⚛આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી હંમેશા રહે છે રૂપિયા💰પૈસાની અછત, જાણો તેના જરૂરી નિયમો

વાસ્તુશાસ્ત્ર માં દરેક દિશાઓનું અલગ-અલગ મહત્વ રહેલું છે જે રીતે પૂજા પાઠ કરવા માટે પૂર્વ ઉત્તર દિશા (ઈશાન ખૂણો) ખાસ માનવામાં આવે છે, તે જ રીતે અલગ અલગ કામ માટે અલગ-અલગ દિશા અને નિર્ધારિત કરવામાં આવી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ખાણીપીણી માટે પણ એક ઉચિત દિશાની પસંદગી કરવામાં આવી છે, આવો જાણીએ કે ભોજન કરવા માટે કઈ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ અને કઈ દિશા તરફ મુખ કરીને ભોજન કરવું નિષેધ માનવામાં આવ્યું છે.

કઈ દિશા તરફ મુખ કરીને ભોજન કરવું છે સારુ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં દેવતાઓ નો સંબંધ છે, તેવામાં આ દિશાની તરફ મુખ કરીને ભોજન કરવાથી બીમારી દૂર થાય છે. અને તેની સાથે જ દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તે સિવાય આરોગ્ય અને લાંબી ઉંમરનું વરદાન પ્રાપ્ત થાય છે.

ઉત્તર પણ દેવતાઓની દિશા હોય છે, આ દિશાથી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર નો સંબંધ જોવા મળે છે. એવામાં આ દિશા તરફ મુખ કરીને ભોજન કરવાથી ઘરમાં રૂપિયા પૈસાની ઊણપ આવતી નથી અને ઘરના મુખ્ય વ્યક્તિને ઉત્તર દિશાની તરફ મુખ કરીને ભોજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે.

નોકરી કરનાર વ્યક્તિ માટે પશ્ચિમ દિશાને શુભ માનવામાં આવી છે, તેવા વ્યક્તિઓએ આ દિશા તરફ મુખ કરીને ભોજન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાની તરફ મુખ કરીને ભોજન કરવું જોઇએ નહીં, ખરેખર આ દિશા તરફ મુખ કરીને ભોજન કરવાથી જ ઘરમાં દરિદ્રતા આવે છે અને તેની સાથે જ સાથે જ કંગાળીનો સામનો પણ કરવો પડે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરે આવેલ મહેમાનને પશ્ચિમ દિશામાં બેસાડીને ભોજન આપવું જોઇએ, તેની સાથે જ પોતે ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ કરીને ભોજન કરવું જોઇએ. તેનાથી ઘરમાં બરકત રહે છે, અને જો ભોજન કરવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરો છો તો તેને દક્ષિણ અથવા પશ્ચિમ ની દીવાલ તરફ મૂકવું જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment