ઘરને સુંદર બનાવવા માટે અલગ-અલગ સમજાવટના સામાનની સાથે સાથે આજકાલ બધા નાના નાના છોડ લગાવી છે, અને આ છોડ વાતાવરણને શુદ્ધ કરે છે. તથા પોઝિટિવ એનર્જી વધારવાનું કામ પણ કરે છે. ઘરના વાસ્તુદોષને ઓછું કરવા માટે આ છોડ ખૂબ જ મદદ કરી શકે છે. આ છોડમાંથી જ એક છોડ છે વાંસનો છોડ. આ છોડને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી જાય છે, અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. જાણો વાંસનો છોડ લગાવવાની યોગ્ય દિશા અને તેની દાંડી એટલી સંખ્યામાં લગાવવાની માનવામાં આવે છે શુભ.
વાંસનો છોડ કેમ માનવામાં આવે છે શુભ?
ફેંગશુઇ અનુસાર વાંસના છોડ ને ભાગ્યશાળી છોડ માનવામાં આવે છે. વાંસનો છોડ સકારાત્મક ઉર્જા વધારવા માટે ખૂબ જ મદદ કરે છે, જેનાથી ઘરમાં વધુ આવક ની સાથે સાથે સમૃદ્ધિ પણ આવે છે. તે સિવાય આ છોડ જ્ઞાનનું પ્રતીક પણ માનવામાં આવે છે, જેનાથી તમારા મન અને આત્માને શાંતિ મળે છે.
જાણો વાંસની કેટલી દાંડી રાખવી છે શુભ
વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ભાગ્યશાળી છોડને ઘર અથવા ઓફિસ માં મુકવું શુભ માનવામાં આવે છે, અને ફેંગશુઈ અનુસાર કામના અનુરૂપ વાંસની એટલી જ દાંડી મૂકવામાં આવે તો વધુ લાભ મળે છે. જેમકે સારા દેખાવ માટે 11 વાંસની દાંડી લગ્ન તથા પ્રેમ માટે 2 દાંડી, અને ખુશહાલ જીવન માટે 3 તથા સ્વાસ્થ્ય માટે 5, અને પરફેક્ટ લાઇફ ની ઈચ્છા માટે 10 તથા માતાજી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માટે 21 દાંડી લગાવવી શુભ માનવામાં આવે છે.
આ દિશામાં મૂકવો વાંસનો છોડ
તમે સંખ્યા અનુસાર ભાગ્યશાળી વાંસના છોડ ને પૂર્વ દિશાના ખૂણામાં મૂકો. ધન તથા ભાગ્યની આકર્ષિત કરવા માંગો છો તો વાંસના છોડ ને દક્ષિણ-પૂર્વ ક્ષેત્ર માં મૂકી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ખૂણામાં જો તમે છોડ મૂકો છો તો આર્થિક તકલીફથી છુટકારો મેળવી શકો છો તથા સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.
ઘરમાં સકારાત્મક ઉર્જાને વધારો આપવા માટે ભોજનના ટેબલ ઉપર કેન્દ્રમાં વાંસનો છોડ મૂકો. બેડરૂમમાં પણ વાંસનો છોડ લગાવી શકાય છે તેનાથી પણ તમને લાભ મળશે. છોડને ડાયરેક્ટ તાપમાં ન મૂકો તેના કારણે તે ખૂબ જ જલદી ખરાબ થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team