ધાર્મિક કાર્યોમાં ઉપયોગી એવા નાગરવેલના પાનના ઉપયોગથી ચહેરાની ચમકમાં થશે વધારો, જાણો ઉપયોગ કરવાની રીત

Image Source

આયુર્વેદિક વસ્તુઓ ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ ઉતમ નથી હોતી પરંતુ આપણી ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આમાંથી એક છે નાગરવેલના પાન. નાગરવેલ નો ઉપયોગ ધાર્મિક સ્થળોએ થાય છે. આ ઉપરાંત નાગરવેલના પાનનો ઉપયોગ ત્વચા પર પણ કરવામાં આવે છે. તેના ઉપયોગથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.

ચહેરા પર ચમક લાવવા માટે કેવી રીતે ઉપયોગ કરવો? –

જો તમારો ચહેરો નિસ્તેજ હોય, તો મુલતાની માટી સાથે નાગરવેલના પાનનો પાવડર, ચણાનો લોટ, ગુલાબજળ, આ ચારેય વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી અને મિશ્રણને તમારી ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી લગાવી રાખો. હવે સામાન્ય પાણીથી ધોઈ લો. આમ કરવાથી ત્વચા ચમકદાર અને સુંદર દેખાશે. નાગરવેલના પાઉડરમાં હળદર પાવડર અને મધ મિક્સ કરો અને થોડીવાર માટે આ મિશ્રણને તમારી ત્વચા પર લગાવો.

Image Source

હવે ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ત્વચાના ડાઘ દૂર કરી શકાય છે. જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો તો આવી સ્થિતિમાં તમે નાગરવેલના પાનને સારી રીતે ધોઈ લો અને તેને પાણીમાં ઉકાળો. હવે પાણી ઠંડુ કરીને તમારો ચહેરો ધોઈ લો. આમ કરવાથી ફોલ્લી ખીલની સમસ્યાથી રાહત મળી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment