દરેક લોકો ઈચ્છે છે કે તેના ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જળવાય રહે. પરિવારના દરેક સભ્યનું સ્વાસ્થ્ય સારું રહે અને ક્યારેય પણ પૈસાની તંગી ભોગવવી પડે નહિ તેના માટે વ્યક્તિ દિવસ રાત મેહનત પણ કરે છે, પરંતુ ક્યારેક ઘણા પ્રયત્નો પછી સમસ્યાથી છુટકારો મળતો નથી. આવી સ્થિતિમાં તમે વાસ્તુનો સહારો લઈ શકો છો. વાસ્તુમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેના માધ્યમે જીવનની સમસ્યાઓને ઓછી કરી શકાય છે.
વાસ્તુ મુજબ ઘર અથવા ઓફિસમાં કેટલાક છોડ લગાવવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. આ છોડમાંથી એક ક્રાસુલાનો છોડ છે. મોટાભાગના લોકોને એ વાતની જાણ છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે, જોકે વાસ્તુમાં પણ ક્રાસુલાના છોડને ચમત્કારી માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્રાસુલા પ્લાન્ટ મની પ્લાન્ટથી વધારે ઝડપી અસર દેખાડે છે. તો ચાલો જાણીએ વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્રાસુલાના ફાયદા અને સાચી દિશા વિશે.
•ક્રાસુલાના છોડ ખૂબ શુભ છે – વાસ્તુશાસ્ત્રમાં ક્રાસુલાના છોડને ખૂબજ શુભ અને ફાયદાકારક માનવામાં આવેલ છે. તેને ઘરમાં લગાવવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ ધનના નવા રસ્તાઓ ખૂલે છે.
જે રીતે આપણે ત્યાં વાસ્તુશાસ્ત્ર હોય છે, તેવી જ રીતે ચીનના ફેંગશુઈમાં છે. ફેંગશૂઈના મુજબ, ક્રાસુલા એક એવો છોડ છે, જેને ફક્ત ઘરમાં રાખવાથી તે પૈસાને તેમની તરફ ખેંચે છે. ઘર અથવા ઓફિસમાં આ છોડને લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો તમારી પાસે પૈસા છે, પરંતુ પૈસા ટકતા નથી, તો તમે ક્રાસુલાના છોડ લગાવી શકો છો.
•ક્રાસુલા છોડના ફાયદાઓ : ક્રાસુલાના છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરી સકારાત્મક ઊર્જાના પ્રવાહ પર અસર કરે છે. સાથેજ આ છોડ વ્યક્તિની આર્થિક સમસ્યાઓને દૂર કરે છે. નોકરીમાં પણ ઝડપથી વૃદ્ધિ મળે છે.
•ક્રાસુલા છોડ લગાવવાની સાચી દિશા – ક્રાસુલાનો છોડ લગાવવાથી ખૂબ ફાયદા થાય છે. વાસ્તશાસ્ત્ર મુજબ, ક્રાસુલાના છોડને પ્રવેશ દ્વારની ડાબી બાજુ રાખો. આ ઉપરાંત તમે તમારા ઓફિસના ટેબલ ઉપર પણ રાખી શકો છો.
•ક્રાસુલાના છોડનું નામ : ક્રાસુલાના છોડને મની પ્લાન્ટ, ફ્રેંડશિપ ટ્રી, લકી પ્લાન્ટ અને જેડ પ્લાન્ટના નામથી ઓળખવામાં આવે છે. સાથેજ તેને કુબેરાશી પ્લાન્ટ અને પૈસાનું ચુંબક પણ કેહવામાં આવે છે. તેના નામ પરથી જ તેની ખાસિયતની જાણ થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team