કોરોના નામની બીમારીએ પૂરી દુનિયામાં ભયનો માહોલ બનાવી દીધો છે. લાખોની સંખ્યામાં લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાની હજુ સુધી કોઈ દવા તૈયાર થઈ નથી. કોરોના તે લોકોને વધુ પ્રભાવિત કરશે જેની રોગપ્રતિકારક શક્તિ કમજોર છે. આ કારણે બુજુર્ગો અને બાળકોને બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવે છે. કોરોનાથી બચવા તમારી ઈમ્યુનીટી પાવર મજબુત કરવો જરૂરી છે આ લેખ દ્વારા એ ખાદ્ય પદાર્થોની જાણકારી આપવામાં આવી છે જે તમારી પ્રતિરક્ષા ને મજબુત કરી શકે છે. આવો જાણીએ ક્યા છે તે 7 આહાર…
1. ખાટા ખાદ્ય પદાર્થો –
ખાટ્ટા ખાદ્ય પદાર્થો વિટામીન સી થી ભરપુર હોઈ છે જે મજબુત પ્રતિરક્ષા બનાવવામાં મદદ કરે છે. વિટામીન સી સફેદ રક્ત કોશિકાઓ ના ઉત્પાદનમાં મદદ કરે છે જે શરીરની રોગો સામે લડવાની કોશિકાઓ છે. અમુક ખાટ્ટા ખાદ્ય પદાર્થોમાં લીંબુ, સંતરા, દ્રાક્ષ, કીવી વગેરેનો સમાવેશ થાય છે.
2. ઈમ્યુનીટીને મજબુત કરવામાં મદદ કરશે લસણ
લસણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોઈ છે. તે લગભગ દરેક ભારતીય રસોઈનો એક ભાગ જરૂર થી હોઈ છે. તે સંક્રમણથી લડવામાં મદદ કરે છે. લસણમાં એંટીબેક્ટેરીયલ અને એંટી ફંગલ ના ગુણ પણ શામેલ હોઈ છે.
3. દહીં
દહીં એક મજબુત પ્રોબાયોટીક છે જે પ્રતિરક્ષા પ્રણાલીના કામકાજને ઉત્તેજિત કરે છે. તમે દિવસમાં કોઈ પણ સમયે તાજા દહીંનો આનંદ લઈ શકો છો. આ તમારા માટે એક તાજો ઉપચાર છે જે તમારા સ્વાસ્થ્ય લાભ સાથે ભરેલો છે.
4. પાલક
પાલક આરોગ્યપ્રદ લીલા પાંદડાવાળા સગમાંથી એક છે.પાંદડાવાળી સબ્જીઓ તમારા આહારનો એક અનિવાર્ય હિસ્સો હોવો જોઈએ. પાલકમાં વિટામિન સી, એન્ટીઓકિસડન્ટો અને બીટા કેરોટિન ભરપૂર હોય છે, જે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે.
5. બદામ
બદામનું સેવન કરવું એક સ્વસ્થ વિકલ્પ છે. પ્રતિરક્ષા વધારવા માટે તમે બદામનું સેવન કરી શકો છો કેમ કે તેમાં વિટામિન ઇ ભરપૂર હોઈ છે. દિવસના થોડી બદામ હૃદયના આરોગ્યને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે.
6. હળદર
હળદર એ સુવર્ણ મસાલો છે, જેને ઔષધીય ગુણધર્મોથી ભરપુર કરી શકાય છે. આ મસાલો એન્ટી ઓક્સિડેન્ટ ગુણથી ભરેલો છે. તમે તમારા દૂધમાં થોડી હળદર મેળવી શકો છો. તેને વિવિધ ખોરાકમાં પણ ઉમેરી શકાય છે.
7. આદુ
આદુમાં એક મજબુત સ્વાદ હોઈ છે, જેનો ઉપયોગ ચા માં સ્વાદ જોડવા માટે કરવામાં આવે છે. આદુથી ગળામાં દુખાવો, સોજો, ઉબકા અને તાવના અન્ય લક્ષણોની સારવારમાં ખૂબ મદદ કરે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team