વજન ઓછું કરવા માટે દૂધનો ઉપયોગ 

Image Source

દૂધમાં ઉપસ્થિત પોષક તત્વોના કારણે તે ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે તે કારણ છે કે ભારતીય ખાણીપીણીમાં દૂધને જરૂર સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વજન ઓછું કરવામાં પણ તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ લેખમાં વજન ઓછું કરવા માટે દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

સૌપ્રથમ જાણીએ કે મેદસ્વિતા ઓછી કરવા માટે દૂધ કેવી રીતે ફાયદાકારક છે

વજન ઓછું કરવામાં દૂધ કેમ ફાયદાકારક છે?

એન સી બી આઈ પર એક પ્રકાશિત શોધ ની વાત કરીએ તો ડેરી પ્રોડક્ટનો ઉપયોગ વજન ઓછું કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. વજન ઓછું કરવા માટે ડેરી પ્રોડક્ટની લીસ્ટ માં ફેટ ફ્રી દૂધ પણ શામેલ છે. તે સિવાય એક અન્ય શોધમાં એ વાતની જાણકારી આપવામાં આવી છે કે ડેરી પ્રોડક્ટમાં કોંજુગેટેડ લીનોલેઈક એસિડ ઉપસ્થિત હોય છે જેમાં એન્ટી ઓબેસીટી એટલે કે મેદસ્વિતા ઓછું કરી શકે છે અને તેમાં પ્રભાવ પડી શકે છે.

પરંતુ વજન ઓછું કરવા માટે દૂધનું સેવન કરતી વખતે આ વાતનું ધ્યાન ખાસ રાખવું જોઈએ કે તે ચરબીનો એક સારો સ્ત્રોત છે. એવી પરિસ્થિતિમાં તમે વજન ઓછું કરવા માટે દૂધ નહીં ડાયટમાં સામેલ કરવાની સાથે-સાથે નિયમિત રૂપથી વ્યાયામ કરવો પણ એટલો જ જરૂરી છે આ લેખમાં આગળ વિસ્તારથી જાણીએ કે વજન ઓછું કરવામાં દૂધ કેવી રીતે કામ કરે છે.

1 પ્રોટીનથી ભરપૂર

દૂધમાં પ્રોટીનની પ્રચુર માત્રા ઉપસ્થિત હોય છે એક કપ દૂધમાં લગભગ 8.14 ગ્રામ પ્રોટીન જોવા મળે છે અને ત્યાં જ એક શોધ અનુસાર ઉચ્ચ પ્રોટીનવાળા આહારમાં એપી ટાઈટ હોર્મોન એટલે કે ભૂખ ને ઉત્તેજિત કરતાં હોર્મોન્સને નિયંત્રિત કરીને વજન ઓછું કરવાની મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે.

તે સિવાય શોધમાં એ વાતની જાણકારી પણ મળી છે કે દૂધમાં ઉપસ્થિત પ્રોટીન વધુ ઊર્જાની ઉણપ ને ઓછી કરે છે. તેનાથી શરીરના અલગ અલગ ભાગ માં ચરબી જમા થાય તેને રોકવામાં મદદ મળે છે. આ રીતે દૂધનું સેવન કરવાથી ઘણી હદ સુધી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે.

2 લો કેલેરી

વજન ઓછું કરવા માટે દૂધનો ઉપયોગ એટલા માટે પણ પ્રભાવિત હોઈ શકે છે કારણ કે તેની ગણતરી લો કેલેરી ફૂડ માં આવે છે એક શોધમાં વજન ઓછું કરવા માટે લો કેલરી વાળા ખાદ્ય પદાર્થ અને ડાયટ ચાર્ટમાં સામેલ કરવાની પણ વાત કરવામાં આવી છે. જેમાં ફેટ ફ્રી દૂધ સામેલ છે.આ આધાર ઉપર વજન ઘટાડવા માટે ફેટ ફ્રી દૂધ અને આહાર નો ભાગ બનાવી શકાય છે.

3 મેટાબોલિઝમને બૂસ્ટ કરે

જો શરીરમાં મેટાબોલિઝમનું સ્તર 0સારું હશે તો તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે ત્યાં જ મેટાબોલિઝમને વધારવા માટે દૂધ લાભકારી સાબિત થઇ શકે છે એક વૈજ્ઞાનિક ની શોધ માં જણાવવામાં આવ્યું છે કે દૂધ પ્રોટીન મેટાબોલિઝમને યોગ્ય કરે છે જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે.

4 પોષક તત્વોથી ભરપૂર

દૂધને પોષક તત્વોની ખાણ છે તેમાં વિટામિન એ, ડી, કે, ઈ,સહિત ફોસ્ફરસ, મેગ્નેશિયમ, નાઇટ્રોજન,આયોડીન અને ઘણા પ્રકારના ખનીજ તત્વો ઉપસ્થિત હોય છે તેમાં પ્રોટીન અને વિટામિન b2 તથા કેલ્શિયમ પણ હોય છે. વજન ઓછું કરવા માટે ડાયટ કરતા લોકો માટે દૂધ પોષક તત્વોની ઉણપ થી બચાવ કરે છે.

ત્યાં જ એક શોધમાં જણાવવામાં આવ્યું છે કે દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ જોવા મળે છે.આ બંને જ વજનને ઓછું કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવે છે.

5 ભૂખ ઓછી લાગે

વધુ ખાવાનું પણ મેદસ્વિતા અથવા વજન વધવાનું એક કારણ માનવામાં આવે છે. વજન ઓછું કરવા માટે દૂધનો ઉપયોગ ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે. ખરેખર દૂધમાં પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત હોય છે. જે ભોજન કર્યા બાદ પણ વધુ ખાવાનું અથવા તો વારંવાર ખાવાની ઇચ્છાને પણ ઓછી કરી શકે છે એવામાં એ કહેવું ખોટું નહી હોય કે દૂધનું સેવન વજન ઓછું કરવા માટે સહાયતા કરી શકે છે.

હવે જાણીએ કે મેદસ્વિતા ઓછી કરવા માટે દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો

નીચે આપણે વજન ઓછું કરવા માટે દૂધનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ તે સમજવા માટે ડાયટ ચાર્ટ શેર કરી રહ્યા છીએ પરંતુ આ ડાયટ તમારી માટે એક ઉદાહરણના રૂપમાં આપવામાં આવ્યું છે એ વાતનો ખાસ ધ્યાન રાખવું કે ડાયટ ચાર્ટમાં આપેલી સામગ્રીમાં બદલાવ વ્યક્તિના ઉંમર અને સ્વાસ્થ્ય અનુસાર કરી શકાય છે.

પ્રથમ સપ્તાહનો ડાયેટ ચાર્ટ

ખોરાક શું ખાવું

  • સવારે ઉઠવું – લગભગ 7 થી 7:30, અડધા લીંબુના રસ સાથે 1 કપ ગરમ પાણી
  • નાસ્તો – 8:30 થી 9:00 વાગ્યા સુધી: 1 કપ ફેટ ફ્રી દૂધ સાથે 1 બનાના પેનકેક

અથવા

  • એગ સ્ક્રેમ્બલ + 1 કપ ફેટ ફ્રી મિલ્ક + 1 મલ્ટિગ્રેન બ્રેડ
  • લંચ 12:00 થી 12:30 ટુના સલાડ

અથવા

  • સ્પિનચ રોલ
  • સાંજનો નાસ્તો – 3:30 થી 4:00 pm 1 કપ ફેટ ફ્રી દૂધ
  • રાત્રિભોજન  7:00 p.m. શેકેલા શાકભાજી અને ટોફુ

અથવા

  • શાકભાજી સાથે શેકેલી સૅલ્મોન માછલી
  • 9.30 વાગ્યે સૂતા પહેલા એક ગ્લાસ ફેટ ફ્રી દૂધમાં અડધી ચમચી હળદર ભેળવી લો.

બીજા સપ્તાહનો ડાયેટ ચાર્ટ

ખોરાકમાં શું ખાવું

  • સવારે ઉઠતાની સાથે જ – લગભગ 7 થી 7:વાગે , 1 કપ ગ્રીન ટી 1/4 ચમચી તજ પાવડર સાથે
  • સવારનો નાસ્તો – 8:30 થી 9:00 વાગ્યા સુધી: 1 કપ ચરબી રહિત દૂધ + કપ ફળો + 2 બદામ

અથવા

  • 1 કપ ચરબી રહિત દૂધ + 1 બાફેલું ઈંડું + 4 બદામ
  • લંચ – 12:00 થી 12:30 કાકડી સૂપ + 1 મલ્ટિગ્રેન ટોસ્ટેડ બ્રેડ

અથવા

  • ચેરી ટમેટાં અને પાલક, લસણ અને ઓરેગાનો સોસ સાથે રાંધેલી માછલી
  • સાંજનો નાસ્તો – 3:30 થી 4:00 pm 1 કપ ચરબી રહિત દૂધ
  • રાત્રિભોજન – 7:00 pm શેકેલા મશરૂમ્સ અને શાકભાજી

અથવા

  • ચિકન સૂપ
  • સૂતા પહેલા – રાત્રે 9:30 કલાકે એક ગ્લાસ ચરબી રહિત દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવો.

ત્રીજા સપ્તાહનો ડાયેટ ચાર્ટ

ખોરાક શું ખાવું

  • સવારે ઉઠતાની સાથે જ – 7 થી 7:30 ની આસપાસ, 1 કપ ગરમ પાણીમાં 1 લીંબુનો રસ અને 1 ચમચી મધ ભેળવી લો.
  • સવારનો નાસ્તો – 8:30 થી 9:00 pm     1 કપ ચરબી રહિત દૂધ 1 ટીસ્પૂન અળસીના બીજ + 4 બદામ + 2 બાફેલા ઈંડા

અથવા

  • 1 ચમચી ગ્રાઉન્ડ ફ્લેક્સ સીડ્સ + ક્વિનોઆ 1 કપ ફેટ ફ્રી દૂધ સાથે
  • બપોરનું ભોજન – 12:00 થી 12:30 કપ દૂધ + શેકેલા શાકભાજીની સેન્ડવીચ

અથવા

  • કપ દૂધ + ટુના લપેટી
  • સાંજનો નાસ્તો – 3:30 થી 4:00 pm 1 કપ ચરબી રહિત દૂધ સાથે ચમચી તજ પાવડર
  • રાત્રિભોજન – 7:00 pm ઉકાળેલા શાકભાજી અને રાંધેલ ચિકન અથવા માછલી

અથવા

  • મશરૂમ સૂપ

અથવા

  • સાંતળેલા ગાજર, બ્રોકોલી, કેપ્સિકમ અને ટોફુ
  • સૂતા પહેલા – રાત્રે 9:30 વાગ્યે, એક ગ્લાસ ફેટ ફ્રી દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને પીવો.

ચોથા સપ્તાહનો ડાયેટ ચાર્ટ

ખોરાક શું ખાવું

  • સવારે ઉઠતાની સાથે જ – 7 થી 7:30 ની આસપાસ, 1 કપ પાણીમાં 1 ચમચી એપલ સીડર વિનેગર ભેળવી લો.
  • સવારનો નાસ્તો – 8:30 થી 9:00 PM   1 કપ ફેટ ફ્રી દૂધ 1 ટીસ્પૂન અળસીના બીજ + 1 કપ ફળો

અથવા

  • ઓટમીલ સાથે 2 બદામ
  • લંચ – 12:00 થી 12:30 કપ દૂધ + શેકેલા મેકરેલ અને શતાવરીનો છોડ

અથવા

  • કપ દૂધ + ફેટા ચીઝ અને ટામેટા સલાડ
  • સાંજનો નાસ્તો – 3:30 થી 4:00 વાગ્યા સુધી 1 કપ તરબૂચ
  • રાત્રિભોજન – સાંજે 7:00 કલાકે: ગાજર અને કોબીજ સાથે દાળનો સૂપ

અથવા

  • 1 શેકેલા ચિકન, છૂંદેલા શક્કરીયા સાથે
  • સૂતા પહેલા – રાત્રે 9:30 કલાકે એક ગ્લાસ ચરબી રહિત દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવો.

મેદસ્વિતા ઓછી કરવા માટે દૂધ ના ફાયદા બાદ હવે જાણીએ તેનાથી થતા સાઇડ ઇફેક્ટ

શું દૂધ ના કોઈ સાઈડ ઈફેક્ટ હોય છે?

મેદસ્વિતા ઓછી કરવા માટે દૂધ ના ફાયદા તો તમે જાણી જ ગયા હશો હવે વાત છે તેના નુકશાન વિશે. હવે જાણીએ દૂધ થી થતા સાઇડ ઇફેક્ટ વિશે જણાવી રહ્યા છીએ.

દૂધમાં લેકટોસ હોય છે જેનાથી અમુક લોકોને પાચનની સમસ્યા થઈ શકે છે ઘણી વખત પાચનની સાથે સાથે વધુ દૂધ પીવાથી કોઈને ઝાડાની સમસ્યા અથવા ઉબકા અને ગેસ જેવી સમસ્યા પણ થઈ શકે છે.

દૂધના વધુ પડતા સેવનથી કુલાના ફેક્ચર નું જોખમ વધી શકે છે અને તેની પાછળનું કારણ પણ લેકટોસને જ માનવામાં આવે છે.

 સામાન્ય રીતે એક દિવસમાં ત્રણ ગ્લાસથી વધુ દૂધનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે એવામાં ઉંમર અને સ્વાસ્થ્યના અનુરૂપ દૂધનું સેવન કેટલું કરવું છે એ વિશે ડોક્ટર સાથે પરામર્શ જરૂરથી કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment