સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ
દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મે હૈ.
મિત્રો તમે બરાબર વિચારી રહ્યા છો આજે આપણે વાત કરવાના છીએ, શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની.જેમણે ભારત દેશ માટે પોતાના જીવ નું બલિદાન આપ્યું હતું, આજના ૨૩ માર્ચ ના દિવસે અંગ્રેજ સરકારે ત્રણેય ક્રાંતિકારીઓ ને, તારીખ પહેલા ખોટી રીતે ચૂપચાપ ફાંસી આપી દેવામાં આવી હતી.
મિત્રો ભગતસિંહ નું નામ લેતા ની સાથે જ દેશભક્તિ નું એક સાહસ પેદા થાય છે, ને એક સાચા દેશ ભકત ની છબી આપણાં હદય સમક્ષ છવાય જાય છે. આ ભારત માના એવા લાલ હતા જેમણે ભારત માં કાજે હસતાં મોએ પોતાના જીવ નું બલિદાન આપ્યું હતું. ભગતસિંહ ને ફાંસી આપવામાં આવી તે વખતે તેમની ઉમર ફકત ને ફક્ત ૨૩ વર્ષની હતી. તે વખતે ભગતસિંહ ધારત તો પોતાન મિત્રો સાથે અંગ્રેજ સરકાર ની સામે ઝૂકી ને માફી માંગી ને પોતાની સજા માફ કરાવી શકત પરંતુ ભગતસિંહને પોતાની માતૃભૂમિ સિવાય કોઇની પણ સામે ઝૂકી જવું મંજૂર નહોતું. તેઓ કહેતા કે જીવન તો પોતાના દમ ઉપર જ જીવી શકાય બાકી બીજાના ખભા ઉપર તો માત્ર નનામી જ ઉઠાવવામાં આવે છે.
ભગતસિંહ ના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિધ્યાવતી દેવી હતું. મિત્રો આવા દેશપ્રેમી ભગત સિંહ નો જન્મ સપ્ટેમ્બર ૧૯૦૭ માં પંજાબ ના લાયનપુર જિલ્લામાં બંગા ગામ માં શીખ પરિવાર માં થયો હતો. જે બંગા ગામ આજે પાકિસ્તાન ની હદમાં આવેલું છે. જ્યારે ભગતસિંહ નો જન્મ થયો હતો તે પહેલા તેમના પિતા કિશનસિંહ અને કાકા અજીતસિંહ અંગ્રેજોની સામે અવાજ ઉઠાવવાના લીધે જેલમાં હતા. જે દિવસે ભગતસિંહ નો જન્મ થયો તે દિવસે તેમણે જેલ માથી મુક્તિ મળી હતી તેથી
ઘરમાં વધારે ખુશી નો માહોલ હતો.
ભગતસિંહ ના ભણતર ની વાત કરીએ તો બીજા શીખ બાળકોની જેમ અંગ્રેજ ની કોઈ શાળા માં ભણવા નહોતા ગયા. એમને દયાનંદ વૈદિક શાળા માં જઈને પોતાનું શિક્ષણ લીધું હતું,જે આર્ય સમાજ ની એક સંસ્થા હતી
જ્યારે તેઓ બાર વર્ષના હતા એટલે કે ૧૯૧૯ માં અંગ્રેજો દ્વારા જલિયાવાલા હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. તેમાં હજારો ની સંખ્યા માં લોકો મૃત્યુ પામ્યા હતા, ને આનો ભગતસિંહ ને ખૂબ આઘાત લાગ્યો હતો. તેમણે માત્ર ૧૪ વર્ષની ઉમર માં અંગ્રેજોએ ની સામે બળવો પોકારી દીધો હતો, તેમનું માનવું હતું કે ઈંટ નો જવાબ પત્થર થી જ આપવો જોઈએ. ચોરા ચોરી હત્યાકાંડ વખતે ભગતસિંહ શાળા માં થી ઘણા કિલોમીટર ચાલીને તે સ્થળ ઉપર ગયા હતા. ત્યાં બધા ને મૃત્યુ પામેલા જોઈ એમનું લોહી ઉકાળી ઉઠ્યું હતું તેઓ ત્યાં થી લોહી વાળી લાલ માટી સાથે લઈને આવ્યા અને દેશ ને ગુલામી માં થી મુક્ત કરવા માટે યુવાનો ને એકત્ર કરવાનું શરૂ કરી દીધું. તેમનો એક જ વિચાર હતો કે ઈંટ નો જવાબ પત્થર થી આપી અંગ્રેજો ને ભારત દેશ માથી ભગાડી મૂકવા, ને એ સમયે ભગતસિંહ ના વિચારો નો યુવાનો ઉપર ભારે અસર પડ્યો.
અંગ્રેજ સરકાર ને સામાન્ય માણસ સાથે કોઈ લેવાદેવા ના હતી તેથી ભગતસિંહ અને તેમના સાથીદાર ચંદ્રશેખર આઝાદ ને તેમની ટુકડી અવાર નવાર અંગ્રેજોનો વિરોધ કરતાં હતા. ભગતસિંહ ને તેમના સાથી બટુકેશ્વર દત્ત દ્વારા ૮ એપ્રિલ ૧૯૨૯ ના રોજ દિલ્લી ના બ્રિટિશ ગવર્નમેંટ એસેમ્બલી માં બોમ્બ ફેકવામાં આવ્યો હતો, આ બોમ્બ ફેકવાનો ઉદેશ્ય કોઈને મારવાનો ના હતો પરંતુ દેશવાસીઓ માં જાગરુકતા વધારવાનો હતો. તે વખતે તેઓ ત્યાં થી ભાગી શકે એમ હતા પરંતુ તેઓ ત્યાં થી ભાગ્યા નહીં પણ ઈંકલાબ જિંદાબાદ ના નારા સાથે સામે ચાલીને પોતાની ધરપકડ વહોરી લીધી હતી. દેશ માટે શહીદી વહોરી લેનાર ને પોતના જીવનનું બલિદાન આપનાર સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ ને ૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ લાહોર ની જેલ માં ફાંસી ની સજા આપવામાં આવી હતી. લાહોર ની સેંટ્રલ જેલ માં છેલ્લી વખત તેઓ એ ઈંકલાબ જિંદાબાદ ના નારા સાથે દેશ અને દેશની આઝાદી માટે હસતાં મોઢે ફાંસી સ્વીકારી હતી.
મિત્રો એ વખતે ભારત દેશના નેતાઓ જો ધારત તો આમની ફાંસી રોકી સક્યા હોત. માત્ર ૨૩ વર્ષની ઉમર માં જ ભગતસિંહ ભારત માં માટે ઘણું કરીને ગયા. ને યુવાનો માં દેશ ની આઝાદી માટે એક નવા વિચારો ની કડી મુક્તા ગયા, તેઓ કહેતા કે અમને શરીર થી મારશો પણ કોઈના વિચારો માં નહીં મારી શકો. આ ભારત દેશ આવા વીર સપૂતો જેમણે ભારત માં માટે પોતાનું જીવનું બલિદાન આપ્યું છે તેમને ક્યારેય નહીં ભુલે ક્યારેય નહીં ભૂલે.
તો આજે ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુ ના ભારત દેશ ના બલિદાન માટે શ્રદ્ધાંજલી રૂપે એકવાર મોટે થી ઉચ્ચારણ કરીશું. ઇંકલાબ જિંદાબાદ…ભારત માતા કી જય… સુખદેવ અમર રહો… રાજગુરુ અમર રહો…. ભગતસિંહ અમર રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” અને “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author : JD Chavda
1 thought on “ભગતસિંહ નું બલિદાન આજે પણ યાદ રાખે છે હિંદુસ્તાન”