લગભગ લોકો આ વાતથી ખૂબ જ પરેશાન રહે છે કે તેમના હાથમાં રૂપિયા ટકતા નથી. રૂપિયા તો ઘણા બધા આવે છે પરંતુ તે ઘરમાં ટકતા નથી, કોઈને કોઈ કારણે તૈયારીમાં જ ખર્ચ થઈ જાય છે. જેના કારણે પરિવારને આર્થિક તકલીફો સિવાય ઘણા બધા પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. એવામાં જ્યારે કોશિશ કર્યા પછી પણ આ બધું થવા લાગે તો તેના ઘણા બધા કારણો હોઈ શકે છે, તેમાંથી એક વાસ્તુ દોષ પણ હોઈ શકે છે.
વાસ્તુના અમુક ઉપાયો કરવાથી તમારી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દ્વાર ખૂબ જ મહત્વનો હોય છે અને તેથી જ લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર શુભ વસ્તુઓ લગાવે છે. અને કહેવામાં આવે છે કે આ વસ્તુ અને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે, અને વધારાના ખર્ચા પણ ઓછા થઈ જાય છે. તેની સાથે જ પરિવારમાં સુખ અને શાંતિ પણ રહે છે. આમ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર અમુક વસ્તુ મૂકવાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે અને વધારાના ખર્ચા થતા નથી, આવો જાણીએ આ શુભ વસ્તુઓ વિશે…
શુભ લાભ
વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નકારાત્મક ઉર્જાથી દૂર રહેવા માટે ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ શુભ અને લાભ લખવું જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ગણેશજી
હિન્દુ ધર્મમાં ગણપતિદાદાની પ્રથમ પૂજ્ય માનવામાં આવ્યા છે, એવામાં ઘરના મુખ્ય દ્વાર ઉપર ગણેશજીનો ફોટો લગાડવો. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે ગણેશજીને રીતે લગાવો કે તેમની પીઠ બહારની તરફ હોય. અંદરની તરફ રહેવાથી ઘરમાં ધનનો અભાવ રહે છે, અને દરિદ્રતા પણ વધવા લાગે છે. ત્યાં જ અંદરની તરફ હોવાથી દરેક બાધાઓ નો નાશ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.
માતા લક્ષ્મીજીના ચરણ
વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીજીના પગ નો ફોટો ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવવાથી ધન સંપત્તિ અને સમૃદ્ધિ ઘરમાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મીના પગ જરૂરથી લગાવો.
સ્વસ્તિક
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારના બંને તરફ લાલ સ્વસ્તિક બનાવવો ખૂબ જ શુભ હોય છે, કહેવામાં આવે છે કે સ્વસ્તિક લગાવવાથી ઘરના વાસ્તુ અને દિશા દોષ દૂર થઈ જાય છે. ત્યાં મુખ્ય દ્વારની ઉપર વચ્ચોવચ લીલુ સ્વસ્તિક બનાવો આમ કરવાથી ઘણા લોકોનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે.
મંગળ કળશ
મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલો કળશ મૂકવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે, અને વધારાના ખર્ચા ઉપર નિયંત્રણ રહે છે. તે સિવાય કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. એ વાતનું ધ્યાન રાખો કે મુખ્ય દ્વાર ઉપર મુકવાના કળશનું મુખ પહોળું અને ખુલ્લું હોવું જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team