મારા માટે જલેબી અને ફાફડા લઈને આવજે તોજ તને ઘરમાં આવવા દઈશ. આટલું કહીને હસતા મોઢે વસીમની પત્નીએ તેને કહ્યું હતું. અને પત્નીનું હસતું મો જોઈનેજ વસીમ ઘરની બહાર નીકળ્યો હતો. સાદાઈથી જીવન જીવનારો વસીમ એક સમયે તેના વિસ્તારનો સૌથી ખરાબ માણસ હતો.
Image by Ronald Plett from Pixabay
ખરાબ એટલા માટે કારણકે હપ્તાની ઉઘરણી, અપહરણ, અને મારામારી જેવા ગુનાતો એક સમયે વસીમ માટે જાણેકે સામાન્ય હતા. અને તેની જીપ જ્યારે પણ કોઈ પણ વિસ્તારમાંથી નિકળતી ત્યારે ભલભલા લોકોના રૂવાટા ઉભા થઈ જતા હતા.
Image by Manish Kumar from Pixabay
એક દિવસ વસીમ હપ્તાની ઉઘરાણી કરવા માટે નિકળ્યો હતો. ત્યારેજ તેની મુલાકાત આશીમા સાથે થઈ. આશીમાં એ દિવસે હોટેલમાં જમવાનું લેવા માટે આવી હતી. અને તેજ સમયે ત્યા વસીમ આવે છે. અને તેને જોઈને હોટલનો માલીક તેને સલામ કરે છે. સાથેજ તેને 5 હજાર રૂપિયા આપી દે છે.
આ દ્રશ્યો આશીમા જોઈ રહી હતી. જેથી તે કશું બોલી નહી. પરંતુ આશીમાની સુંદરતા જોઈને વસીમ પણ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. એ દિવસે જેઓ તે હોટલની બહાર નીકળે છે. ત્યારે આશીમા તેને પુછે છે કે તે રૂપિયા શેના લીધા. વસીમ ભલે ગમે તેટલો મોટો ગુંડો હોય, પરંતુ તે ક્યારેય સ્ત્રીઓ પર કે બાળકો પર હાથ નહોતો ઉપાડતો તે તેની જીંદગીનો નીયમ હતો. જેથી આશીમા સાથે પણ તેણે શાંતીથી વાત કરી હતી.
Image by Syed Abbas from Pixabay
આશીમા સવાલનો જવાબ વસીમે આપ્યો. જે જવાબમાં તેણે કહ્યું કે હુ હપ્તો ઉઘરાવું છું . અને આ વિસ્તારમાં મારી મરજી વગર કોઈ ધંધો ન કરી શકે. અને જો ધંધો કરવો હોય તો મને હપ્તો આપવોજ પડે સાથેજ ધંધો શરૂ કરતા પહેલા મારી મંજૂરી પણ લેવી પડે છે. અહીયાની પોલીસને પણ હુ હપ્તો આપું છું. અને લોકો પાસેથી હુ હપ્તો લઉ છું . વસીમના આટલા શબ્દો સાંભળ્યા બાદ આશીમાં ત્યાથી હસતા હસતા જતી રહી
એ દિવસે વસીમ સમજી ન શક્યો કે આશીમાં હસતા હસતા કેમ નીકળી, બીજા ફરી એજ હોટલ પાસે વસીમ ઉભો રહે છે. અને ત્યા ફરી આશીમાં આવે છે. આશીમા આવતાની સાથેજ વસીમ તેને પુછે છે. કે તું કાલે હસી કેમ હતી. ત્યારે આશીમા ફરી હસતા હસતા કહે છે.પહેલા હું ખાવાનું લેવા આવી છું . એ લઈ લઉ કે એના માટે પણ મારે તારી મંજૂરી લેવી પડશે. કે પછી હપ્તો આપવો પડશે.
Image by Virat Maurya from Pixabay
આ શબ્દો સાંભળીને વસીમ પણ હસી પડે છે. પછી આશીમાં ખાવાનું લઈને આવે છે. અને વસીમ કહે છે. કે હું હસી હતી કારણકે તે તુ હપ્તા ઉઘરાવે છે. અને લોકો તને હપ્તો આપે છે. પરંતુ તારા ડરને કારણે આપે છે. તારી ઈજ્જત કરીને તને કોઈ રૂપિયા નથી આપતું. ડર ફેલાવો સરળ છે પણ ઈજ્જત બનાવી એટલીજ અઘરી છે. બીજી વાત એ કે તુ હપ્તો ઉઘરાવે છે. અને સામે પોલીસને પણ હપ્તો આપે છે. એ શું કામનો છે તારો ડર. કે હપ્તો ઉઘરાવીને પણ તારે પોલીસને તો હપ્તો આપવોજ પડે છે ને તો તારી જીંદગીમાં તારો ડર પણ શું કામનો. આટલું કહીને આશીમા ત્યાથી નીકળી જાય છે.
આશીમાની વાતો વસીમના કામના પડ્યા કરે છે. અને એ દિવસે એ ઉંઘી નથી શકતો. બીજા દિવસે ફરી વસીમ ત્યા આવે છે. અને આશીમાંને મળે છે. પરંતુ ત્યારે તે આશીમાને પુછે છે કે મારી સાથે ફરવા આવીશ. આશીમાં હસતી હસતી તેની જીપમાં બેસી જાય છે. અને કહે છે રૂપિયા આપીને ખવડાવીશ તોજ ખઈશ ડરાવીને ખાવાનું ના માગતો.
Image by Gajendra Bhati from Pixabay
વસીમ અને આશીમાં એ દિવસે બહાર જાય છે. અને ખુબ એન્જોય કરે છે. એકબીજાને તેમની વાતો શેર કરે છે. અને પછી એ રાતે વસીમ તેને ઘરે પરત મુકી જાય છે. આશીમાના માતા પિતા બે વર્ષ પહેલા મોત પામ્યા હતા તે એકની એક દિકરી હતી. અને ઘરે એકલી રહેતી હતી.
Image by Neil Dodhia from Pixabay
એ દિવસ પછી આશીમા અને વસીમ રોજ મળતા થઈ જાય છે. અને એકબીજાના પ્રેમમાં પડી જાય છે. એક દિવસ વસીમ તેને કહે છે. કે હુ તારી સાથે નીકાહ કરવા માગું છું. ત્યારે આશીમાં તેને કહે છે. કે મારી સાથે નીકાહ કરવા હોય તો તારે સાદાઈથી જીંદગી જીવવી પડશે. હપ્તાની ઉઘરાણી અને તમામ ગુનાખોરી બંધ કરવી પડશે.
ત્યારે વસીમ તેને કહે છે. બધું બંધતો કરી દઈશ પણ પછી હું કરીશ શું. ત્યારે આશીમાં કહે છે. કે તારાજ વિસ્તારમાં તું કોઈ નાનો મોટો ધંધો શરૂ કરી કાઢ. આપણે સુખેથી રહીશું અને એમ પણ તારે ધંધો શરૂ કરવા માટે કોઈની પરમીશનની જરૂર નહી પડે. પોતાની પ્રેમીકાની આ વાત સાંભળીને વસીમ પણ હસી પડે છે. અને પોતે એક પાનનો ગલ્લો નાખીને તેના બધાજ ધંધા બંધ કરી કાઢે છે. સાથેજ ધંધો નાખ્યા પછી તે આશીમા સાથે નિકાહ કરી લે છે.
એ વાતને 6 મહિના વિતી જાય છે. અને વસીમનો ભૂતકાળ તેને નડે છે. દશેરાના દિવસે આશીમા તેની પાસે જલેબી ફાફડા મંગાવે તો છે.પરંતુ રસ્તામાંજ વસીમના અમુક દુશ્મનો તેનો રસ્તો રોકે છે. અને તેના પીઠના ભાગે તલવાર ફેરવે છે.
વસીમ મરી જવાનું પસંદ કરે પરંતું તે ત્યાથી ભાગી જાય તેવો ન હતો. એ દિવસે વસીમ 6 થી 7 માણસો સાથે એકલા હાથે લડે છે. પરંતુ તેમની પાસે ધારીયા અને તલવારો જેવા હથિયાર હોય છે. અને એક બાદ એક તેઓ વસીમના શરીર પર તલવારના ઘા કરે છે.
વસીમની આખો બંઘ થઈ જાય છે. અને તે ત્યાજ ઢળી પડે છે. પરંતુ વસીમનો ખોફ એટલો હતો. કે તેના દુશ્મનોને ખબર હતી કે જો આ જીવતો રહી જશે તો આપણે જીવતા નહી રહીએ. જેથી તે તેના પર બે વાર ગાડી ફેરવે છે. અને તેની હત્યા કરે છે.
એક બાજું આશીમા ઘરે વસમીની રાહ જોતી રહી જાય છે કે હમણા વસીમ આવશે. અને તેને બહાર ફરવા લઈ જશે. અને બીજી તરફ જીંદગીના અંતિમ ક્ષણોમાં વસીમના કાને આશીમાનો એ અવાજ પડે છે. કે લોકો તારાથી ડરે છે. એટલે તને રૂપિયા આપે છે. શું કામનો તારો આ ડર જે તને ઈજ્જત નથી આપી શકતો. અને વસીમની આખો કાયમ માટે બંધ થઈ જાય છે.
ખાસ નોંધ : એક સારી સ્ટોરી છે તો મિત્રો અને એક સારો સંદેશ પોહચડવા માટે જ લખેલ છે તો કોઈ પણ ધર્મ કે સમુદાય ને હાનિ પોહચડેલ નથી…
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. જો અમારી મંજૂરી વગર જો આપે લખાણ ને કોપી કર્યું તો કાયદાકીય પગલાં લેવામાં આવશે.
Author : Ronak Bhavsar & FaktGujarati Team
1 thought on “નિકાહ કર્યા બાદ વસીમ સુધરી ગયો, પરંતુ તેના ભૂતકાળને કારણે તેને મોત મળ્યું”