આયુર્વેદમાં ફુદીનાને સંજીવની કહેવામાં આવે છે, કારણ કે સ્વાદ, સૌંદર્ય અને સુગંધ નો આ પ્રકારનો સંગમ ખૂબ ઓછા છોડમાં જોવા મળે છે. આ છોડ નું આયુષ્ય ખૂબ લાંબું હોય છે. ફુદીનો એ બારે મહિના ઉગે છે અને તે એક સુગંધિત ઔષધી છે જેનો ઉપયોગ બારે મહિના કરી શકીએ છીએ. પીપરમેન્ટ અને ફુદીનો એક જ જાતિના હોવા છતાં અલગ-અલગ પ્રજાતિના છોડ છે.
સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમને જાણીને નવાઈ થશે કે ફુદીનાને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ફુદીનામાં વિટામીન એ ની માત્રા જોવા મળે છે.આમ તો દરરોજ તમે ફુદીનાનો ઉપયોગ આવી રીતે કરશો તો તમને અનેક બિમારીમાંથી છૂટકારો મળશે.
ચાલો આપણે જાણીએ તેના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા વિશે
દાંતનો દુખાવો દૂર કરવા
ફુદીનાના બે-ચાર પાંદડા ચાવી જવાથી દાંત નો દુખાવો, પાયોરિયા અને પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ દૂર થઈ જાય છે.
મો ની દુર્ગંધ
જો મોંમાંથી દુર્ગંધ આવી રહી છે તો એક ગ્લાસ પાણીમાં ફુદીના ના ચાર-પાંચ પાન ઉકાળી તે પાણીને ઠંડુ કરી ફ્રિજમાં મુકી દો, ત્યારબાદ તેના કોગળા કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ શકે છે.
ગેસ ની તકલીફ દૂર કરવા
ત્વચા પર ફોલ્લીઓ થઈ જાય અથવા તો પેટમાં ગેસની તકલીફ હોય તો ફુદીનાની ચા પીવાથી ફાયદો મળી શકે છે.
ચહેરાની કરચલીઓ દૂર કરવા
ફુદીના ના પાંદડા ની પેસ્ટ પાણીમાં નાખી ને વરાળ લેવાથી ચહેરાની કરચલીઓ દૂર થઈ શકે છે.
થાક
જ્યારે તમે થાક અનુભવો છો ત્યારે ફુદીનાનું તેલ પાણીમાં નાખીને તેમાં પગ નાખી ને થોડી વાર સુધી બેસી રહો . આમ કરવાથી તમને જલ્દી રાહત મળશે અને થાક પણ દૂર થઇ શકશે.
એડકી દૂર કરવા
ફુદીનાના રસમાં મધ મિક્સ કરીને ચાટવાથી હિચકી મટે છે.
ઉધરસ દૂર કરવા
જો તમે બદલાતી ઋતુમાં ઉધરસ થી પરેશાન છો તો પછી ફુદીનાની ચા મા બે ચપટી મીઠું ઉમેરીને પીવાથી રાહત મળે છે.
દર્દમાં રાહત
પેટનો દુખાવો થવા પર આદુ અને ફુદીનાના રસમાં થોડું સિંધવ મીઠું નાખીને દિવસમાં ઘણી વખત ચાટવાથી પેટ નો દુખાવો દૂર થઇ શકે છે એટલું જ નહીં તેનો ઉપયોગ ગેસને દૂર કરવામાં અને સંધિવાની સમસ્યામાં પણ થઈ શકે છે.
મોમાં ચાંદા ની તકલીફ
જે વ્યક્તિને મોઢામાં વારંવાર છાલા પડવાની સમસ્યા હોય તે વ્યક્તિએ ફુદીનાના પાન નો ઉકાળો બનાવીને તેનુ સેવન કરવાથી તથા તેના કોગળા કરવાથી છાલા ની સમસ્યા દૂર થઈ જાય છે.
ઘા માં રૂઝ
જો કોઈ જગ્યાએ વાગ્યું હોય ત્યારે જો તમે ત્યાં ફુદીનાની પેસ્ટ લગાવો છો તો વાગેલી જગ્યા જલદી રુઝાઈ જાય છે.
ખીલને દૂર કરવા માટે
ખીલને દૂર કરવા માટે ફુદીનાના થોડા પાન લઈને તેની અંદર બેથી ત્રણ ટીપાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ખીલ અને તેના ડાઘ દૂર થઈ જાય છે.
માસિક ધર્મમાં લાભકારી
જો તમને માસિક ધર્મ યોગ્ય સમય ન આવતું હોય તો ફુદીના ના રસ નું સેવન કરવું જોઈએ. તથા ફુદીનાના સૂકા પાન નું ચૂર્ણ મધ સાથે ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત નિયમિત લેવાથી માસિક ધર્મની સમસ્યામાં રાહત મળી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team