રોજ સાંજ પડેને દરેક ગૃહિણીનો એક જ પ્રશ્ન હોય છે કે આજે જમવામાં શું બનાવવું. પરિવારમાં જેટલા સદસ્ય હોય તે બધાની જમવામાં અલગ અલગ પસંદ અને સ્વાદ હોય છે માટે કોઈ એક વાનગી પર કોઈ સહમત ન થાય તેવું ઘણી વખત બનતું હોય છે. રોજ-રોજ ગુજરાતી,પંજાબી અને રાજસ્થાની વાનગીઓ ખાઈ ખાઈને કંટાળી જવાય. એટલે જ આજે અમે અમારા વાચકો માટે અહીં આપી છે 7 જાતના થાઈ ફુડની રેસિપી. આ ફુડ બનાવવામાં તમે માનો છો એટલી કડાકુટ નથી. બસ એકવાર ધ્યાનથી વાંચી લો આ થાઈ ફુ઼ડની રેસિપી. પછી પકડો રસોડાની વાટ અને લાગી જાઓ આ અનોખા ફુડ બનાવવામાં. થાઈ ફુડ તમને ચેન્જ આપવાની સાથે દાઢે એવો તો સ્વાદ વળગાડશે કે પતિ અને બાળકો રોજ આ ફુડની ડિમાન્ડ કરશે.
વેજિટેરીયન પીનટ નૂડલ્સ
સામગ્રી
- 8 થી 10 નૂડલ્સ
- 1 થી દોઢ કપ ટોફૂં
- 3 ટેબલ સ્પૂન સોયા સોસ
- 3 લીલી ડુંગળી
- 2 થી 3 કપ કઠોળ(બાફેલા)
- 1 ટેબલ સ્પૂન તલ
- 1 થી 3 ટી સ્પૂન તલનું તેલ
- તેલ તલવા માટે
પીનટ સોસ માટે
- 3/4 કપ ગરમ પાણી
- 1 ટી સ્પૂન આમલીની પેસ્ટ
- 1 કપ શેકેલા કાજૂ
- 3 કળી લસણ
- 3 થી 4 ટેબલ સ્પૂન સોયા સોસ
- 3 થી 4 ટેબલ સ્પૂન બ્રાઊન સુગર
- 1 થી 2 ફ્રેશ લાલ મરચાં
- મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક મોટા બાઉલમાં 3 ટેબલ સ્પૂન સોયા સોસમાં ટોફૂં મિક્ષ કરો. ધીમે-ધીમે મિક્ષ કરી લો. ત્યાર બાદ ગરમ પાણીમાં આંબલીની પેસ્ટ નાંખીને બરાબર હલાવો. ત્યાર બાદ સોસ માટેની બધી જ સામગ્રી તેમાં નાંખો. ત્યાર બાદ તેને મિક્ષરમાં પીસીને સરસ સોસ બનાવી લો. હવે એક મોટા બાઉલમાં પાણી ગરમ કરીને તેમાં નૂડલ્સને નરમ કરવા મૂકો.
હવે એક ફ્રાય પેનને ગરમ કરવા મૂકો. તેમાં એકથી બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. હવે તેમાં ટોફૂં નાખો. ટોફૂં લાઈટ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી ગરમ કરો. હવે તેને ગેસ પરથી ઉતારીને બાઉલમાં સેટ કરો. ફરીથી પેનમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. તેમાં નૂડલ્સ નાંખીને લગભગ એક મિનિટ સુધી સાંતળો. હવે તેમાં અડધીથી પોણી ચમચી પિનટ સોસ ઉમેરો.
સાથે-સાથે તેમાં ફ્રાય કરેલું ટોફૂં પણ ઉમેરવું. સતત તેને હલાવતા રહો. બધું જ એકરસ થાય ત્યાં સુધી હલાવો. હવે તેમાં બાફેલા કઠોળ અને જરૂર લાગે તો વધુ સોસ ઉમેરી શકો છો. છેલ્લે તેના પર તલ નાખીને સર્વ કરો. સાથે-સાથે લીલી ડુંગળી નાખીને પણ સર્વ કરો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Aditi V Nandargi