથી. કહેવાય છે કે તેવા લોકોને હંમેશા ભાગ્ય પર રડવું પડે છે. મહાત્મા વિદુર કહે છે કે જે લોકોમા આળસ હોય છે, તે લોકો પોતાની બરબાદીનું કારણ જાતે બને છે. આળસને સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે. આળસ જ ગરીબી ને જન્મ આપે છે. જે લોકો આળસુ હોય છે તેને તેના જીવનમાં પૈસાનો અભાવ સહન કરવો પડે છે.
૨. મહેનત ન કરનારા :
વિદુર નીતિ મુજબ, મહેનત જ સફળતાની સીડી હોય છે. પરંતુ જે લોકો મહેનત નથી કરતા, તેની પાસે હંમેશા પૈસાનો અભાવ રહે છે. કેટલાક લોકો તેવા હોય છે જે બેઠા બેઠા પ્રગતિ , સિધ્ધિ અને રોજગાર મેળવવા માંગે છે પરંતુ હકીકતમાં તેની આ ઈચ્છાઓ પૂરી થતી નથી. ધ્યેયને પ્રાપ્ત કરવા માટે મહેનત ખૂબ જરૂરી છે. જે વ્યક્તિ તેના માટે સ્વયં મહેનત કરી શકતો નથી, તેના પર ઈશ્રવરિય કૃપા પણ વરસતી નથી.
૩. ઈશ્વર પર ભરોસો ન કરનારા:
વિદુર નીતિ મુજબ, જે વ્યક્તિ ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતા તેવા વ્યક્તિ પર ઈશ્વરની કૃપા કયારેય વરસતી નથી. તેવા વતનીઓ નું જીવન ગરીબીમાં વિતે છે. માણસ એ હંમેશા ઈશ્વર પર વિશ્વાસ જાળવી રાખવો જોઈએ. પોતાના મનમાં દરરોજ ઈશ્વરનું ધ્યાન જરૂર કરો. સંભવ હોય તો તમારા ઘરમાં ઘૂપ દીવા પણ જરૂર કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team