આ વાત તો આપને પણ જાણીએ છીએ કે બધા દુકાનદાર ગ્રાહકો ને પોતાના ઓર્ડર આકર્ષિત કરવા માટે અજીબો ગરીબ તરકીબો અપનાવે છે. ચાલો દોસ્તો આજે અમે તમને દેખાડ્શું એવું રેસટોરંટ જ્યાં એક વિચિત્ર તરકીબ અપનાવવામાં આવી છે. અહિયાં તમને મોટા-મોટા જાનવરો નજર આવશે.
ડાયનાસોર કરે છે મહેમાનોનું સ્વાગત
આ ચર્ચિત હોટલ ટોક્યો માં સ્તીથ છે, આ હોટલમાં પ્રવેશ કરતાજ ડાયનાસોર તમારું સ્વાગત કરવા માટે હાજીર હશે. સાંભળીને માનવામાં નથી આવતું ને? સાભળીને ડર લાગે ને?
પણ જાણવામાં એટલીજ દિલચસ્પી આવશે. તમને જણાવી દઈએ કે આ ડાયનાસોર રીયલ નથી પણ રોબોટ છે જેને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બનાવવા માં આવ્યા છે.
રોબોટ કહે છે ” સ્વાગત છે”
આ હોટેલ નું નામ “હેન ના ચેન” છે અને આ દુનિયાની પહેલી હોટેલ છે જ્યાં રોબોટ્સ રાખવામાં આવ્યા છે. પણ જ્યાં સુધી કસ્ટમર રીસેપ્શન માં જઈને કઈ પૂછશે નહિ ત્યાં સુધી આ રોબોટ્સ કઈ બતાવશે નહી.
આવું એટલા માટે કારણકે રીસેપ્શન માં સેન્સર લગાવેલ છે જેનાથી રોબોટ્સ ને ગ્રાહકના આવવાની સુચના થાય છે. આ ડાયનાસોર રોબોટ્સ ને રીસેપ્શન પર ઉપસ્થિત સેન્સર થી ગ્રાહકોના આવવાની ગતી થી ખબર પડે છે અને ત્યારબાદ બોલે છે “સ્વાગત છે”.
આ પ્રકાર થાય છે ગેસ્ટ ચેક-ઇન
આ રોબોટ – ડાયનાસોર એક ટેબ્લેટ સીસ્ટમ દ્વારા ગેસ્ટ નું ચેક -ઇન કરાવે છે. ખાલી આટલું નહી પણ ટેબ્લેટ સીસ્ટમ દ્વારા ગેસ્ટો ને તેમની સહુલીયત અનુસાર ભાષા સિલેક્ટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે તાકી ચીની, જાપાની, અંગ્રેજી અને કોરિયાઈ જેવી અન્ય ભાષા મા વાત-ચિત કરી શકે છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI