ઇસ્ત્રીની નીચે લાગેલા કાટના ડાઘ દૂર કરવા અપનાવો આ ઘરેલુ નુસખા

આજકાલ દરેક લોકો પોતાના કપડાની ઈસ્ત્રી બહાર જ કરાવડાવતા હોય છે. કારણ કે લગભગ આપણી ઈસ્ત્રીમાં કપડાં બળી જાય છે અથવા તો ચોંટી જતા હોય છે. ઘણી વખત આપણી ઇસ્ત્રી ઉપર કાટ લાગી જવાના કારણે કપડા ઉપર ડાઘા પણ પડી જાય છે. તેવી પરિસ્થિતિમાં ઈસ્ત્રીની નીચેના ભાગમાં લોખંડની પ્લેટ ઉપર આ ડાઘ આસાનીથી નીકળતા નથી અને ઈસ્ત્રી કરવાથી આપણા નવા કપડા માટે ચોંટી જાય છે, અને કપડાને પણ ખરાબ કરી નાખે છે. આજે અમે તમને એવા ઘરેલુ ઉપાય વિશે જણાવીશું જેનાથી ઇસ્ત્રી પર લાગેલા ડાઘ મિનિટમાં જ સાફ થઈ જશે.

ઈસ્ત્રી સાફ કરવાના ઘરેલુ નુસખા

ડાઘ લાગેલી ઈસ્ત્રી દુકાનવાળા લોકો પણ સાફ કરી શકતા નથી અને જો કરી પણ નાખે તો એક મોટી રકમ ખર્ચ કરવી પડે છે તેથીજ આવા સમયે આપણા ઘરે અપનાવેલા ઘરેલુ નુસખા ખૂબ જ કામ લાગી શકે છે. આવો જાણીએ કેવી રીતે ઘરે કરી શકીએ છીએ ઈસ્ત્રીને સાફ.

બેકિંગ સોડાનો ઉપયોગ

બેકિંગ સોડા રસોઈ ની સાથે સફાઈમાં પણ આપણને લગભગ કામ લાગે છે અને ઈસ્ત્રી સાફ કરવા માટે બેકિંગ સોડાને પાણીમાં ઉમેરીને એક ગોળ બનાવો. સોડાની માત્રા પાણીથી બે ગણી હોવી જોઈએ.કોઈપણ ચમચીની મદદથી પેસ્ટને ગરમ ઈસ્ત્રીના ડાઘવાળા ભાગ ઉપર સારી રીતે લગાવો. બે થી ત્રણ મિનિટ સુધી પેસ્ટ લગાવીને રહેવા દો ત્યારબાદ ભીના કોટનના કપડાથી તેને લૂછીને સાફ કરો. ઈસ્ત્રી ઉપર લાગેલા દરેક પ્રકારના ડાઘ દૂર થઈ જશે.

ચુનો અને મીઠું

ઈસ્ત્રી માંથી કાટ દૂર કરવા માટે ચૂનો અને મીઠું નો ઉપયોગ કરી શકાય છે જૂનો તથા મીઠું એક સમાન માત્રામાં ભેગું કરો અને તેને થોડું ભીનું કરીને એક ઘોળ બનાવો. સંપૂર્ણ ઈસ્ત્રી ઉપર તેને સારી રીતે લગાવો. અમુક સમય પછી કપડાંથી તેને સાફ કરો. બધો જ કાટ દૂર થઈ જશે.

ઘરમાં રહેલી તાવ ની દવા

પેરાસીટેમલ દવામાં અમુક એવા પદાર્થ ઉમેરવામાં આવે છે જે ક્લિનિંગ એજન્ટનું કામ કરે છે તો સૌથી પહેલા ઈસ્ત્રીને સામાન્ય ગરમ કરો. હવે ઘરમાં મૂકેલી પેરાસીટેમોલ ની મોટી ગોળી લો અને તેને ગરમ ઈસ્ત્રી ઉપર ઘસો સંપૂર્ણ ઈસ્ત્રી ઉપર પેરાસિટી મોલની એક પરત ચડી ન જાય ત્યાં સુધી ઘસતા રહો ત્યારબાદ ભીના કપડાથી ઈસ્ત્રીને સાફ કરો જ્યાં સુધી ઈસ્ત્રી સાફ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયાને કરતા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ઇસ્ત્રીની નીચે લાગેલા કાટના ડાઘ દૂર કરવા અપનાવો આ ઘરેલુ નુસખા”

Leave a Comment